પોસ્ટ્સ

2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભારત-પાક વચ્ચે પરમાણું યુદ્ધની સંભાવના; વાસ્તવિકતા કે ધૂર્ત પાકિસ્તાનની ખંધાઈ?

છબી
  હાલમાં જ થયેલ Surgical Strike થી ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંભવિત યુદ્ધની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચર્ચામાં થોડાઘણા જાણકાર લોકો પરમાણું યુદ્ધના ભયની ચર્ચા કરે છે. આવી ચર્ચાઓમાં ઘણા લોકો છાપેલા કાટલાં જેવા અમુક તર્કો આપે છે કે જેને સાંભળવાથી પ્રભાવી તો લાગે છે પરંતુ વાસ્તવિકતાની કસોટી ઉપર તેઓ નિરર્થક સિદ્ધ થતા હોય છે. આવો જોઈએ આ છાપેલા કાટલાં જેવા તર્કો ક્યા ક્યા છે. બે પરમાણું રાષ્ટ્રો વચ્ચે લડાઈ ના થવી જોઈએ કારણકે પરમાણું બોમ્બથી ખુબજ મોટા પ્રમાણમાં જાનહાની થાય છે. પાકિસ્તાનનો કોઈ આતંકવાદી ભારતમાં ઘૂસીને પરમાણું બોમ્બ ફોડી દેશે તો? પાકિસ્તાન એક ગાંડો દેશ છે અને તેમના સૈન્ય અધિકારીઓ પણ ગાંડા છે, આત્મઘાતી છે. અને પાછો પાકિસ્તાન એક ભિખારી દેશ છે. માટે તેમને કશું પણ ગુમાવવાનું નથી. જયારે ભારત પાસે ઘણું બધું ગુમાવાનું છે. આવી પરિસ્થિતિમાં જો તેઓ હારવાની અણી ઉપર આવી જશે તો ભારત ઉપર પરમાણું હુમલો કરી દેશે. જો પાકિસ્તાને પહેલા પરમાણું હુમલો કરીને આપણા બધા પરમાણું બોમ્બ નષ્ટ કરી દીધા તો? પાકિસ્તાન પાસે  Tactical Nuclear Bomb  છે જેનો ઉપયોગ તેઓ સામાન્ય બોમ્બની જેમ કરી શકે છે કે...

ગણપતિ સ્થાપના, પૂજા, વિસર્જન કઈ રીતે કરવું અને શા માટે કરવું?

છબી
  Everything That You Want To Know About Ganpati Sthapna ગણપતિ દેવનું મહાત્મ્ય: સનાતન ધર્મમાં પ્રત્યેક લૌકિક અને પારલૌકિક કર્યો માટે કોઈ ને કોઈ  “Specialist”  દેવતાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેજ પ્રાપ્તિ માટે સૂર્ય, બાળ અને બ્રમ્હચર્ય માટે હનુમાનજી, ધન માટે લક્ષ્મી, વિદ્યા માટે સરસ્વતી, વિનાશ માટે ભૈરવ, દુર્ગા, કાળી વગેરે દેવતા ઉપલબ્ધ છે. આવી જ રીતે કાર્યારંભ અને વિઘ્ન વિનાશ નું  “Department”   ગણપતિ દેવને આધીન છે. રિદ્ધિ અને સિદ્ધિ તેમની પત્નીઓ છે. રિદ્ધિનો અર્થ છે એવી સમૃદ્ધિ કે જે સંતોષદાયી અને સુખદાયી હોય. અને સિદ્ધિનો અર્થ છે કોઈ પણ કળા અથવા કૌશલને હસ્તગત કરવું. આમ સ્વાભાવિક રીતે જ એ સ્પષ્ટ થાય છે કે ગણપતિ દેવ રિદ્ધિ અને સિદ્ધિને પ્રાપ્ત કરવામાં આવતા વિઘ્નોનો નાશ કરે છે. જયારે એક સાધક અથવા યોગી પોતાની સાધના કરે છે ત્યારે હંમેશા તેને પોતાના સાધ્યને પ્રાપ્ત કરવામાં અનેક વિઘ્નો આવતા હોય છે. ઉદાહરણ તરીકે, પરમેશ્વર પ્રાપ્તિની સાધના કરી રહેલો યોગી જયારે પોતાની સદ્ધનાની મધ્યમાં હોય ત્યારે તેને ભ્રમિત કરવા વાળી અનેક સિદ્ધિઓ તેને મળતી હોય છે. આ સિદ્ધિઓ લોભામણી હોય ...

શું ભારતીય સમાજ એક બળાત્કારી સમાજ છે? કે પછી સ્વપિડનવૃત્તિ થી ગ્રસિત એક મનોરોગી છે?

છબી
રક્ષાબંધનનો દિવસ હતો.  Whatsapp ઉપર ભાઈ-બહેન ના પ્રેમ અને સંસ્કૃતિના ગુણગાન ગાતા મેસેજ દિવસને ભાવનાત્મક બનાવી રહ્યા હતા. અને એટલામાં જ એક મેસેજ કૈક આવો આવી ગયો.... આ એક જ મેસેજ નહોતો. આવા અનેક મેસેજો આવ્યા જેમાં કેવી રીતે ભારતમાં મહિલાઓનું નિરંતર ઉત્પીડન થઇ રહ્યું છે એના વિષે આપણને  "જાગૃત"  કરવામાં આવી રહ્યા હતા! હવે સ્વાભાવિક રીતે પ્રશ્ન એ થાય કે શું ભારતીય સમાજ ખરેખર એટલો નીચ અને પિશાચી છે કે આપણાથી આપણા તહેવારો ઉપર પણ પોતાને લજ્જિત કાર્ય વગર રહી શકાતું નથી? શું આપણે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારે પણ પોતાને ક્ષોભમાં મુક્યા વગર નથી રહી શકતા? આપણા આ વ્યવહારના બે કારણો હોઈ શકે... ૧.  કાં તો આપણે એક નિર્લજ્જ બળાત્કારી સમાજ છીએ કે જેને રોજ રોજ બળાત્કારો ના કરવા માટે સમજાવવું પડે છે. ૨.  કાં તો આપણો સમાજ સ્વપિડનવૃત્તિથી ગ્રસિત છે માટે આપણને સ્વયંની જ આલોચના કરવામાં મજા આવે છે. હવે આપણે થોડુંક જમીની વાસ્તવિકતાઓ ઉપર દ્રષ્ટિપાત કરી લઈએ.... વિવિધ દેશોના અનેક વિષયોના સર્વેક્ષણ અને તેમની તુલના કરતી એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વમાં થતા બળાત્કારોના વિષય ઉપર એક સર્વેક્...

બ્રિટનનું યુરોપિયન યુનિયનથી (EU) બહાર નીકળવું (Brexit), અને તેના પરિણામો

  બ્રિટન યુરોપિયન યુનિયનથી બહાર શા માટે થઇ ગયું? આના પરિણામ શું આવી શકે છે? આ પ્રશ્નનો ઉત્તર સમજતા પહેલા આપણે સમયના રથના પૈડાને ઉલટા ઘુમાવીને ૧૯૪૭ માં લઇ જઈએ, કે જયારે ભારત દેશ બ્રિટનના પિશાચી સાશનથી સ્વતંત્ર થઇ રહ્યો હતો. એ સમયે કહેવાતી અહિંસાને કારણે નહિ, પરંતુ ભારતીય સેના દ્વારા વિદ્રોહ કરવાને કારણે ભયભીત થઈને અંગ્રેજોને સ્વતંત્રતા દેવી પડી રહી હતી. આ વાતથી ચિડાઈને તત્કાલીન બ્રિટીશ પ્રધાનમંત્રી અને બંને વિશ્વયુદ્ધના ખલનાયક એવા વિન્સ્ટન ચર્ચિલે નીચે મુજબ કહ્યું.... "ભારતીય લોકો સાશન કરવા માટે સક્ષમ નથી, તેઓ સાશિત થવાને જ લાયક છે. થોડા જ સમયમાં તેઓ આપણી પાસે આવશે અને બ્રિટનને ફરીથી પોતાનો સ્વામી બનાવવા માટે ભીખ માંગશે" બ્રિટન નો આ અહંકાર માત્ર ભારત માટે નહતો. વિશ્વના બધા સમુદાયો પ્રતિ નીચપણું દેખાડવું એ બ્રિટન નો સ્વભાવ બની ગયો હતો. પોતે રાજાશાહીમાં રહેવાને કારણે જયારે ફ્રાંસના લોકોએ પોતાના ક્રૂર રાજા વિરુદ્ધ ક્રાંતિ ચલાવી ત્યારે અંગ્રેજોએ ફ્રાન્સીસીઓ વિરુદ્ધ વિશ્વભરમાં ઘૃણા ફેલાવી અને એવું દર્શાવ્યું કે એ લોકો અત્યંત અસહિષ્ણુ  છે. જયારે અમેરિકાએ બ્રિટન થી સ્વતંત્રતા છીનવી લ...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા