પોસ્ટ્સ

જુલાઈ, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શું લોકશાહી ભારત માટે યોગ્ય છે? બીજી કઈ સાશન વ્યવસ્થા વિચારી શકાય? - ભાગ ૩

  પ્રાચીન ભારતની ન્યાય વ્યવસ્થા આપણે  ભાગ ૧  માં જોયું કે શા માટે ભારત માટે લોકશાહી એ એક આદર્શ શાસન વ્યવસ્થા નથી.  આપણે  ભાગ ૨  માં જોયું કે પ્રાચીન ભારતની શાસન વ્યવસ્થા કેવી હતી.  હવે આપણે આ ભાગમાં જોઈશું કે પ્રાચીન ભારતની ન્યાય વ્યવસ્થા કેવી હતી અને શા માટે એ અત્યારની ખખડધજ વ્યવસ્થા કરતાં ક્યાંય ઉત્કૃષ્ટ હતી.  કદાચ વાંચકો વિચારતા હશે કે કાયદા વ્યવસ્થાનો વિષય આ રાજકીય પરિવર્તનના વિષયમાં શા માટે ઘૂસાડવામાં આવ્યો? એનું કારણ એ છે કે રાજકીય વ્યવસ્થા બદલવી શા માટે જરૂરી છે એ સમજવા માટે પણ આપણી વર્તમાન અને પુરાણી ન્યાય વ્યવસ્થા સમજવી ખૂબ જરૂરી છે. સર્વપ્રથમ આપણે અત્યારની ન્યાય વ્યવસ્થા જોઈશું. અત્યારની ન્યાય વ્યવસ્થા ભારતમાં ૧૯૫૦ થી લાગુ છે. આ સંવિધાન દુનિયાના અનેક દેશોના સંવિધાનોમાંથી નર્યો ઉતારો કરીને બનાવવામાં આવ્યું હતું. માત્ર એક જ દેશના સંવિધાનને ધ્યાનમાં લેવાયું નહોતું, અને એ હતો, ભારત દેશ પોતે! તો શું ભારતમાં પોતાનું કોઈ સંવિધાન હતું જ નહીં? યુગો યુગોથી ભારતીય ન્યાય પ્રણાલી કોઈપણ પ્રકારના સંવિધાન વગર જ ચાલતી હતી? સ્વાભાવિક રીતે જ એ શક્ય નથી....

શું લોકશાહી ભારત માટે યોગ્ય છે? બીજી કઈ સાશન વ્યવસ્થા વિચારી શકાય? - ભાગ ૨

  પ્રાચીન ભારતની શાસન વ્યવસ્થા: જનપદ વ્યવસ્થા આપણે  ભાગ 1  માં જોયું કે લોકશાહી સાશન વ્યવસ્થા કે જે આપણે સ્વીકારી લીધી છે, એ એકમાત્ર અને દરેક પરિસ્થિતિમાં સારામાં સારી વ્યવસ્થા નથી. બીજી ઘણી વ્યવસ્થાઓ કરતાં લોકશાહી સારી છે પણ દરેક સંજોગોમાં એ સર્વોચ્ચ જ છે એવું નથી. જ્યારે દેશ અને સંસ્કૃતિને બચાવવાનો પ્રશ્ન આવે ત્યારે એકહથ્થુ અને કડક સાશન ખૂબ જરૂરી બની જાય છે. વર્તમાન લોકશાહીના મુખ્ય બે નબળા પાસાઓ છે જે તેને અયોગ્ય બનાવે છે.  નબળું પાસું 1:  દરેક વ્યક્તિ પાસે સમાન મતાધિકાર છે. એક વૈજ્ઞાનિક, એક મોટો ઉદ્યોગપતિ, એક શિક્ષક અને એક જ્ઞાની સાધુને પણ એટલો જ મતાધિકાર છે જેટલો એક અપરાધિને, ભિખારીને, કૌભાંડીને, અભણને, લાલચીને અને દેશદ્રોહીને. આ વ્યવસ્થા કેટલી ન્યાયપૂર્ણ છે? સામાન્ય રીતે રાજકારણીઓ માટે જેઓ વધુ કુશળ, બુદ્ધિશાળી અને નિસ્વાર્થી હોય તેના કરતાં નિકૃષ્ટ માણસોને રિજવવા ખૂબ સહેલા હોય છે. માટે સ્વાભાવિક રીતે જ આવી રાજનીતિ અવડા માર્ગે જ હમેશા જવાની છે. અને આખા વિશ્વમાં આ જ થઈ રહ્યું છે જે આપણે જોઈ શકીએ છીએ. નબળું પાસું 2: મતદારો પાસે મતદાન કરતી વખતે જાજી સ્પષ્ટતા હોત...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા