પોસ્ટ્સ

2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

Ae Ke Lal Darvaje Tambu Toniya Re Lol - The Story of Pervert Badshah  સર્વપ્રથમ તો આપ સૌને નવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ. ગૌ, ગંગા (સાથે બીજી નદીઓ પણ), ગાયત્રી, ગૌરી (દેવીઓ) અને ગીતા એમ પાંચ સ્ત્રી સ્વરૂપોને સંસ્કૃતિના આધાર તરીકે પૂજતી આપણી પ્રજા માટે આ ઉત્સવ અત્યંત પવિત્ર અને સિદ્ધિદાયક છે. સાધકો દ્વારા આ દિવસોમાં ભક્તિપૂર્વક તપ તપસ્યા કરવાથી ઉત્તમ ફળપ્રાપ્તિ થાય છે. આપણી સંસ્કૃતિની એક વિશેષતા રહી છે કે આપણે આપણો ઇતિહાસ લોકગીતો, વાર્તાઓ અને ભજનો દ્વારા યાદ રાખીએ છીએ. ઘટનાઓ સારી હોય કે ખરાબ, ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિમાં એના સંભારણા જરૂર સચવાયેલા હોય છે. પરંતુ સમયાંતરે આપણે એ સંભારણાઓના મૂળ હાર્દને ભૂલી જઈએ છીએ અને માત્ર મનોરંજન માટે લોકસાહિત્યને માણતા  રહીએ છીએ. આવો જ એક ગરબો કે જે આપણે બહુજ ઉલ્લાસથી ગાતા હોઈએ છીએ એ છે "એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ". આ ગરબાનો મૂળ ઉદ્દેશ અમદાવાદના લંપટ અને અત્યાચારી બાદશાહના જુલમી સાશનને વર્ણવવાનો હતો અને એ ઉપરાંત ગરબાના માધ્યમથી અજાણી અબુધ સ્ત્રીઓને નવાબના સકંજામાં સપડાતા રોકવાનો પણ ઉદ્દેશ હતો. અહીં નીચે આખો ગરબો લખું છું કે...

વાર્તા - ત્રિલોચન ભટ્ટ

  પ્રહલાદને હવે પોતાનો કાળ નજર સમક્ષ દેખાઈ રહ્યો હતો. એક ખિજાયેલી સિંહણ તેની સામે ઘુરકિયાં કરી રહી હતી. રાતનો બે વાગ્યાનો સમય હતો, દૂર દૂર સુધી ગીરનું સુમસામ જંગલ હતું, એક તેની મારુતિ અલ્ટોની હેડલાઇટ અને પૂનમના ચંદ્રમા સિવાય બીજો કોઈ પ્રકાશ દૂર દૂર સુધી નહોતો. સિંણહણનાં પાંચેય બચ્ચાઓ હજુ પણ રોડ ઉપર બેસીને હરણનું તાજું માંસ ખાઈ રહ્યા હતા, પણ સિંહણ તેમને છોડીને પ્રહલાદ જ્યાં પૂતળું બનીને ઉભો હતો ત્યાં ધીમે, પણ મક્કમ પગલે આવી રહી હતી. હાથમાં DSLR કેમેરો જેમનો તેમ હતો અને પ્રહલાદને સમજાતું નહોતું કે હવે એ કરે તો શું કરે! જો એ જગ્યાએથી જરાપણ હલશે અને સિંહણ ઝડપથી તરાપ મારશે તો? તે પોતે તો સ્થિર હતો, પણ એનું મન સતત તેની સાથે વાતો કરી રહ્યું હતું.. "અરે રે, શાને હું એકલો આવા જંગલમાં નીકળો.. નીકળો તો નીકળો, પણ આમ અડધી રાત્રે નીકળવાની શું જરૂર હતી.. અને નીકળા પછી આ સિંહ પરિવારને રોડ ઉપર સાથે ભોજન કરતા જોઈને મારે નીચે ઉતારવાની શું જરૂર હતી.. ફોટા પાડ્યા વગરનો શું હું મરી જતોતો? અને મને મુરખાને કેમેરાની ફ્લેશ બંધ કરવાનું પણ ના સુજ્યું!" આટલું હજીતો પ્રહલાદ વિચારે ત્યાં...

આટલા પાપો હોવા છતાં ભગવાન કેમ અવતાર લેતા નથી?

  તમે ઘણાને એવું કહેતા સાંભળ્યા હશે કે પૃથ્વી ઉપર આટઆટલા પાપો આચરાતા હોવા છતાં   ભગવાન કેમ અવતાર નથી લેતા ?  એક રાવણને મારવા ભગવાને રામાવતાર ધારણ કર્યો ,  આજે લાખો કરોડો રાવણો હોવા છતાં કેમ આવતા નથી ?  શું ભગવાન તેમણે આપેલું વચન  ' संभवामि युगे युगे '  ભૂલી ગયા ?  વગેરે વગેરે... સૌથી પહેલી વાત તો એ કે જયારે ભગવાન એમ કહે છે કે અધર્મનો નાશ કરવા હું સમયે સમયે અવતાર ધારણ કરીશ ,  ત્યારે તેઓ સ્વાભાવિક રીતે જ એમ પણ કહી દે છે કે વારંવાર નાશ કરવા છતાં પાપ ફરી ફરીને પોતાનો પ્રસાર કરવાનું જ છે. પાપીઓ વધવાના જ છે ,  ધર્મનું નિકંદન નીકળવાનું જ છે. માટે આ તો શ્રુષ્ટિનો ક્રમ જ છે.   તો જો આ શ્રુષ્ટિનો ક્રમ જ હોય તો પછી દુખી શા માટે થવું ?  અને વળી જો આ શ્રુષ્ટિનો ક્રમ જ હોય તો અવતાર ક્યારે લેવો એ શ્રુષ્ટિના રચયિતા ઉપર જ છોડી દઈએ એ જ યોગ્ય નથી ? આમ છતાં જો આપણું માયાગત અહમ આપણને આ વાત સ્વીકારવા ના દેતું હોય અને સતત એ પ્રશ્ન થયા કરતો હોય કે શા માટે ભગવાન અવતાર નથી લેતા તો આ પ્રશ્ન આપણે બીજાને પૂછીએ છીએ એના કરતા એકવાર આપણે પોતાને પૂછી જોઈએ તો કે...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા