પોસ્ટ્સ

જાન્યુઆરી, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દિવ્યભાસ્કર ના સંપાદક કલ્પેશ યાગ્નિક ને ખુલ્લો પત્ર

  ભાઈ શ્રી કલ્પેશભાઈ યાગ્નિક, દિવ્યભાસ્કર સમાચારપત્રના સંપાદક તરીકે તમારા તંત્રી લેખ સમયાંતરે આવતા રહે છે. સામાન્ય રીતે આ લેખો છેક છેવાડાના ડાબેરી વિચારો જ પ્રસ્તુત કરતા હોય છે. અધૂરા અને સગવળતા પૂરતા તથ્યોના આધારે કોઈક વિકૃત તર્ક રજુ કરવો એ આ લોખો નો મૂળભૂત ઉદ્દેશ્ય હોય એમ જણાય છે. આજના ૨૪-૦૧-૨૦૧૬ ના આપના તંત્રીલેખ ને ઉદાહરણ તરીકે લઈને આપણે જોઈએ. આજના આપના તંત્રીલેખમાં તમે રોહિત વેમુલાએ કરેલી આત્મહત્યા ના સંદર્ભમાં એવા મતલબનું લખ્યું કે કેન્દ્રિય મંત્રી દ્વારા હસ્તક્ષેપને લીધે તેને આત્મહત્યા કરવા ફરજ પડી. પરંતુ તમે એ શા માટે ના લખ્યું કે કેન્દ્રિય મંત્રીને શા માટે હસ્તક્ષેપ કરવો પડ્યો? દલિત હોવાના કારણે રોહિત ને આત્મહત્યા કરવી પડી એવા મતલબનું તમે લખ્યું પરંતુ એ શા માટે ના લખ્યું કે રોહિતે યાકુબ મેમણની ફાંસી વિરુદ્ધ થયેલા અભિયાનની આગેવાની કરેલી હતી? તેણે હૈદરાબાદ માં એક પાર્ટી હોલ રાખીને સામુહિક રીતે ગૌ-માંસ ખાવાની પાર્ટીનું આયોજન અને આગેવાની કરેલી હતી એ કેમ ના જણાવ્યું? તમે એ કેમ ના લખ્યું કે રોહિત દ્વારા વારંવાર મારામારી કરવા માટે કોલેજ દ્વારા પગલા ભરવામાં આવ્યા હતા? કલ્પેશભાઈ તમ...

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ४

  ભાગ ४ ભાગ ૧ માટે અહી ક્લિક કરો  ભાગ 2 માટે અહી ક્લિક કરો  ભાગ 3 માટે અહી ક્લિક કરો  Indian Education Board  ના ચેરમેન મેકોલેએ 19મી સદી ના પ્રારંભ થી જ દેશમાં ખ્રિસ્તી મિશનરીઓ ની સ્થાપના શરુ કરી દીધી હતી. પરંતુ માત્ર ખ્રિસ્તી સ્કૂલો બનાવવાથી કામ પૂરું થઇ જવાનું નહોતું. પરાપૂર્વ થી ચાલી આવતી ભારતીય શિક્ષણ પ્રણાલી ને મીટાવવા માટે સર્વપ્રથમ તો ગામડે ગામડે ફેલાયેલી દેસી પાઠશાળાઓ ને ધ્વસ્ત કરવી અનિવાર્ય હતી. આ માટે મેકોલેએ એવો નિયમ બનાવ્યો કે જે પાઠશાળાઓ પાકી ઈમારતમાં બની ના હોય, કે અમુક વિદેશી વિષય ભણાવતી ના હોય એવી નિશાળો ગેરકાનૂની બની ગઈ. એ સમયની નિશાળો કોઈ ઝાડ નીચે ખુલ્લામાં ભણાવતી હતી અને ત્યાં જે કઈ પણ જ્ઞાન આપવામાં આવતું હતું તે પ્રત્યક્ષ અને પ્રાયોગિક (Practical) જ્ઞાન આપવામાં આવતું હતું. શિક્ષકો પણ માત્ર દેશી વિષયો જ જાણતા હતા. માટે આ તમામ નિશાળો બંધ થઇ ગઈ. પાકી નિશાળો ઉપરાંત એક બીજો પણ નિયમ અંગ્રેજો લાવ્યા કે જેણે ભારતની સમાજ વ્યવસ્થાની કમર તોડી નાખી. આપણે જેમ  ભાગ ૩  માં જોયું તેમ ગામડાઓની ૩૫ થી ૫૦% જમીન ખુલી છોડવામાં આવતી હતી. અંગ્રેજોએ આને ઘટા...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા