પોસ્ટ્સ

હિન્દૂ જાગૃતિ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભાષાની ઉત્પત્તિ : શું પ્રથમ ભાષા મનુષ્યોએ બનાવી કે દેવતાઓએ આપી?

આપણે માનીએ છીએ કે વેદ અપૌરુષેય છે, એટલે કે મનુષ્ય દ્વારા રચાયેલા નથી. તેઓ સૃષ્ટિની સાથે જ પ્રગટ થાય છે અને સૃષ્ટિના લયની સાથે જ લય પામે છે. આ સિદ્ધાંત ખૂબ જ સરળતાથી સાબિત કરી શકાય તેમ છે (વાંચો વેદ માનવનિર્મિત નહિં, અપૌરુષેય અને નિત્ય છે: એક તાર્કિક વિવેચન ). પરંતુ તેની સાથે જ સંસ્કૃત ભાષા પણ અપૌરુષેય બની જાય છે, કારણ કે વેદોની રચના સંસ્કૃત ભાષામાં જ થઈ છે. આપણે તો સંસ્કૃતને 'દેવભાષા' જ માનીએ છીએ, એટલે કે દેવતાઓ જે ભાષા બોલે છે તે ભાષા. આવી ભાષાની રચના મનુષ્યે કરી હોય એવો પ્રશ્ન જ ઊભો થતો નથી. તેમ છતાં આધુનિક ભાષાવિદોનો મત આનાથી તદ્દન વિપરીત છે. ચાલો, જોઈએ કે આધુનિક ભાષાવિદો શું કહે છે. ૧. બધી ભાષાઓનું મૂળ સંસ્કૃત નથી. ૨. બધી ભાષાઓ મનુષ્યો દ્વારા ક્રમશઃ, સમય સાથે વિકસાવવામાં આવી છે. (Evolution of Languages) ૩. કેટલાક ભાષાવિદો માને છે કે પશુ-પક્ષીઓના અવાજો સાંભળીને મનુષ્યોએ પ્રથમ અક્ષરો બનાવ્યા. ઉપરોક્ત તમામ વિચારો નિરાધાર અને મનઘડંત તો છે જ, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ અશક્ય છે. આ સમગ્ર વિષય પર સ્વામી કરપાત્રી મહારાજે એક અત્યંત ઉત્તમ સંશોધનલેખ લખ્યો છે. તે લેખનો સંક્ષિપ્ત...

ગરબા રાસની ઉત્પત્તિ અને રહસ્ય

આ નવરાત્રી પર્વના સૌને જય અંબે 🙏 ગરબા તો લગભગ બધા રમે છે પણ એની ઉત્પત્તિ વિષે બહુ ઓછા લોકો જાણે છે. તો આવો જોઈએ કે ગરબાની ઉત્પત્તિ કેવી રીતે થઇ. ગરબો શું છે?  ગરબો શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃતના "ગર્ભ દીપ"  શબ્દથી થઇ છે. આપણા શરીરમાં જીવાત્મા રહેલો હોય છે જે વિવિધ ઈન્દ્રીઓ દ્વારા બાહ્ય જગત માટે પ્રકાશિત હોય છે. એ જ રીતે ગરબો એ એક અનેક કાણાઓ વાળી ગોળ માટલી હોય છે જેની અંદર દીવો પ્રગટાવેલો હોય છે. આ દીવાનો પ્રકાશ કાણાઓ દ્વારા બહાર ફેલાય છે. જો આ કાણા ના હોય તો પ્રકાશ બહાર ફેલાય નહીં , અને જો અંદર દીપ પ્રગટેલો ના હોય તો પણ પ્રકાશ ફેલાય નહિ. આ રીતે ગરબો એ આપણા શરીર અને અંતઃકરણનું પ્રતીક છે. આ ગરબો લઈને માતાજીના વિગ્રહની ફરતે એક વર્તુળમાં ફરીને નૃત્ય કરવામાં આવે છે. આ એ વાતનું પ્રતીક છે કે મનુષ્ય અનેક જન્મો સુધી આ સંસારમાં ફેરા ફર્યા કરે છે, અને આ સંસારની ધરી, એનું કેન્દ્રબિંદુ, એ આ આદ્યશક્તિ અંબે માતા જ છે.  ગરબા રાત્રે જ કેમ રમવામાં આવે છે? આપણી સંસ્કૃતિમાં ઘણા એવા તહેવારો છે જે કે રાત્રીપ્રધાન છે. જેમકે શિવરાત્રી, દિવાળી, કૃષ્ણ જન્માષ્ટમી અને નવરાત્રી. આ દિવસોમાં રાત્રિનો સમ...

તારકાસુર - એક સમુચિત અને પ્રાસંગિક દ્રષ્ટિકોણ

શાસ્ત્રોનું નિયમિત અધ્યયન કરવું અત્યંત આવશ્યક છે. જેઓ એવું કરે છે તે બધાનો એવો અનુભવ રહ્યો છે કે જ્યારે જ્યારે તેઓ એક જ ગ્રંથ વારંવાર વાંચે છે, ત્યારે દરેક વખતે કોઈ ને કોઈ એવી નવી વાત સામે આવી જાય છે કે તમારા જ્ઞાનના ચક્ષુ અચાનક જ ખૂલી જાય છે, અને આ જગતને જોવાનો તમારો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. માતા વરાંગી અને દૈત્ય વજ્રાંગના પુત્ર, તારકાસુરની કથા આમ તો પ્રચલિત અને બહુ જાણીતી છે, પરંતુ શિવપુરાણ વાંચતા વાંચતા આજે એક સાવ અલગ જ દૃષ્ટિકોણ મળી ગયો. તારકાસુર એક અત્યંત બળશાળી દૈત્ય હતો જેનો એક જ ધ્યેય હતો, દેવતાઓને પરાસ્ત કરવાનો! અસુરો આમ તો દેવતાઓથી ક્યારેય જીતી શકતા નથી, એટલા માટે તેમણે અત્યંત કઠોર તપશ્ચર્યા કરીને દેવતાઓ કરતાં પણ મોટી શક્તિઓ, એટલેકે બ્રહ્મા, વિષ્ણુ, શિવ જેવા ઈશ્વર પાસેથી વરદાન પ્રાપ્ત કરવા પડે છે. પરંતુ અસુરો પરિશ્રમ કરવામાં ક્યારેય પાછીપાની કરતા નથી. અત્યંત કઠોરમાં કઠોર તપસ્યા કરીને તારકાસુરે ભગવાન બ્રહ્માજી પાસેથી એવું વરદાન મેળવી લીધું કે તે ત્રિલોકમાં સૌથી વધુ બળશાળી બની જાય અને તેનું મૃત્યુ માત્ર શિવજીના વીર્યથી ઉત્પન્ન થયેલા પુત્ર દ્વારા જ થઈ શકે. આવું વરદાન તેણે એટલા મા...

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

સામાન્ય લોકો એમ માનતા હોય છે કે સંતાન ૮ થી ૧0 વર્ષનું થાય ત્યારેજ સંસ્કાર સિંચન શરુ થઇ શકે છે, ત્યાં સુધી બહુ નાના હોય છે. આવું માનનાર લોકો એ વાત જાણી લે કે બાળક જયારે જન્મે છે ત્યારે જ ૮0% નક્કી થઇ જાય છે કે એ કેવું જીવન જીવશે. માત્ર ૬ વર્ષનું થાય ત્યાં સુધીમાં તેનું ૯૦% જીવન નક્કી થઇ જાય છે. બાકીના જીવનમાં એ જે સંસ્કારો મેળવે છે તે માત્ર ૧૦% જ અસર કરતા હોય છે. માટે ગર્ભસંસ્કાર એ વ્યક્તિનિર્માણના બીજા કોઈપણ આયામ કરતા અનેક ગણા મહત્વનાં છે. સંતાન કઈ નિશાળમાં ભણશે, કેવા સમાજમાં રહેશે એ બધી તો સાવ ક્ષુલ્લક બાબતો છે. સામાન્ય રીતે ગર્ભસંસ્કારને માત્ર આયુર્વેદનો જ વિષય માનવામાં આવે છે. ગર્ભસંસ્કાર એ પ્રક્રિયા છે કે જેના દ્વારા એક ઉત્તમ કોટિનું સંતાન પ્રાપ્ત કરી શકાય છે. આયુર્વેદનો આ વિષય અત્યંત ઊંડો છે, અને જો તેને સારી રીતે અનુસરવામાં આવે તો અવશ્ય ઈચ્છિત સંતાન પ્રાપ્તિ થઇ શકે છે. આયુર્વેદની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર કઈ રીતે કરવા એ વિષે અનેક પુસ્તકો લખાયેલા છે અને ભરપુર માત્રામાં સંશોધનાત્મક સાહિત્ય મળી આવે છે. માટે અહીં એ વિષયની ચર્ચા નહિ કરીએ. આ ઉપરાંત આધ્યાત્મિક શાસ્ત્રોમાં (વેદો અને પુરાણોમાં...

હિન્દુઓની ઘટતી જતી જનસંખ્યાનો ઉપાય જો કાનૂન કે જનજાગૃતિ દ્વારા નથી થઈ શકતો, તો કઈ રીતે થઈ શકે? ભાગ 2

  આ ભાગમાં આપણે જોઈશું કે હિન્દુઓની જનસંખ્યાની સમસ્યા કેટલી મોટી છે, શા માટે આ સમસ્યા છે, અને એનો ઉપાય શું છે. આપણે આ શ્રેણીના  ભાગ 1  માં જોયું કે વધુ જનસંખ્યા કોઈ સમસ્યા નથી, પણ ઓછી જનસંખ્યા ખરેખર એક બહુ મોટી સમસ્યા છે. હવે તમે કલ્પના કરો કે જો ભારતમાં જ હિન્દુઓની સંખ્યા ઓછી થઈ ગઈ તો પરિણામ શું આવી શકે! શા માટે હિન્દુઓના જન્મદરને વધારવો અતિઆવશ્યક છે? ભારતમાં વર્તમાન પરિસ્થિતિ અનુસાર 8 રાજ્ય અને 5 કેંદ્રાસાશીત પ્રદેશો પહેલાથી જ હિન્દુ અલ્પસંખ્યક બની ગયેલ છે. 8 રાજયોમાંથી 4 રાજ્યો એવા છે કે જ્યાં હિન્દુ અત્યારે 10% થી પણ ઓછા છે.  વર્ષ 2011 માં દેશવ્યાપી વસ્તીગણતરી થઈ. આ વસ્તીગણતરી પ્રમાણે  હિન્દુઓનો જન્મદર 2001 ની સરખામણીમાં 2.64 થી ઘટીને 1.9 થઈ ગયો છે.  આનો અર્થ એ થયો કે એક હિન્દુ દંપતિ એમના જીવનકાળમાં 2 થી પણ ઓછા બાળકો જણે છે. આનો સ્વાભાવિક અર્થ એ છે કે હિન્દુઓની સંખ્યા પ્રતિદિન ઘટતી જઈ રહી છે. અને આ તો 2011 ની વસ્તીગણતરીના આંકડા છે. અત્યાર સુધીમાં તો આ જન્મદર આનાથી પણ ઓછો થઈ ગયો હશે એવું આપણે માની શકીએ છીએ. આનાથી વિપરીત, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની જનસંખ્યા ...

હિન્દુઓની ઘટતી જતી જનસંખ્યાનો ઉપાય જો કાનૂન કે જનજાગૃતિ દ્વારા નથી થઈ શકતો, તો કઈ રીતે થઈ શકે? ભાગ 1

  શું જનસંખ્યા નિયંત્રણ કાયદો હિન્દુઓની ઘટતી જતી જનસંખ્યાનો ઉપાય હોઈ શકે? કાલે એક સમૂહમાં આ જ વિષય ઉપર ચર્ચા થઈ. આ વિશેના ઘણા બધા આયમો છે, માટે આની ઉપર એક વિસ્તૃત લેખ લખવાનું જ મેં ઉચિત સમજ્યું. હિન્દુઓની ઘટતી જતી જનસંખ્યાનો મૂળ વિષય થોડી વાર આપણે બાજુમાં રાખી દઈએ, અને એ જોઈએ કે સૌથી પહેલા તો, શું આપણાં દેશમાં જનસંખ્યા નિયંત્રણ કરવાની કોઈ જરૂર છે કે નહીં? આ પ્રશ્નનો ઉત્તર હું આ લેખમાં આપીશ, અને પછી હિન્દુઓની જનસંખ્યા વધારવાના ઉપાય હું આના પછીના લેખ,  ભાગ 2 માં આપીશ . સર્વપ્રથમ તો,  દેશની જનસંખ્યા, દેશ ઉપર ક્યારેય ભાર નથી હોતી. એ દેશના સંસાધન હોય છે . આટલા માટે જ અર્થશાષત્રની ભાષામાં તેમને "માનવ સંસાધન" કહેવામાં આવે છે. તો સ્વાભાવિક જ છે કે સંસાધન ક્યારેય સમસ્યા નથી હોતા. જેટલા વધુ સંસાધન, એટલી જ વધુ તકો. સમસ્યા તેમના યોગ્ય ઉપયોગની, યોગ્ય શિક્ષણની, અને ઉચિત તકો પ્રદાન કરવાની જ હોય છે. જો એક દેશ પોતાની પ્રજાને આ બધુ પ્રદાન કરી શકે છે, તો એમના માટે વધુ જનસંખ્યા એ સમસ્યા નહીં, પણ વરદાન હોય છે.  ચાલો આપણે જોઈએ અમુક ઉદાહરણો...  અમેરિકા ખંડની દક્ષિણમાં આવેલો દેશ, વેનેઝ...

શું લોકશાહી ભારત માટે યોગ્ય છે? બીજી કઈ સાશન વ્યવસ્થા વિચારી શકાય? - ભાગ 4

  ભારતની વર્તમાન રાજનૈતિક પ્રણાલીમાં કયા કયા ફેરફાર કરવા જરૂરી છી? આપણે  ભાગ ૧  માં જોયું કે શા માટે ભારત માટે લોકશાહી એ એક આદર્શ શાસન વ્યવસ્થા નથી.  ત્યારબાદ  ભાગ ૨  માં જોયું કે પ્રાચીન ભારતની શાસન વ્યવસ્થા કેવી હતી.  અને  ભાગ 3  માં જોયું કે ભારતની પ્રાચીન ન્યાય વ્યવસ્થા કેવી હતી.  હવે પ્રશ્ન એ થાય કે ભલે અસલ ભારતીય પ્રણાલી અત્યારની પ્રણાલી કરતાં અનેક ગણી ઉત્તમ હતી, લોક સુખાકારી ક્યાંય વધુ હતી, પણ હવે એ યુગ પૂરો થઈ ગયો છે, અને અત્યારે એ વ્યવસ્થા પાછી લાવવી અશક્ય છે. તો પછી શા માટે એ તરફ જોઈને જીવ બાળવો? પ્રશ્ન વ્યાજબી છે. અને તાર્કિક રીતે સાચો પણ છે. આમ છતાં શું આપણી પાસે એવો કોઈ વિકલ્પ નથી કે જેમાં આપણે આપણાં ભવ્ય ભૂતકાળમાંથી પ્રેરણા લઈને, અત્યારની કંગાળ વ્યવસ્થાને બને એટલી સારી બનાવી શકીએ? ભારત દેશની પરિસ્થિતિ સુધારવા માટે સર્વપ્રથમ તો ઘણી બધી સાફ સફાઈની જરૂર છે. અત્યારની ચુંટણી વ્યવસ્થા એવી છે કે જેણે ભારત દેશને સતત ગુંચવાયેલું, નબળું અને નિરર્થક તારક-વિતર્કવાદી બનાવી દીધો છે. આખા દેશમાં ક્યાંકને ક્યાંક ચુંટણી ચાલુ જ હોય છે. 365 દિ...

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

Ae Ke Lal Darvaje Tambu Toniya Re Lol - The Story of Pervert Badshah  સર્વપ્રથમ તો આપ સૌને નવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ. ગૌ, ગંગા (સાથે બીજી નદીઓ પણ), ગાયત્રી, ગૌરી (દેવીઓ) અને ગીતા એમ પાંચ સ્ત્રી સ્વરૂપોને સંસ્કૃતિના આધાર તરીકે પૂજતી આપણી પ્રજા માટે આ ઉત્સવ અત્યંત પવિત્ર અને સિદ્ધિદાયક છે. સાધકો દ્વારા આ દિવસોમાં ભક્તિપૂર્વક તપ તપસ્યા કરવાથી ઉત્તમ ફળપ્રાપ્તિ થાય છે. આપણી સંસ્કૃતિની એક વિશેષતા રહી છે કે આપણે આપણો ઇતિહાસ લોકગીતો, વાર્તાઓ અને ભજનો દ્વારા યાદ રાખીએ છીએ. ઘટનાઓ સારી હોય કે ખરાબ, ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિમાં એના સંભારણા જરૂર સચવાયેલા હોય છે. પરંતુ સમયાંતરે આપણે એ સંભારણાઓના મૂળ હાર્દને ભૂલી જઈએ છીએ અને માત્ર મનોરંજન માટે લોકસાહિત્યને માણતા  રહીએ છીએ. આવો જ એક ગરબો કે જે આપણે બહુજ ઉલ્લાસથી ગાતા હોઈએ છીએ એ છે "એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ". આ ગરબાનો મૂળ ઉદ્દેશ અમદાવાદના લંપટ અને અત્યાચારી બાદશાહના જુલમી સાશનને વર્ણવવાનો હતો અને એ ઉપરાંત ગરબાના માધ્યમથી અજાણી અબુધ સ્ત્રીઓને નવાબના સકંજામાં સપડાતા રોકવાનો પણ ઉદ્દેશ હતો. અહીં નીચે આખો ગરબો લખું છું કે...

વાર્તા - ત્રિલોચન ભટ્ટ

  પ્રહલાદને હવે પોતાનો કાળ નજર સમક્ષ દેખાઈ રહ્યો હતો. એક ખિજાયેલી સિંહણ તેની સામે ઘુરકિયાં કરી રહી હતી. રાતનો બે વાગ્યાનો સમય હતો, દૂર દૂર સુધી ગીરનું સુમસામ જંગલ હતું, એક તેની મારુતિ અલ્ટોની હેડલાઇટ અને પૂનમના ચંદ્રમા સિવાય બીજો કોઈ પ્રકાશ દૂર દૂર સુધી નહોતો. સિંણહણનાં પાંચેય બચ્ચાઓ હજુ પણ રોડ ઉપર બેસીને હરણનું તાજું માંસ ખાઈ રહ્યા હતા, પણ સિંહણ તેમને છોડીને પ્રહલાદ જ્યાં પૂતળું બનીને ઉભો હતો ત્યાં ધીમે, પણ મક્કમ પગલે આવી રહી હતી. હાથમાં DSLR કેમેરો જેમનો તેમ હતો અને પ્રહલાદને સમજાતું નહોતું કે હવે એ કરે તો શું કરે! જો એ જગ્યાએથી જરાપણ હલશે અને સિંહણ ઝડપથી તરાપ મારશે તો? તે પોતે તો સ્થિર હતો, પણ એનું મન સતત તેની સાથે વાતો કરી રહ્યું હતું.. "અરે રે, શાને હું એકલો આવા જંગલમાં નીકળો.. નીકળો તો નીકળો, પણ આમ અડધી રાત્રે નીકળવાની શું જરૂર હતી.. અને નીકળા પછી આ સિંહ પરિવારને રોડ ઉપર સાથે ભોજન કરતા જોઈને મારે નીચે ઉતારવાની શું જરૂર હતી.. ફોટા પાડ્યા વગરનો શું હું મરી જતોતો? અને મને મુરખાને કેમેરાની ફ્લેશ બંધ કરવાનું પણ ના સુજ્યું!" આટલું હજીતો પ્રહલાદ વિચારે ત્યાં...

રામ મંદિર બનાવો - વિથ નો કોમ્પ્રોમાઇસ

છબી
  તાજેતરમાં જ સંઘના વડા ,  સરસંઘચાલક શ્રી મોહન ભાગવતજીએ એક સભામાં હુંકાર સાથે કહ્યું કે રામ જન્મભૂમી ઉપર માત્ર ને માત્ર મંદિર જ બની શકે અને તે વિષયમાં કોઈપણ બાંધછોડને અવકાશ નથી. રામજન્મભૂમિના વિવાદનો નિવેડો કઈ રીતે લાવવો એ વિષે વર્ષોથી વિવિધ વિચારધારા વાળા લોકો વિવિધ સૂચનો આપી રહ્યા છે. આવા મોટા ભાગના સૂચનો રામ જન્મભૂમીના સ્થાન ઉપર એકમાત્ર મંદિર ના બને એમ ઈચ્છતા લોકો જ આપી રહ્યા છે. આ વાત સમજવા માટે આપણે અત્યાર સુધી પ્રસ્તુત કરવામાં આવેલા દરેક સમાધાનોને એક એક કરીને ટૂંકમાં જોઈશું ,  અને તેમાં મંદિર માટેના પક્ષકારોનો દ્રષ્ટિકોણ પણ જોઈશું કે જેથી વાચકો આ આખા વિષયને સ્પષ્ટ રીતે સમજી શકે, અને એ પણ સમજી શકે કે આ વિવાદ શું અને શા માટે છે. ૧. બાબરી મસ્જીદ ઢાંચો અત્યારે છે તે જેમનો તેમ રાખવો જોઈએ અને ત્યાં હવે આગળ કોઈપણ બાંધકામ નાં થવું જોઈએ. અને જો કોઈ કામ કરવું હોય તો ત્યાં બાબરી મસ્જીદ ફરીથી બનાવવાનું કામ કરવું જોઈએ. મંદિરના પક્ષકારો:  આ ઉકેલ સ્વાભાવિક રીતે જ મંદિરના પક્ષકારોને માન્ય નથી. ન્યાયાલયોમાં પહેલેથી જ એ પ્રમાણિત થઇ ચુક્યું છે કે તે જગ્યાએ પહેલા રામ મંદિર હતું જે...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા