ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૬
ભાગ ૬ ભાગ ૧ માટે અહી ક્લિક કરો ભાગ 2 માટે અહી ક્લિક કરો ભાગ 3 માટે અહી ક્લિક કરો ભાગ ૪ માટે અહી ક્લિક કરો ભાગ ૫ માટે અહી ક્લિક કરો સમય અંગ્રેજોની સાથે ચાલી રહ્યો હતો. ૧૮૩૦ના વર્ષથી મેકોલેએ જયારે પોતાની સ્કૂલો શરુ કરી હતી ત્યારે લગભગ બધા વર્ણોના લોકો આર્થિક અને સામાજિક રીતે સંપન્ન અને સુખી હતા. સમાજમાં શૌચ ના પ્રયોજનથી અસ્પૃશ્યતાનું ચલણ હતું ખરું પરંતુ એકબીજાની કોઈ ઈર્ષા કરતુ નહોતું. બધા સમાજ પોતપોતાના પરંપરાગત વ્યવસાય કરીને સહજીવન જીવતા હતા અને જેઓ પોતાનું વર્ણ બદલવા માગતા હતા તેઓ સહજતાથી વર્ણ બદલી નાખતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલી જવાની હતી. ૫૦ વર્ષના અંગ્રેજ સાશને દેશને અત્યંત દરિદ્ર બનાવી દીધો હતો. આર્થિક સંપાદાઓ નાશ પામી રહી હતી. સમાજમાં આર્થિક હિતો માટે આંતરકલહ વધી રહ્યો હતો. આ સમયે ઉત્તર ભારતના બ્રમ્હાણ સમુદાયને અંગ્રેજો દ્વારા મળેલું શિક્ષણ કામ આવી રહ્યું હતું. બ્રમ્હાનોને પોતાના અંગ્રેજી શિક્ષણને લીધે ઉચ્ચ પદ મળી રહ્યા હતા અને આર્થિક સ્થિતિ પણ સુધરી રહી હતી. આર્થિક સંપન્નતાને કારણે પોતાના પરંપરાગત વ્યવસાય ઉપરાંત હવે તેઓ પ્રશાશ...