અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

Ae Ke Lal Darvaje Tambu Toniya Re Lol - The Story of Pervert Badshah 

સર્વપ્રથમ તો આપ સૌને નવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ.


ગૌ, ગંગા (સાથે બીજી નદીઓ પણ), ગાયત્રી, ગૌરી (દેવીઓ) અને ગીતા એમ પાંચ સ્ત્રી સ્વરૂપોને સંસ્કૃતિના આધાર તરીકે પૂજતી આપણી પ્રજા માટે આ ઉત્સવ અત્યંત પવિત્ર અને સિદ્ધિદાયક છે. સાધકો દ્વારા આ દિવસોમાં ભક્તિપૂર્વક તપ તપસ્યા કરવાથી ઉત્તમ ફળપ્રાપ્તિ થાય છે.

આપણી સંસ્કૃતિની એક વિશેષતા રહી છે કે આપણે આપણો ઇતિહાસ લોકગીતો, વાર્તાઓ અને ભજનો દ્વારા યાદ રાખીએ છીએ. ઘટનાઓ સારી હોય કે ખરાબ, ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિમાં એના સંભારણા જરૂર સચવાયેલા હોય છે. પરંતુ સમયાંતરે આપણે એ સંભારણાઓના મૂળ હાર્દને ભૂલી જઈએ છીએ અને માત્ર મનોરંજન માટે લોકસાહિત્યને માણતા  રહીએ છીએ. આવો જ એક ગરબો કે જે આપણે બહુજ ઉલ્લાસથી ગાતા હોઈએ છીએ એ છે "એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ".

આ ગરબાનો મૂળ ઉદ્દેશ અમદાવાદના લંપટ અને અત્યાચારી બાદશાહના જુલમી સાશનને વર્ણવવાનો હતો અને એ ઉપરાંત ગરબાના માધ્યમથી અજાણી અબુધ સ્ત્રીઓને નવાબના સકંજામાં સપડાતા રોકવાનો પણ ઉદ્દેશ હતો. અહીં નીચે આખો ગરબો લખું છું કે જેમાં મહત્વપૂર્ણ પંક્તિઓ હું ઉપસાવીને રજુ કરું છું.

એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ ,
એક અમદાવાદી નગરી, એને ફરતી કોટે કાંગરી,
માણેકચોકના માંહી, ગુર્જરી જોવા હાલી,
હે વહુ તમે ના જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી.એ કે લાલ દરવાજે…. (2)
ત્રણ દરવાજા માંહી બિરાજે ભદ્રકાલી,
માતાના મંદરિયે ગુર્જરી જોવા હાલી,
હે વહુ તમે ના જશો ત્યાં જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી.એ કે લાલ દરવાજે…. (2)
સીદી સૈયદની જાળી ગુર્જરી જોવા હાલી,
કાંકરીયાનું પાણી ગુર્જરી જોવા હાલી,
હે વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી.એ કે લાલ દરવાજે…. (2)

અહીં ઉપર ઉપસાવીને રજુ કરેલી પંક્તિઓ સ્પષ્ટ રીતે "વહુ" ને ચેતવતા કહે છે કે ભલે અમદાવાદમાં અમુક સુંદર સ્થળો હોય પરંતુ ત્યાં ભૂલથી પણ જોવા જવું નહિ કારણકે ત્યાંનો બાદશાહ બહુજ "મિજાજી" છે. નવાબો અને બાદશાહોના "મિજાજ" આપણે જાણીએ જ છીએ. સ્ત્રીઓ ઉપર અત્યાચારો કરનાર બાદશાહોના અગણિત કિસ્સાઓ આપણને ઇતિહાસમાંથી જોવા મળે છે. ત્યાં સુધી કે તાના અને રીરી નામની બે તરુણ ગાયિકાઓએ તો બાદશાહ અકબરના કહેણ આવ્યા છે એ સમાચાર મળતાની સાથે તો આપઘાત કરી લીધો હતો. ત્યારે સ્ત્રીઓના મનમાં બાદશાહો પ્રત્યેનો કેટલો આતંક  હશે એની તો આપણે માત્ર કલ્પના જ કરી શકીએ.

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે