પોસ્ટ્સ

હિન્દૂ સમાજ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભાષાની ઉત્પત્તિ : શું પ્રથમ ભાષા મનુષ્યોએ બનાવી કે દેવતાઓએ આપી?

આપણે માનીએ છીએ કે વેદ અપૌરુષેય છે, એટલે કે મનુષ્ય દ્વારા રચાયેલા નથી. તેઓ સૃષ્ટિની સાથે જ પ્રગટ થાય છે અને સૃષ્ટિના લયની સાથે જ લય પામે છે. આ સિદ્ધાંત ખૂબ જ સરળતાથી સાબિત કરી શકાય તેમ છે (વાંચો વેદ માનવનિર્મિત નહિં, અપૌરુષેય અને નિત્ય છે: એક તાર્કિક વિવેચન ). પરંતુ તેની સાથે જ સંસ્કૃત ભાષા પણ અપૌરુષેય બની જાય છે, કારણ કે વેદોની રચના સંસ્કૃત ભાષામાં જ થઈ છે. આપણે તો સંસ્કૃતને 'દેવભાષા' જ માનીએ છીએ, એટલે કે દેવતાઓ જે ભાષા બોલે છે તે ભાષા. આવી ભાષાની રચના મનુષ્યે કરી હોય એવો પ્રશ્ન જ ઊભો થતો નથી. તેમ છતાં આધુનિક ભાષાવિદોનો મત આનાથી તદ્દન વિપરીત છે. ચાલો, જોઈએ કે આધુનિક ભાષાવિદો શું કહે છે. ૧. બધી ભાષાઓનું મૂળ સંસ્કૃત નથી. ૨. બધી ભાષાઓ મનુષ્યો દ્વારા ક્રમશઃ, સમય સાથે વિકસાવવામાં આવી છે. (Evolution of Languages) ૩. કેટલાક ભાષાવિદો માને છે કે પશુ-પક્ષીઓના અવાજો સાંભળીને મનુષ્યોએ પ્રથમ અક્ષરો બનાવ્યા. ઉપરોક્ત તમામ વિચારો નિરાધાર અને મનઘડંત તો છે જ, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ અશક્ય છે. આ સમગ્ર વિષય પર સ્વામી કરપાત્રી મહારાજે એક અત્યંત ઉત્તમ સંશોધનલેખ લખ્યો છે. તે લેખનો સંક્ષિપ્ત...

ગરબા રાસની ઉત્પત્તિ અને રહસ્ય

આ નવરાત્રી પર્વના સૌને જય અંબે 🙏 ગરબા તો લગભગ બધા રમે છે પણ એની ઉત્પત્તિ વિષે બહુ ઓછા લોકો જાણે છે. તો આવો જોઈએ કે ગરબાની ઉત્પત્તિ કેવી રીતે થઇ. ગરબો શું છે?  ગરબો શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃતના "ગર્ભ દીપ"  શબ્દથી થઇ છે. આપણા શરીરમાં જીવાત્મા રહેલો હોય છે જે વિવિધ ઈન્દ્રીઓ દ્વારા બાહ્ય જગત માટે પ્રકાશિત હોય છે. એ જ રીતે ગરબો એ એક અનેક કાણાઓ વાળી ગોળ માટલી હોય છે જેની અંદર દીવો પ્રગટાવેલો હોય છે. આ દીવાનો પ્રકાશ કાણાઓ દ્વારા બહાર ફેલાય છે. જો આ કાણા ના હોય તો પ્રકાશ બહાર ફેલાય નહીં , અને જો અંદર દીપ પ્રગટેલો ના હોય તો પણ પ્રકાશ ફેલાય નહિ. આ રીતે ગરબો એ આપણા શરીર અને અંતઃકરણનું પ્રતીક છે. આ ગરબો લઈને માતાજીના વિગ્રહની ફરતે એક વર્તુળમાં ફરીને નૃત્ય કરવામાં આવે છે. આ એ વાતનું પ્રતીક છે કે મનુષ્ય અનેક જન્મો સુધી આ સંસારમાં ફેરા ફર્યા કરે છે, અને આ સંસારની ધરી, એનું કેન્દ્રબિંદુ, એ આ આદ્યશક્તિ અંબે માતા જ છે.  ગરબા રાત્રે જ કેમ રમવામાં આવે છે? આપણી સંસ્કૃતિમાં ઘણા એવા તહેવારો છે જે કે રાત્રીપ્રધાન છે. જેમકે શિવરાત્રી, દિવાળી, કૃષ્ણ જન્માષ્ટમી અને નવરાત્રી. આ દિવસોમાં રાત્રિનો સમ...

હાં. પ્રભુ શ્રી રામજીનો સીતા ત્યાગ યોગ્ય હતો. અને ઉત્તર રામાયણ પ્રક્ષિપ્ત નથી.

છબી
આજકાલ સામાન્ય લોકોની તો શું વાત કરવી, કેટલાક ધર્માચાર્યો અને કથાવાચકો પણ કહેતા રહે છે કે રામજીએ સીતા માતાનો ત્યાગ ન કરવો જોઈએ. આપણા લાખો વર્ષોના ઇતિહાસમાં કોઈ પણ ગ્રંથમાં કે કોઈ પણ માન્ય સંપ્રદાયના આચાર્યએ આવું ક્યારેય નથી કહ્યું, પરંતુ આજના આ કહેવાતા મહાજ્ઞાની લોકો - નારીવાદીઓના પ્રભાવ હેઠળ આવીને - અનર્ગળ બકવાસ કરી રહ્યા છે, કારણ કે તેમની પાસે શાસ્ત્રોને સમજવાની યથાર્થ દૃષ્ટિ નથી. ચાલો જોઈએ કે આ નિર્લજ્જ લોકો દ્વારા પ્રભુ શ્રી રામ પર કેવા કેવા આરોપો લગાવવામાં આવે છે. ------------------------------------------------------------------ મારું પોતાનું મંતવ્ય સૌપ્રથમ હું મારું મંતવ્ય જણાવી દઉં. હું પ્રભુ શ્રી રામ અને માતા જાનકીનો - અને સમસ્ત પંચદેવોનો - ભક્ત છું. તેથી તેમણે કંઈ પણ ખોટું કર્યું હોય એવું હું ન તો વિચારી શકું, ન માની શકું. ભગવાનના અવતારોની લીલા રસાસ્વાદન માટે હોય છે, ભાવવિભોર થવા માટે હોય છે, ભક્તિના સાગરમાં ડૂબી જવા માટે હોય છે... ટીકા-ટીપ્પણી, આલોચના, તર્ક-વિતર્ક-કુતર્ક કરવા માટે નહીં. અવતાર કંઈ પણ ખોટું કરતા નથી. દરેક હિન્દુનો આપણા શાસ્ત્રો પ્રત્યેનો દૃષ્ટિકોણ આવો જ હોવો જો...

વર્ણવ્યવસ્થાનું વિજ્ઞાન અને તેની સાર્થકતા

લેખની શરૂઆત થાય તે પહેલાં જ હું લખી દઉં છું કે હું ફક્ત અને ફક્ત જન્મથી વર્ણ વ્યવસ્થાને માનું છું, અને જે લોકો કર્મથી આ વ્યવસ્થાને માને છે તેમને હું મહામૂર્ખ માનું છું. આવા લોકો જો મારી સાથે ચર્ચા (શાસ્ત્રાર્થ નહીં, ચર્ચા) કરવા માંગે તો હું તૈયાર છું. હવે આગળ... કોઈ પણ પ્રજાતિના વંશની શુદ્ધતાનું મહત્વ શું છે તે કહેવાની જરૂર જ નથી. આજે જો આપણે જોઈએ તો કૂતરાં, બિલાડીઓ, ઘોડા પાળનારા લોકો પણ પોતાના પાલતુ પ્રાણીના વંશ (નસ્લ) વિશે અત્યંત સાવચેત હોય છે. કેટલાક લોકો તો પોતાના કૂતરાંની ૨૦૦ વર્ષની પેઢીઓના નામ, સરનામાં અને પ્રમાણપત્રો રાખે છે. દુર્ભાગ્યે, લોકોમાં મનુષ્યના બીજ-અંશની શુદ્ધતાની કોઈ ચિંતા રહી નથી. જો એવું કહેવામાં આવે કે આંતરજાતીય વિવાહથી વર્ણસંકરતા ફેલાય છે અને મનુષ્યોની ગુણવત્તા ઘટે છે, તો ખબર નથી કેટલા લોકો લડવા આવી જશે. જ્યારે આ વાત ૧૦૦% વૈજ્ઞાનિક અને સરળતાથી સમજી શકાય છે. તો મને લાગે છે કે આ વિષય પર એટલું બધું લખવાની જરૂર નથી, પરંતુ વર્ણવ્યવસ્થાનું એક મહત્વનું પાસું છે જેના પર ઘણું ઓછું લખાયું છે, અને તે છે, વર્ણ વ્યવસ્થાનું સામાજિક વિજ્ઞાન. વર્ણ વ્યવસ્થાનું સામાજિક વિજ્ઞાન શુ...

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

છબી
જો તમે 10માં ધોરણથી વધુ ભણેલા હશો તો સતીપ્રથા, વિધવા વિવાહ નિષેધ, રાજા રામમોહન રાય વગેરે વિષે વાંચ્યું જ હશે. આમ તો આપણા કમનસીબે - ના ના; સદનસીબે - આપણને જે ઇતિહાસ ભણાવવામાં આવે છે એ એટલી ખરાબ રીતે ભણાવાય છે કે કોઈપણ વ્યક્તિ એને યાદ રાખી ના શકે. પણ ખાસ કરીને આ સતીપ્રથા જ્યાં ને ત્યાં, હાલતા ને ચાલતા આપણને એટલું બધું યાદ કરાવવામાં આવે છે કે આપણે ભૂલી શકતા નથી કે આપણા પૂર્વજો કેવા પિશાચી હતા, કે જેઓ પોતાની વહુઓને જીતવી ચિતામાં પરાણે હોમી દેતા હતા! અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ પ્રક્રિયાને "પ્રથા" નું નામ આપવામાં આવ્યું છે. હવે પ્રથા હોવાનો નિયમ એ છે કે એ સમાજ દ્વારા વ્યાપકપણે અનુસરાતી હોવી જોઈએ. આનો અર્થ એ થયો કે સમાજની બધી વિધવાઓને તેના પતિની ચિતામાં જીવતી હોમી દેવામાં આવતી હતી. શું આ માની શકાય એવી વાત છે? જો એવું હોત તો કોઈના કુળમાં કોઈ વિધવા ડોશી ના હોવી જોઈએ! અને દરેક કુળમાં ઓછામાં ઓછી 15-20 સતીઓ હોવી જોઈએ, કારણકે આ પ્રથા તો વર્ષોથી ચાલી આવે છે! શું આવું વાસ્તવમાં છે? જો નથી તો આપણને આ પ્રશ્ન શા માટે નથી થતો? મેં બહુ ઓછા પરિવારો જોયા છે કે જેમના કુળમાં કોઈ સતી હોય. પણ ...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા