શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?
અગાઉ આપણે જોયું તેમ શક્તિ માતા તો એક જ છે. આપણે આપણી શ્રદ્ધા અને જરૂરિયાત મુજબ તેના અલગ અલગ રૂપોને ભજીએ છીએ. જેમ એક સ્ત્રી એ પોતાના બાળકોની માતા, પતિ માટે પત્ની, પિતા માટે પુત્રી અને નોકર માટે માલિકણના રૂપમાં હોય છે એ જ રીતે આ ત્રીભુવની શક્તિ અલગ અલગ નામે ભજવાથી અલગ અલગ ફળ આપે છે. પછી એને દુર્ગા કહો, કાળી કહો, લક્ષ્મી કહો, સરસ્વતી કહો કે પછી સંતોષી માતા કહો. બધું જ હેમનું હેમ. પણ હા, જો શ્રદ્ધા પૂર્વક તેમનું આરાધન કરવામાં આવે તો તે તેના અલગ અલગ સ્વરૂપે અલગ અલગ એવા મનોવાંછિત ફળ જરૂર આપશે! તો હવે આપણે જોઈએ કે શક્તિની આરાધના કઈ રીતે કરવી. શક્તિની આરાધનાનો શ્રેષ્ઠ માર્ગ છે તેમના કોઈ ઇષ્ટ (તમને ગમતું) સ્વરૂપનું અનુષ્ઠાન કરવું. માતાના અનુષ્ઠાન કરવાથી ઈચ્છીત સિદ્ધિ તો પ્રાપ્ત થાય જ છે પરંતુ તેની આડપેદાશ રૂપે આરાધકની તેજસ્વીતા વધે છે અને આધ્યાત્મિક ઉન્નતી પણ થાય છે. ઈચ્છીત ફળની પ્રાપ્તિ માટે જે તે "ખાતાના અધ્યક્ષ" એવા માતાની સાધના કરવી જોઈએ. જેમકે ધન માટે લક્ષ્મી, વિદ્યા માટે સરસ્વતી અને શત્રુ વિનાશ માટે ચંડી. આ ઉપરાંત જન્મ કુંડળીના ગ્રહોની વિપરીત અસરને પણ ઉલટાવી શકાય છે. બધી જ દે...