પોસ્ટ્સ

શિક્ષણ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૬

  ભાગ ૬ ભાગ ૧ માટે અહી ક્લિક કરો  ભાગ 2 માટે અહી ક્લિક કરો  ભાગ 3 માટે અહી ક્લિક કરો  ભાગ ૪ માટે અહી ક્લિક કરો  ભાગ ૫ માટે અહી ક્લિક કરો  સમય અંગ્રેજોની સાથે ચાલી રહ્યો હતો. ૧૮૩૦ના વર્ષથી મેકોલેએ જયારે પોતાની સ્કૂલો શરુ કરી હતી ત્યારે લગભગ બધા વર્ણોના લોકો આર્થિક અને સામાજિક રીતે સંપન્ન અને સુખી હતા. સમાજમાં શૌચ ના પ્રયોજનથી અસ્પૃશ્યતાનું ચલણ હતું ખરું પરંતુ એકબીજાની કોઈ ઈર્ષા કરતુ નહોતું. બધા સમાજ પોતપોતાના પરંપરાગત વ્યવસાય કરીને સહજીવન જીવતા હતા અને જેઓ પોતાનું વર્ણ બદલવા માગતા હતા તેઓ સહજતાથી વર્ણ બદલી નાખતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલી જવાની હતી. ૫૦ વર્ષના અંગ્રેજ સાશને દેશને અત્યંત દરિદ્ર બનાવી દીધો હતો. આર્થિક સંપાદાઓ નાશ પામી રહી હતી. સમાજમાં આર્થિક હિતો માટે આંતરકલહ વધી રહ્યો હતો.   આ સમયે ઉત્તર ભારતના બ્રમ્હાણ સમુદાયને અંગ્રેજો દ્વારા મળેલું શિક્ષણ કામ આવી રહ્યું હતું. બ્રમ્હાનોને પોતાના અંગ્રેજી શિક્ષણને લીધે ઉચ્ચ પદ મળી રહ્યા હતા અને આર્થિક સ્થિતિ પણ સુધરી રહી હતી.   આર્થિક સંપન્નતાને કારણે પોતાના પરંપરાગત વ્યવસાય ઉપરાંત હવે તેઓ પ્રશાશ...

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૫

  ભાગ ૫ ભાગ ૧ માટે અહી ક્લિક કરો  ભાગ 2 માટે અહી ક્લિક કરો  ભાગ 3 માટે અહી ક્લિક કરો  ભાગ ૪ માટે અહી ક્લિક કરો  હવે આર્થિક રીતે ક્ષીણ થયેલા, અને શૈક્ષણિક રીતે દરિદ્ર થયેલા ભારતીયોને માત્ર પશ્ચિમી રંગે રંગવાનું કામ બાકી રહ્યું હતું. સન ૧૮૩૬ માં જયારે મેકોલેએ ભારતમાં ઘણી અંગ્રેજી સ્કૂલોની સ્થાપના કરી દીધી હતી ત્યારે તે પોતાના કાર્યથી ખુબ ઉત્સાહિત થઈને એવું માનવા લાગ્યો કે એનું કામ હવે ખુબ સરળ છે. આ જ સમયે તે પોતાના પિતાને પત્ર લખીને કહે છે કે... "આપણી અંગ્રેજી સ્કૂલો ધૂમધામ થી ચાલી રહી છે. હવે તો બધાને પુરતું પ્રક્શીક્ષણ આપવું પણ અઘરું પડી રહ્યું છે. હિંદુઓ ઉપર આપણા શિક્ષણનો ખુબ ઊંડો પ્રભાવ પડી રહ્યો છે. એવો કોઈ હિંદુ નથી કે જે આપણું શિક્ષણ મેળવ્યા પછી ખરી રીતે પોતાના ધર્મથી જોડાયેલો હોય. હું એવું સ્પષ્ટપણે માનું છું કે શિક્ષણ વિશેની આપણી યોજનાઓને જો પુરતું પ્રોત્સાહન આપવામાં આવશે તો આજથી ૩૦ વર્ષ પછી એક પણ મૂર્તિપૂજક (હિંદુ) નહિ રહે. અને આ બધું તેમને ઈસાઈ બનાવવાનો કષ્ટ ઉઠાવ્યા વિના જ થઇ શકશે. હું એ દિવસના વિચાર માત્ર થી અતિ ઉત્સાહિત થઇ જાઉં છું." આવા જ આત્મવિશ્વાસ...

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ४

  ભાગ ४ ભાગ ૧ માટે અહી ક્લિક કરો  ભાગ 2 માટે અહી ક્લિક કરો  ભાગ 3 માટે અહી ક્લિક કરો  Indian Education Board  ના ચેરમેન મેકોલેએ 19મી સદી ના પ્રારંભ થી જ દેશમાં ખ્રિસ્તી મિશનરીઓ ની સ્થાપના શરુ કરી દીધી હતી. પરંતુ માત્ર ખ્રિસ્તી સ્કૂલો બનાવવાથી કામ પૂરું થઇ જવાનું નહોતું. પરાપૂર્વ થી ચાલી આવતી ભારતીય શિક્ષણ પ્રણાલી ને મીટાવવા માટે સર્વપ્રથમ તો ગામડે ગામડે ફેલાયેલી દેસી પાઠશાળાઓ ને ધ્વસ્ત કરવી અનિવાર્ય હતી. આ માટે મેકોલેએ એવો નિયમ બનાવ્યો કે જે પાઠશાળાઓ પાકી ઈમારતમાં બની ના હોય, કે અમુક વિદેશી વિષય ભણાવતી ના હોય એવી નિશાળો ગેરકાનૂની બની ગઈ. એ સમયની નિશાળો કોઈ ઝાડ નીચે ખુલ્લામાં ભણાવતી હતી અને ત્યાં જે કઈ પણ જ્ઞાન આપવામાં આવતું હતું તે પ્રત્યક્ષ અને પ્રાયોગિક (Practical) જ્ઞાન આપવામાં આવતું હતું. શિક્ષકો પણ માત્ર દેશી વિષયો જ જાણતા હતા. માટે આ તમામ નિશાળો બંધ થઇ ગઈ. પાકી નિશાળો ઉપરાંત એક બીજો પણ નિયમ અંગ્રેજો લાવ્યા કે જેણે ભારતની સમાજ વ્યવસ્થાની કમર તોડી નાખી. આપણે જેમ  ભાગ ૩  માં જોયું તેમ ગામડાઓની ૩૫ થી ૫૦% જમીન ખુલી છોડવામાં આવતી હતી. અંગ્રેજોએ આને ઘટા...

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૩

  ભાગ ૩ ભાગ ૧ માટે અહી ક્લિક કરો  ભાગ 2 માટે અહી ક્લિક કરો  હવે મેકોલે ભારતના Education Board નો ચેરમેન બની ગયો હતો. તરતજ મેકોલેએ પોતાનું અભિયાન ગતિમાન કરી દીધું અને ભારતમાં મિશનરી સ્કૂલોની સ્થાપના થવા લાગી. મેકોલેનો ઉદ્દેશ્ય ભારતીયોને માત્ર બ્રિટનના દાસ બનાવવાનો ન હતો, પરંતુ બધા ભારતીયોને ખ્રિસ્તી બનાવવાનો પણ હતો. મેકોલેનું આ અભિયાન ખુબ અઘરું હતું. મેકોલે ને એ વાત સમજતા વાર ન લાગી કે ભારતીય સમાજ માત્ર શિક્ષણના આધાર ઉપર નથી ટકી રહ્યો, પરંતુ તેની સમાજ વ્યવસ્થા જ એટલી મજબૂત છે કે જેને જરાસરખી હલાવવી પણ ખુબ અઘરી છે. પરાપૂર્વથી દેશના ગામડે ગામડે ૩૫% થી ૫૦% જેટલી જમીન ખુલી છોડવામાં આવતી હતી કે જેની માલિકી કોઈ એક વ્યક્તિની નહોતી, પરંતુ આખા ગામની તેના ઉપર સામુહિક માલિકી હતી. આ ભૂમિને ગોચરની ભૂમિ પણ કહેવામાં આવતી હતી. આ ભૂમિ ઉપર સામુહિક પ્રસંગ થતા હતા, ઔષધિઓ ઉગાડાતી હતી, ત્યોહારોની ઉજવણી થતી હતી, યાત્રીઓ માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી, જળાશય બનાવવામાં આવતા હતા, ગાયોને અને બીજા પાળીતા પશુઓને ત્યાં ચરાવવામાં આવતા હતા વગેરે. આ ભૂમિ ઉપર પાઠશાળા અને ગુરુકુળ પણ ચલાવવામ...

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

  ભાગ ૨ ભાગ ૧ માટે અહી ક્લિક કરો  ભારતના શૈક્ષણિક નિકંદનની આ કરુણ કથાનો આરંભ થાય છે ૧૮૩૫ થી કે જયારે લોર્ડ મેકોલે આખા ભારતનું સર્વેક્ષણ કરીને બ્રિટીશ સંસદમાં પોતાનો પ્રસ્તાવ મુકે છે. .. " હું ભારતના ખૂણે ખૂણે ફરીને આવ્યો છું અને મેં ત્યાં એકપણ વ્યક્તિ એવી નથી જોઈ કે જે ભિખારી હોય કે ચોર હોય. એટલી સંપત્તિ જોઈ છે, એટલા ઉચ્ચ આદર્શો જોયા છે, એટલા સક્ષમ લોકો જોયા છે, કે મને લાગે છે કે આપણે કોઈ દિવસ આ દેશ ઉપર રાજ ના કરી શકીએ. જો આ દેશને જીતવો હોય તો આપણે તેમની સભ્યતાના પાયામાં રહેલી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને તોડવી પડશે. એટલા માટે હું એવો પ્રસ્તાવ રજુ કરું છું કે એમની પારંપરિક શિક્ષણ પ્રણાલી અને સંસ્કૃતિને એવી રીતે બદલી નાખવામાં આવે કે જેનાથી તેઓ એવું વિચારતા થઇ જાય કે જે કાંઈ પણ વિદેશી છે એ બધું એમના પોતાનાથી ઉત્તમ અને મહાન છે. તેઓ પોતાનું આત્મસન્માન ખોઈ બેસશે, પોતાની પૌરાણિક સંસ્કૃતી ભૂલી જશે, અને અંતમાં તેઓ એ જ બની જશે તે આપણે તેમને બનાવવા છે.... એવું એક રાષ્ટ્ર કે જેની ઉપર આપણું સંપૂર્ણ પ્રભુત્વ હશે" . -- લોર્ડ થોમસ મેકોલે, બ્રિટીશ સંસદ, ૧૮૩૫ --------------------------...

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૧

ભાગ – ૧ “તમે અંગ્રેજોએ ભારતીય શિક્ષણ પ્રણાલીનું એક સુંદર વટવૃક્ષ કાપી નાંખ્યું છે, જેના કારણે આજનો ભારતીય સમાજ જેટલો ૧૦૦ વર્ષ પેલા નિરક્ષર હતો એના કરતા અનેક ગણો નિરક્ષર આજે છે”  – ગાંધીજી. આ શબ્દો હતા ૧૯૩૧માં, ગોળમેજી પરિષદમાં, ભારતનું નેતૃત્વ કરી રહેલા ગાંધીજી ના. બ્રિટીશ સાંસદ ફિલિપ હર્તોગે ગાંધીજીને તેમના આ કથનને તથ્યોના આધારે પુરવાર કરવા માટે પડકાર ફેંક્યો. ગાંધીજીએ કહ્યું કે તેઓ તેમનું કથન પુરવાર કરીને બતાવશે.   પરંતુ સમય સમાપ્ત થઇ ગયો હતો એટલે ગાંધીજી પોતાનું કથન પુરવાર ના કરી શક્યા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અંગ્રેજોએ ભારતમાં આવીને શિક્ષણ વ્યવસ્થાનો પાયો નાંખ્યો અને દેશને સાક્ષરતા પ્રદાન કરી. જયારે ગાંધીજી તો આ માન્યતાથી બિલકુલ વિપરીત વાત કરી રહ્યા હતા. એ તો કહી રહ્યા હતા કે અંગ્રેજોએ ભારતમાં આવીને ભારતીયોને નિરક્ષર બનાવી દીધા! દુર્ભાગ્યવશ ઇતિહાસે ત્યારબાદ ગાંધીજીને ક્યારેય એ મોકો ના આપ્યો કે તેઓ પોતાનું આ કથન પુરવાર કરી શકે. પરંતુ જે સત્ય હતું એ તો ક્યારેક ને ક્યારેક તો ઉજાગર થઈને જ રહેવાનું હતું. તો આવો જોઈએ કે ગાંધીજી પોતાના એ કથનમાં કેટલા સાચા હતા, અને અં...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા