પોસ્ટ્સ

હિન્દૂ વિચાર લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

વેદ માનવનિર્મિત નહિં, અપૌરુષેય અને નિત્ય છે: એક તાર્કિક વિવેચન

ઘણા એવા હિન્દુ વિચારકો છે, જેઓ આ બાબતે ખૂબ જ મૂંઝવણમાં રહે છે કે વાસ્તવમાં હિન્દુ કોણ છે અને કોણ હિન્દુ નથી? આવા કહેવાતા વિચારકોએ ક્યારેય હિન્દુ શાસ્ત્રોનો ગંભીરતાથી અભ્યાસ કર્યો જ નથી. જો કર્યો હોત, તો તેઓ જાણતા હોત કે હિન્દુ એ જ છે, જે વેદોને સર્વોચ્ચ, સાર્વભૌમ, દિવ્ય અને અપૌરુષેય માને છે. જે આવું માનતા નથી, તેઓ હિન્દુ જ નથી. 'પૌરુષેય'નો અર્થ થાય છે, જેની રચના કોઈ પુરુષે – એટલે કે મનુષ્યે – કરી હોય. વેદ અપૌરુષેય છે. વળી, વેદોના પરિપ્રેક્ષ્યમાં 'પુરુષ'નો અર્થ માત્ર મનુષ્ય જ નહીં, પરંતુ કોઈપણ જીવાત્મા, એટલે કે દેવતા પણ થાય છે. તેથી અપૌરુષેયનો અર્થ એવો થાય છે કે જેની રચના કોઈ દેવતાએ પણ કરી નથી. એટલે કે વેદ સ્વયંભૂ છે. શાસ્ત્રો અનુસાર સૃષ્ટિના ઉદયની સાથે જ, એટલે કે બ્રહ્માજીની ઉત્પત્તિની સાથે જ વેદોનો ઉદય થાય છે અને સૃષ્ટિના લયની સાથે જ તેમનો પણ લય થઈ જાય છે. આ દરમિયાન સૃષ્ટિના આરંભમાં ઋષિઓ વેદમંત્રોનું દર્શન કરે છે અને તેમનું સંકલન કરે છે. તેથી તેમને 'મંત્રદ્રષ્ટા' કહેવામાં આવે છે. આ તો થઈ પરંપરાગત વિચારોની વાત. પરંતુ આ વિચારધારાને પડકારનારા કહેવાતા હિન્દુ વિચારક...

ભાષાની ઉત્પત્તિ : શું પ્રથમ ભાષા મનુષ્યોએ બનાવી કે દેવતાઓએ આપી?

આપણે માનીએ છીએ કે વેદ અપૌરુષેય છે, એટલે કે મનુષ્ય દ્વારા રચાયેલા નથી. તેઓ સૃષ્ટિની સાથે જ પ્રગટ થાય છે અને સૃષ્ટિના લયની સાથે જ લય પામે છે. આ સિદ્ધાંત ખૂબ જ સરળતાથી સાબિત કરી શકાય તેમ છે (વાંચો વેદ માનવનિર્મિત નહિં, અપૌરુષેય અને નિત્ય છે: એક તાર્કિક વિવેચન ). પરંતુ તેની સાથે જ સંસ્કૃત ભાષા પણ અપૌરુષેય બની જાય છે, કારણ કે વેદોની રચના સંસ્કૃત ભાષામાં જ થઈ છે. આપણે તો સંસ્કૃતને 'દેવભાષા' જ માનીએ છીએ, એટલે કે દેવતાઓ જે ભાષા બોલે છે તે ભાષા. આવી ભાષાની રચના મનુષ્યે કરી હોય એવો પ્રશ્ન જ ઊભો થતો નથી. તેમ છતાં આધુનિક ભાષાવિદોનો મત આનાથી તદ્દન વિપરીત છે. ચાલો, જોઈએ કે આધુનિક ભાષાવિદો શું કહે છે. ૧. બધી ભાષાઓનું મૂળ સંસ્કૃત નથી. ૨. બધી ભાષાઓ મનુષ્યો દ્વારા ક્રમશઃ, સમય સાથે વિકસાવવામાં આવી છે. (Evolution of Languages) ૩. કેટલાક ભાષાવિદો માને છે કે પશુ-પક્ષીઓના અવાજો સાંભળીને મનુષ્યોએ પ્રથમ અક્ષરો બનાવ્યા. ઉપરોક્ત તમામ વિચારો નિરાધાર અને મનઘડંત તો છે જ, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ અશક્ય છે. આ સમગ્ર વિષય પર સ્વામી કરપાત્રી મહારાજે એક અત્યંત ઉત્તમ સંશોધનલેખ લખ્યો છે. તે લેખનો સંક્ષિપ્ત...

તારકાસુર - એક સમુચિત અને પ્રાસંગિક દ્રષ્ટિકોણ

શાસ્ત્રોનું નિયમિત અધ્યયન કરવું અત્યંત આવશ્યક છે. જેઓ એવું કરે છે તે બધાનો એવો અનુભવ રહ્યો છે કે જ્યારે જ્યારે તેઓ એક જ ગ્રંથ વારંવાર વાંચે છે, ત્યારે દરેક વખતે કોઈ ને કોઈ એવી નવી વાત સામે આવી જાય છે કે તમારા જ્ઞાનના ચક્ષુ અચાનક જ ખૂલી જાય છે, અને આ જગતને જોવાનો તમારો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. માતા વરાંગી અને દૈત્ય વજ્રાંગના પુત્ર, તારકાસુરની કથા આમ તો પ્રચલિત અને બહુ જાણીતી છે, પરંતુ શિવપુરાણ વાંચતા વાંચતા આજે એક સાવ અલગ જ દૃષ્ટિકોણ મળી ગયો. તારકાસુર એક અત્યંત બળશાળી દૈત્ય હતો જેનો એક જ ધ્યેય હતો, દેવતાઓને પરાસ્ત કરવાનો! અસુરો આમ તો દેવતાઓથી ક્યારેય જીતી શકતા નથી, એટલા માટે તેમણે અત્યંત કઠોર તપશ્ચર્યા કરીને દેવતાઓ કરતાં પણ મોટી શક્તિઓ, એટલેકે બ્રહ્મા, વિષ્ણુ, શિવ જેવા ઈશ્વર પાસેથી વરદાન પ્રાપ્ત કરવા પડે છે. પરંતુ અસુરો પરિશ્રમ કરવામાં ક્યારેય પાછીપાની કરતા નથી. અત્યંત કઠોરમાં કઠોર તપસ્યા કરીને તારકાસુરે ભગવાન બ્રહ્માજી પાસેથી એવું વરદાન મેળવી લીધું કે તે ત્રિલોકમાં સૌથી વધુ બળશાળી બની જાય અને તેનું મૃત્યુ માત્ર શિવજીના વીર્યથી ઉત્પન્ન થયેલા પુત્ર દ્વારા જ થઈ શકે. આવું વરદાન તેણે એટલા મા...

કર્મ સિદ્ધાંત - ભાગ 6 - માનસિક કર્મોનું ફળ કેવી રીતે મળે છે?

છબી
આ લેખ શ્રેણીના પાછલા અંકમાં આપણે જોયું: કર્મ સિદ્ધાંત - ભાગ 5 - ભાગ્ય વધુ બળવાન કે કર્મ? કર્મોથી મુક્તિ કઈ રીતે મળે? શા માટે ભક્તો વધુ દુઃખી હોય છે? આ લેખમાં આપણે જોઈશું કે: માનસિક કર્મોની શું ગતિ હોય છે? શું કોઈને મનમાં ભાંડવાથી, કોઈનું અહિત ઇચ્છવાથી, કે મનોમન ભગવાનનું સ્મરણ કરવાથી ફળ મળે છે? શું ઓનલાઇન હિંસક વિડીયો ગેમ રમવાથી કે હસ્તમૈથુન કરવાથી પાપ લાગે છે? -------------------------------------------------------------------------------- માનસિક કર્મોની શું ગતિ હોય છે? આપણે અગાઉ જોયું એમ કર્મની ગતિ બહુ ગહન હોય છે. પણ માનસિક કર્મોની ગતિ તો એનાથી પણ વધુ ગહન હોય છે. શાસ્ત્રોના સામાન્ય નિયમ પ્રમાણે જોઈએ તો કોઈપણ કર્મ પાછળની ભાવના જ કર્મનું કેવું ફળ મળશે એ નક્કી કરે છે. કોઈપણ કર્મ મનમાં પહેલા થાય છે અને પછી ભૌતિક રીતે કરવામાં આવે છે. આ માટે મનથી કરેલા કર્મનું ફળ તો મળવાનું જ, ભલેને પછી ભૌતિક રીતે એ, કોઈપણ કારણસર, કરવામાં ના આવ્યું હોય. કોઈની હત્યા કરવાનું જો માનસિક કર્મ કર્યું હોય, પણ ભૌતિક રીતે ના કરી શકીએ, તો પણ એ માનસિક કર્મ તો થયું જ ગણાય. આ સાથે, શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું...

હાં. પ્રભુ શ્રી રામજીનો સીતા ત્યાગ યોગ્ય હતો. અને ઉત્તર રામાયણ પ્રક્ષિપ્ત નથી.

છબી
આજકાલ સામાન્ય લોકોની તો શું વાત કરવી, કેટલાક ધર્માચાર્યો અને કથાવાચકો પણ કહેતા રહે છે કે રામજીએ સીતા માતાનો ત્યાગ ન કરવો જોઈએ. આપણા લાખો વર્ષોના ઇતિહાસમાં કોઈ પણ ગ્રંથમાં કે કોઈ પણ માન્ય સંપ્રદાયના આચાર્યએ આવું ક્યારેય નથી કહ્યું, પરંતુ આજના આ કહેવાતા મહાજ્ઞાની લોકો - નારીવાદીઓના પ્રભાવ હેઠળ આવીને - અનર્ગળ બકવાસ કરી રહ્યા છે, કારણ કે તેમની પાસે શાસ્ત્રોને સમજવાની યથાર્થ દૃષ્ટિ નથી. ચાલો જોઈએ કે આ નિર્લજ્જ લોકો દ્વારા પ્રભુ શ્રી રામ પર કેવા કેવા આરોપો લગાવવામાં આવે છે. ------------------------------------------------------------------ મારું પોતાનું મંતવ્ય સૌપ્રથમ હું મારું મંતવ્ય જણાવી દઉં. હું પ્રભુ શ્રી રામ અને માતા જાનકીનો - અને સમસ્ત પંચદેવોનો - ભક્ત છું. તેથી તેમણે કંઈ પણ ખોટું કર્યું હોય એવું હું ન તો વિચારી શકું, ન માની શકું. ભગવાનના અવતારોની લીલા રસાસ્વાદન માટે હોય છે, ભાવવિભોર થવા માટે હોય છે, ભક્તિના સાગરમાં ડૂબી જવા માટે હોય છે... ટીકા-ટીપ્પણી, આલોચના, તર્ક-વિતર્ક-કુતર્ક કરવા માટે નહીં. અવતાર કંઈ પણ ખોટું કરતા નથી. દરેક હિન્દુનો આપણા શાસ્ત્રો પ્રત્યેનો દૃષ્ટિકોણ આવો જ હોવો જો...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા