પોસ્ટ્સ

2014 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

નેશન-રાષ્ટ્ર અને રીલીજીયન-સંપ્રદાય, ભ્રમણાની ભયંકરતા

"Nations  પછીની જો કોઈ સૌથી મોટી બીમારી હોય તો એ  Religions  છે ,  કારણકે તેઓ એવી વાતો માટે લડતા અને મારતા આવ્યા છે કે જેમાં કોઈને રસ નથી." - ઓશો વિશ્વમાં ઉપરાછાપરી બનતી ત્રાસવાદી ઘટનાઓને અનુલક્ષીને ઉપરનું અવતરણ હમણાં મારા ફેસબુકમાં વાંચવામાં આવ્યું. ખુબ ભવ્ય અને ખુબજ ઊંડા અર્થ વાળું આ વાક્ય છે. અને આ વાક્ય કોઈ ભારતીય દ્વારા જ કહી શકાય એમ હતું. ઓશોનાં ઉપદેશોમાં મને ઘણા ગુણદોષો વારંવાર દેખાય છે ,  પણ આ વાક્ય માટે તો એમને નતમસ્તક નમન કરવું પડે. સ્વામી વિવેકાનંદ પછી તેઓ એક માત્ર એવા નિર્ભીક પુરુષ થયા કે જેમણે પશ્ચિમી દુનિયાને અરીસો બતાવીને તેમના બિહામણા સ્વરૂપનો પરિચય કરાવ્યો. જે વિચારોની સ્પષ્ટતા અને નિર્ભીકતા આજના આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં પણ લોકોમાં જોવા નથી મળતી એ આ મહાપુરુષોએ બતાવી હતી. ઉપર તમે જોયું તેમ અવતરણનું ગુજરાતી કરતી વખતે મેં  ' Nation '  અને  'Religion'   નું ગુજરાતી નથી કર્યું. સામાન્ય રીતે  ' Nation'  નું ગુજરાતી  ' રાષ્ટ્ર '  અને   'Religion '  નું  ' ધર્મ/સંપ્રદાય '   કરવામાં આવે ...

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

  અગાઉ આપણે જોયું તેમ  શક્તિ માતા તો એક જ છે. આપણે આપણી શ્રદ્ધા અને જરૂરિયાત મુજબ તેના અલગ અલગ રૂપોને ભજીએ છીએ. જેમ એક સ્ત્રી એ પોતાના બાળકોની માતા, પતિ માટે પત્ની, પિતા માટે પુત્રી અને નોકર માટે માલિકણના રૂપમાં હોય છે એ જ રીતે આ ત્રીભુવની શક્તિ અલગ અલગ નામે ભજવાથી અલગ અલગ ફળ આપે છે. પછી એને દુર્ગા કહો, કાળી કહો, લક્ષ્મી કહો, સરસ્વતી કહો કે પછી સંતોષી માતા કહો. બધું જ હેમનું હેમ. પણ હા, જો શ્રદ્ધા પૂર્વક તેમનું આરાધન કરવામાં આવે તો તે તેના અલગ અલગ સ્વરૂપે અલગ અલગ એવા મનોવાંછિત ફળ જરૂર આપશે! તો હવે આપણે જોઈએ કે શક્તિની આરાધના કઈ રીતે કરવી. શક્તિની આરાધનાનો શ્રેષ્ઠ માર્ગ છે તેમના કોઈ ઇષ્ટ (તમને ગમતું) સ્વરૂપનું અનુષ્ઠાન કરવું. માતાના અનુષ્ઠાન કરવાથી ઈચ્છીત સિદ્ધિ તો પ્રાપ્ત થાય જ છે પરંતુ તેની આડપેદાશ રૂપે આરાધકની તેજસ્વીતા વધે છે અને આધ્યાત્મિક ઉન્નતી પણ થાય છે. ઈચ્છીત ફળની પ્રાપ્તિ માટે જે તે "ખાતાના અધ્યક્ષ" એવા માતાની સાધના કરવી જોઈએ. જેમકે ધન માટે લક્ષ્મી, વિદ્યા માટે સરસ્વતી અને શત્રુ વિનાશ માટે ચંડી. આ ઉપરાંત જન્મ કુંડળીના ગ્રહોની વિપરીત અસરને પણ ઉલટાવી શકાય છે. બધી જ દે...

નવરાત્રીમાં ગરબા રાસ શા માટે રમાય છે?

આપણે અગાઉની પોસ્ટમાં જોયું તેમ નવરાત્રી એ શક્તિની આરાધનાનો પર્વ છે. શિવ અને પાર્વતીના મિલનના પ્રતિક રૂપે આપણે આ તહેવાર ઉજવીએ છીએ. વળી શક્તિની આરાધના માટે આ દિવસો અતિ ઉત્તમ છે. માટે જેઓ શક્તિનું કોઈ સ્વરૂપ ગ્રહણ કરવા ઈચ્છે છે એ તો અનુષ્ઠાન કરીને પૂજા પાઠ કરે છે પરંતુ બાકી લોકો તો પાર્વતી અને શિવના મિલનનો ઉત્સવ મનાવે છે. શિવને રીઝવવા માટે પાર્વતીએ શિવની પાસે નૃત્ય કર્યું હતું. આ ઘટનાને પ્રતિક રૂપે રાખીને આપણા દેશમાં સ્ત્રીઓ દ્વારા લોક નૃત્યનો ચાલ પડ્યો. માટે નવરાત્રી વખતે શક્તિની ભક્તિ કરતા કરતા આપણે નૃત્ય કરીએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે નવરાત્રીના આપણા આધુનિક રાસ ગરબા એ માત્ર દેવીની આરાધના સાથે જોડાયેલા નથી. પણ એ કૃષ્ણ અને ગોપીઓની "રાસ લીલા" સાથે પણ જોડાયેલા જણાય છે. તો આ બંને નું મિશ્રણ કેવી રીતે થયું? આ વિષયમાં અનેક મત મતાંતરો વ્યાપેલા છે. પરંતુ પ્રચલિત મત પ્રમાણે કૃષ્ણ ભગવાન જયારે ગોકુળ છોડીને દ્વારકા (કે જે સૌરાષ્ટ્રમાં આવેલ છે) આવ્યા ત્યારે પોતાની સાથે બધી ગોપીઓને પણ લઇ આવ્યા અને દ્વારકા નગરી વસાવી. હવે કૃષ્ણ તો રાજકાજમાં પડી ગયા પછી રાસ લીલામાં ભાગ લેતા નહતા પણ ગોપીઓએ આ પર...

નવરાત્રીમાં "ગરબા માટલી" નું શું મહત્વ છે?

 નવરાત્રીમાં આપણે સૌએ કાણા કાણા વળી માટલી એટલે કે ગરબો તો જોયો જ હશે. ક્યારેય એવું વિચાર્યું કે આ ગરબાનું મહત્વ શું છે? તે શા માટે પૂજાય છે? ચાલો જોઈએ. આગલી પોસ્ટમાં જોયું તેમ શક્તિ, એટલે કે દેવી એક જ હોવા છતાં અનેક સ્વરૂપોમાં પૂજાઈ શકે છે. સાધક ને શક્તિનું જે સ્વરૂપ ઇષ્ટ હોય - એટલે કે ગમતું હોય - તે સ્વરૂપને ઇષ્ટ દેવી માનીને તેની આરાધના કરે છે. આ આરાધના દ્વારા તે મનોવાંછિત ફળ મેળવે છે. પરંતુ આ પ્રક્રિયામાં સાધક એ ભૂલી ના જવો જોઈએ કે તે આ સચરાચરમાં રહેલ અનંત શક્તિના એક અંશ માત્રને જ પૂજી રહ્યો છે. ખરેખર તો આ બ્રમ્હાંડમાં કોઈ એવું સ્થાન નથી કે જ્યાં શક્તિ કોઈ ને કોઈ સ્વરૂપે વિદ્યમાન નથી. એ તો એક જ શક્તિના અલગ અલગ સ્વરૂપ હોવાને કારણે અલગ અલગ ભાસે છે. જેમ સોનાને બંગડીનો ઘાટ આપો તો એ બંગડી બની જાય અને વીંટીનો ઘટ આપો તો એ વીંટી બની જાય. છતાં અંતે તો મૂળ સોનું જ છે અને જયારે પણ એને ઓગાળવામાં આવશે ત્યારે એ ફરીથી સોનું જ બની જશે. એ જ રીતે અલગ અલગ ભાસતી શક્તિઓ/દેવીઓ જેમકે સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા, ગાયત્રી વગેરે અંતે તો મૂળ આદિ શક્તિ જ છે. હવે મૂળ વાત ઉપર આવીએ. અગાઉ કહ્યું તેમ સાધના કરનાર સા...

નવરાત્રી શા માટે ઉજવાય છે?

 મિત્રો આપણે એ તો જાણીએ છીએ કે નવરાત્રી એ શક્તિની આરાધનાનો પર્વ છે. આમતો આપણે સૌ સામાન્ય રીતે નવરાત્રીને ગરબા રાસ રમવા પુરતું જ મહત્વ આપીએ છીએ પરંતુ આગલી પોસ્ટમાં આપણે જોયું તેમ આ પર્વ દેવીના અલગ અલગ રૂપોની આરાધના કરવા માટે બનેલો છે. આપણે નવરાત્રીમાં રાસ ગરબા શા માટે રમીએ છીએ એ વળી એક અલગ ચર્ચાનો વિષય છે જે આપણે હવે પછીની પોસ્ટમાં જોઈશું. પણ અત્યારે તો આપણે એટલું સમજીને ચાલીએ કે નવરાત્રી એ શક્તિની ઉપાસનાનો પર્વ છે. તો અહી આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે શક્તિ એટલે શું? એની ઉપાસના કરવાથી શું લાભ? પરાપૂર્વથી ચાલી આવતી આ પરંપરાની પાછળનો ગુઢાર્થ શું હોઈ શકે? આ પ્રશ્નોના જવાબ આપવા માટે થોડી માંડીને વાત કરવી પડે એમ છે. વિષય થોડો લાંબો છે માટે હું તેને બને એટલો રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કરીશ. આપણા શાસ્ત્રોમાં એમ કહેવામાં આવ્યું છે કે ઈશ્વર એક છે અને બધી જ જીવ અને અજીવ વસ્તુઓમાં એનો જ વાસ છે અને વળી બધી જ વસ્તુઓ અને તેના સ્વભાવ પણ એક જ ઈશ્વર ને કારણે છે. આ આખું દૈદીપ્યમાન બ્રમ્હાંડ એ ઈશ્વરનું માત્ર એક પ્રત્યક્ષ સ્વરૂપ છે. પરંતુ ઈશ્વર પોતે તો અપ્રત્યક્ષ અને અવ્યક્ત છે. તો અહી પ્રશ્ન એમ થાય કે જ...

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

મિત્રો નવરાત્રીના પર્વો આજથી શરુ થઇ રહ્યા છે. આ નવો બ્લોગ ચાલુ કરવા માટે આનાથી સારો દિવસ કયો હોઈ શકે? નવરાત્રીથી શરૂઆત થાય છે તો પહેલી પોસ્ટ નવરાત્રી ઉપર જ હોવી જોઈએ, નહિ કે? આપણા ગુજરાતીઓ માટે મોટે ભાગે એક જ નવરાત્રીનું મહત્વ હોય છે. પણ શું તમે જાણો છો કે એક વર્ષમાં કુલ પાંચ નવરાત્રી આવે છે? આ પાંચ નવરાત્રી નીચે મુજબ છે. ૧. વસંત નવરાત્રી આ નવરાત્રી વસંત ઋતુમાં આવે છે. વસંત ઋતુ  ચૈત્ર મહિનામાં આવે છે.  સામાન્ય રીતે  ચૈત્ર મહિનો અંગ્રેજી મહિના પ્રમાણે માર્ચ અને અપ્રિલ વચ્ચે આવે છે. ૨. ગુપ્ત નવરાત્રી અષાઢ નવરાત્રી તરીકે પણ ઓળખાતી આ નવરાત્રી તેના નામ પ્રમાણે અષાઢ મહિનામાં આવે છે. અંગ્રેજી મહિના પ્રમાણે જુન અને જુલાઈની વચ્ચે આવે છે. ૩. શરદ નવરાત્રી શરદ ઋતુ એટલે કે શિયાળો શરુ થવાની ઋતુમાં આવતી આ નવરાત્રીનું મહત્વ ખુબ છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર માં આવતી આ નવરાત્રી દેશમાં સૌથી વધુ ઉજવાય છે. ગુજરાતમાં ગરબા દ્વારા માતાજીની સ્થાપના કરીને તો બંગાળમાં દુર્ગાપૂજા દ્વારા આ તહેવાર ભવ્ય રીતે ઉજવાય છે. ૪. પોષ નવરાત્રી તેના નામ પ્રમાણે આ નવરાત્રી પોષ મહિનામાં આવે છે. અંગ્રેજી મહિના પ્રમાણે આ નવ...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

જુના લેખો