પોસ્ટ્સ

ડિસેમ્બર, 2015 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૩

  ભાગ ૩ ભાગ ૧ માટે અહી ક્લિક કરો  ભાગ 2 માટે અહી ક્લિક કરો  હવે મેકોલે ભારતના Education Board નો ચેરમેન બની ગયો હતો. તરતજ મેકોલેએ પોતાનું અભિયાન ગતિમાન કરી દીધું અને ભારતમાં મિશનરી સ્કૂલોની સ્થાપના થવા લાગી. મેકોલેનો ઉદ્દેશ્ય ભારતીયોને માત્ર બ્રિટનના દાસ બનાવવાનો ન હતો, પરંતુ બધા ભારતીયોને ખ્રિસ્તી બનાવવાનો પણ હતો. મેકોલેનું આ અભિયાન ખુબ અઘરું હતું. મેકોલે ને એ વાત સમજતા વાર ન લાગી કે ભારતીય સમાજ માત્ર શિક્ષણના આધાર ઉપર નથી ટકી રહ્યો, પરંતુ તેની સમાજ વ્યવસ્થા જ એટલી મજબૂત છે કે જેને જરાસરખી હલાવવી પણ ખુબ અઘરી છે. પરાપૂર્વથી દેશના ગામડે ગામડે ૩૫% થી ૫૦% જેટલી જમીન ખુલી છોડવામાં આવતી હતી કે જેની માલિકી કોઈ એક વ્યક્તિની નહોતી, પરંતુ આખા ગામની તેના ઉપર સામુહિક માલિકી હતી. આ ભૂમિને ગોચરની ભૂમિ પણ કહેવામાં આવતી હતી. આ ભૂમિ ઉપર સામુહિક પ્રસંગ થતા હતા, ઔષધિઓ ઉગાડાતી હતી, ત્યોહારોની ઉજવણી થતી હતી, યાત્રીઓ માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી, જળાશય બનાવવામાં આવતા હતા, ગાયોને અને બીજા પાળીતા પશુઓને ત્યાં ચરાવવામાં આવતા હતા વગેરે. આ ભૂમિ ઉપર પાઠશાળા અને ગુરુકુળ પણ ચલાવવામ...

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

  ભાગ ૨ ભાગ ૧ માટે અહી ક્લિક કરો  ભારતના શૈક્ષણિક નિકંદનની આ કરુણ કથાનો આરંભ થાય છે ૧૮૩૫ થી કે જયારે લોર્ડ મેકોલે આખા ભારતનું સર્વેક્ષણ કરીને બ્રિટીશ સંસદમાં પોતાનો પ્રસ્તાવ મુકે છે. .. " હું ભારતના ખૂણે ખૂણે ફરીને આવ્યો છું અને મેં ત્યાં એકપણ વ્યક્તિ એવી નથી જોઈ કે જે ભિખારી હોય કે ચોર હોય. એટલી સંપત્તિ જોઈ છે, એટલા ઉચ્ચ આદર્શો જોયા છે, એટલા સક્ષમ લોકો જોયા છે, કે મને લાગે છે કે આપણે કોઈ દિવસ આ દેશ ઉપર રાજ ના કરી શકીએ. જો આ દેશને જીતવો હોય તો આપણે તેમની સભ્યતાના પાયામાં રહેલી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને તોડવી પડશે. એટલા માટે હું એવો પ્રસ્તાવ રજુ કરું છું કે એમની પારંપરિક શિક્ષણ પ્રણાલી અને સંસ્કૃતિને એવી રીતે બદલી નાખવામાં આવે કે જેનાથી તેઓ એવું વિચારતા થઇ જાય કે જે કાંઈ પણ વિદેશી છે એ બધું એમના પોતાનાથી ઉત્તમ અને મહાન છે. તેઓ પોતાનું આત્મસન્માન ખોઈ બેસશે, પોતાની પૌરાણિક સંસ્કૃતી ભૂલી જશે, અને અંતમાં તેઓ એ જ બની જશે તે આપણે તેમને બનાવવા છે.... એવું એક રાષ્ટ્ર કે જેની ઉપર આપણું સંપૂર્ણ પ્રભુત્વ હશે" . -- લોર્ડ થોમસ મેકોલે, બ્રિટીશ સંસદ, ૧૮૩૫ --------------------------...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા