પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

સામાન્ય લોકો એમ માનતા હોય છે કે સંતાન ૮ થી ૧0 વર્ષનું થાય ત્યારેજ સંસ્કાર સિંચન શરુ થઇ શકે છે, ત્યાં સુધી બહુ નાના હોય છે. આવું માનનાર લોકો એ વાત જાણી લે કે બાળક જયારે જન્મે છે ત્યારે જ ૮0% નક્કી થઇ જાય છે કે એ કેવું જીવન જીવશે. માત્ર ૬ વર્ષનું થાય ત્યાં સુધીમાં તેનું ૯૦% જીવન નક્કી થઇ જાય છે. બાકીના જીવનમાં એ જે સંસ્કારો મેળવે છે તે માત્ર ૧૦% જ અસર કરતા હોય છે. માટે ગર્ભસંસ્કાર એ વ્યક્તિનિર્માણના બીજા કોઈપણ આયામ કરતા અનેક ગણા મહત્વનાં છે. સંતાન કઈ નિશાળમાં ભણશે, કેવા સમાજમાં રહેશે એ બધી તો સાવ ક્ષુલ્લક બાબતો છે. સામાન્ય રીતે ગર્ભસંસ્કારને માત્ર આયુર્વેદનો જ વિષય માનવામાં આવે છે. ગર્ભસંસ્કાર એ પ્રક્રિયા છે કે જેના દ્વારા એક ઉત્તમ કોટિનું સંતાન પ્રાપ્ત કરી શકાય છે. આયુર્વેદનો આ વિષય અત્યંત ઊંડો છે, અને જો તેને સારી રીતે અનુસરવામાં આવે તો અવશ્ય ઈચ્છિત સંતાન પ્રાપ્તિ થઇ શકે છે. આયુર્વેદની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર કઈ રીતે કરવા એ વિષે અનેક પુસ્તકો લખાયેલા છે અને ભરપુર માત્રામાં સંશોધનાત્મક સાહિત્ય મળી આવે છે. માટે અહીં એ વિષયની ચર્ચા નહિ કરીએ. આ ઉપરાંત આધ્યાત્મિક શાસ્ત્રોમાં (વેદો અને પુરાણોમાં...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા