ભારત-પાક વચ્ચે પરમાણું યુદ્ધની સંભાવના; વાસ્તવિકતા કે ધૂર્ત પાકિસ્તાનની ખંધાઈ?
હાલમાં જ થયેલ Surgical Strike થી ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંભવિત યુદ્ધની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચર્ચામાં થોડાઘણા જાણકાર લોકો પરમાણું યુદ્ધના ભયની ચર્ચા કરે છે. આવી ચર્ચાઓમાં ઘણા લોકો છાપેલા કાટલાં જેવા અમુક તર્કો આપે છે કે જેને સાંભળવાથી પ્રભાવી તો લાગે છે પરંતુ વાસ્તવિકતાની કસોટી ઉપર તેઓ નિરર્થક સિદ્ધ થતા હોય છે. આવો જોઈએ આ છાપેલા કાટલાં જેવા તર્કો ક્યા ક્યા છે. બે પરમાણું રાષ્ટ્રો વચ્ચે લડાઈ ના થવી જોઈએ કારણકે પરમાણું બોમ્બથી ખુબજ મોટા પ્રમાણમાં જાનહાની થાય છે. પાકિસ્તાનનો કોઈ આતંકવાદી ભારતમાં ઘૂસીને પરમાણું બોમ્બ ફોડી દેશે તો? પાકિસ્તાન એક ગાંડો દેશ છે અને તેમના સૈન્ય અધિકારીઓ પણ ગાંડા છે, આત્મઘાતી છે. અને પાછો પાકિસ્તાન એક ભિખારી દેશ છે. માટે તેમને કશું પણ ગુમાવવાનું નથી. જયારે ભારત પાસે ઘણું બધું ગુમાવાનું છે. આવી પરિસ્થિતિમાં જો તેઓ હારવાની અણી ઉપર આવી જશે તો ભારત ઉપર પરમાણું હુમલો કરી દેશે. જો પાકિસ્તાને પહેલા પરમાણું હુમલો કરીને આપણા બધા પરમાણું બોમ્બ નષ્ટ કરી દીધા તો? પાકિસ્તાન પાસે Tactical Nuclear Bomb છે જેનો ઉપયોગ તેઓ સામાન્ય બોમ્બની જેમ કરી શકે છે કે...