પોસ્ટ્સ

સામરીક લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભૂત પ્રેત પિશાચનું રહસ્ય - ભાગ 1

ભૂત, પ્રેત અને પિશાચમાં શું તફાવત છે? સામાન્ય રીતે આ ત્રણેય શબ્દોનો ઉપયોગ અભેદ રૂપે કરવામાં આવે છે. પરંતુ કોઈ પણ બે શબ્દોનો અર્થ ક્યારેય એકસરખો નથી હોતો. પર્યાયવાચી હોઈ શકે છે, પરંતુ સમાનાર્થી ક્યારેય નથી હોતા. પ્રેત : આ એ જ ભટકતી આત્મા છે જેને આપણે ભૂત-પ્રેત કહીને ઓળખીએ છીએ. આ આત્માઓ સારી, ખરાબ કે નિષ્ક્રિય હોઈ શકે છે. પિશાચ : આ પણ પ્રેત જ હોય છે, પરંતુ આ આત્માઓ ખરાબ હોય છે. મોટાભાગે પિશાચ અન્ય કેટલીક નબળી આત્માઓને વશમાં કરીને પોતે બળવાન બનાવીને લોકોને પીડા આપે છે. હા, પ્રેતયોનિમાં પણ ગુંડાગીરી અને સામ્રાજ્ય હોય છે. ભૂત : આ વાસ્તવમાં શિવગણ હોય છે. કોઈના કુકર્મોની સજા આપવા માટે શરીરમાં પ્રવેશીને પીડા આપે છે. આથી જ શિવજી ભૂતનાથ કહેવાય છે. જો શબ્દોને યોગ્ય રીતે સમજીશું તો કર્મોના ફળને સરળતાથી સમજી શકીશું. પ્રીતુનું જીવન કેવું હોય છે? સામાન્ય રીતે લોકો એવું માને છે કે ભગવાનની માયા જીવને મનુષ્ય રૂપમાં જ લાગે છે. જીવનું મૃત્યુ થઈ જાય ત્યારે માયા ભૂલાઈ જાય છે. આથી પ્રેતો સર્વજ્ઞાની હોય છે અને પોતાના કર્મો પર પસ્તાવો કરે છે. પરંતુ આવું મોટાભાગના પ્રેતોની સાથે નથી થતું. એ સમજવું જરૂરી છે કે પ્...

ભારત-પાક વચ્ચે પરમાણું યુદ્ધની સંભાવના; વાસ્તવિકતા કે ધૂર્ત પાકિસ્તાનની ખંધાઈ?

છબી
  હાલમાં જ થયેલ Surgical Strike થી ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંભવિત યુદ્ધની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચર્ચામાં થોડાઘણા જાણકાર લોકો પરમાણું યુદ્ધના ભયની ચર્ચા કરે છે. આવી ચર્ચાઓમાં ઘણા લોકો છાપેલા કાટલાં જેવા અમુક તર્કો આપે છે કે જેને સાંભળવાથી પ્રભાવી તો લાગે છે પરંતુ વાસ્તવિકતાની કસોટી ઉપર તેઓ નિરર્થક સિદ્ધ થતા હોય છે. આવો જોઈએ આ છાપેલા કાટલાં જેવા તર્કો ક્યા ક્યા છે. બે પરમાણું રાષ્ટ્રો વચ્ચે લડાઈ ના થવી જોઈએ કારણકે પરમાણું બોમ્બથી ખુબજ મોટા પ્રમાણમાં જાનહાની થાય છે. પાકિસ્તાનનો કોઈ આતંકવાદી ભારતમાં ઘૂસીને પરમાણું બોમ્બ ફોડી દેશે તો? પાકિસ્તાન એક ગાંડો દેશ છે અને તેમના સૈન્ય અધિકારીઓ પણ ગાંડા છે, આત્મઘાતી છે. અને પાછો પાકિસ્તાન એક ભિખારી દેશ છે. માટે તેમને કશું પણ ગુમાવવાનું નથી. જયારે ભારત પાસે ઘણું બધું ગુમાવાનું છે. આવી પરિસ્થિતિમાં જો તેઓ હારવાની અણી ઉપર આવી જશે તો ભારત ઉપર પરમાણું હુમલો કરી દેશે. જો પાકિસ્તાને પહેલા પરમાણું હુમલો કરીને આપણા બધા પરમાણું બોમ્બ નષ્ટ કરી દીધા તો? પાકિસ્તાન પાસે  Tactical Nuclear Bomb  છે જેનો ઉપયોગ તેઓ સામાન્ય બોમ્બની જેમ કરી શકે છે કે...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા