પોસ્ટ્સ

2026 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વેદ માનવનિર્મિત નહિં, અપૌરુષેય અને નિત્ય છે: એક તાર્કિક વિવેચન

ઘણા એવા હિન્દુ વિચારકો છે, જેઓ આ બાબતે ખૂબ જ મૂંઝવણમાં રહે છે કે વાસ્તવમાં હિન્દુ કોણ છે અને કોણ હિન્દુ નથી? આવા કહેવાતા વિચારકોએ ક્યારેય હિન્દુ શાસ્ત્રોનો ગંભીરતાથી અભ્યાસ કર્યો જ નથી. જો કર્યો હોત, તો તેઓ જાણતા હોત કે હિન્દુ એ જ છે, જે વેદોને સર્વોચ્ચ, સાર્વભૌમ, દિવ્ય અને અપૌરુષેય માને છે. જે આવું માનતા નથી, તેઓ હિન્દુ જ નથી. 'પૌરુષેય'નો અર્થ થાય છે, જેની રચના કોઈ પુરુષે – એટલે કે મનુષ્યે – કરી હોય. વેદ અપૌરુષેય છે. વળી, વેદોના પરિપ્રેક્ષ્યમાં 'પુરુષ'નો અર્થ માત્ર મનુષ્ય જ નહીં, પરંતુ કોઈપણ જીવાત્મા, એટલે કે દેવતા પણ થાય છે. તેથી અપૌરુષેયનો અર્થ એવો થાય છે કે જેની રચના કોઈ દેવતાએ પણ કરી નથી. એટલે કે વેદ સ્વયંભૂ છે. શાસ્ત્રો અનુસાર સૃષ્ટિના ઉદયની સાથે જ, એટલે કે બ્રહ્માજીની ઉત્પત્તિની સાથે જ વેદોનો ઉદય થાય છે અને સૃષ્ટિના લયની સાથે જ તેમનો પણ લય થઈ જાય છે. આ દરમિયાન સૃષ્ટિના આરંભમાં ઋષિઓ વેદમંત્રોનું દર્શન કરે છે અને તેમનું સંકલન કરે છે. તેથી તેમને 'મંત્રદ્રષ્ટા' કહેવામાં આવે છે. આ તો થઈ પરંપરાગત વિચારોની વાત. પરંતુ આ વિચારધારાને પડકારનારા કહેવાતા હિન્દુ વિચારક...

ભાષાની ઉત્પત્તિ : શું પ્રથમ ભાષા મનુષ્યોએ બનાવી કે દેવતાઓએ આપી?

આપણે માનીએ છીએ કે વેદ અપૌરુષેય છે, એટલે કે મનુષ્ય દ્વારા રચાયેલા નથી. તેઓ સૃષ્ટિની સાથે જ પ્રગટ થાય છે અને સૃષ્ટિના લયની સાથે જ લય પામે છે. આ સિદ્ધાંત ખૂબ જ સરળતાથી સાબિત કરી શકાય તેમ છે (વાંચો વેદ માનવનિર્મિત નહિં, અપૌરુષેય અને નિત્ય છે: એક તાર્કિક વિવેચન ). પરંતુ તેની સાથે જ સંસ્કૃત ભાષા પણ અપૌરુષેય બની જાય છે, કારણ કે વેદોની રચના સંસ્કૃત ભાષામાં જ થઈ છે. આપણે તો સંસ્કૃતને 'દેવભાષા' જ માનીએ છીએ, એટલે કે દેવતાઓ જે ભાષા બોલે છે તે ભાષા. આવી ભાષાની રચના મનુષ્યે કરી હોય એવો પ્રશ્ન જ ઊભો થતો નથી. તેમ છતાં આધુનિક ભાષાવિદોનો મત આનાથી તદ્દન વિપરીત છે. ચાલો, જોઈએ કે આધુનિક ભાષાવિદો શું કહે છે. ૧. બધી ભાષાઓનું મૂળ સંસ્કૃત નથી. ૨. બધી ભાષાઓ મનુષ્યો દ્વારા ક્રમશઃ, સમય સાથે વિકસાવવામાં આવી છે. (Evolution of Languages) ૩. કેટલાક ભાષાવિદો માને છે કે પશુ-પક્ષીઓના અવાજો સાંભળીને મનુષ્યોએ પ્રથમ અક્ષરો બનાવ્યા. ઉપરોક્ત તમામ વિચારો નિરાધાર અને મનઘડંત તો છે જ, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ અશક્ય છે. આ સમગ્ર વિષય પર સ્વામી કરપાત્રી મહારાજે એક અત્યંત ઉત્તમ સંશોધનલેખ લખ્યો છે. તે લેખનો સંક્ષિપ્ત...

ગરબા રાસની ઉત્પત્તિ અને રહસ્ય

આ નવરાત્રી પર્વના સૌને જય અંબે 🙏 ગરબા તો લગભગ બધા રમે છે પણ એની ઉત્પત્તિ વિષે બહુ ઓછા લોકો જાણે છે. તો આવો જોઈએ કે ગરબાની ઉત્પત્તિ કેવી રીતે થઇ. ગરબો શું છે?  ગરબો શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃતના "ગર્ભ દીપ"  શબ્દથી થઇ છે. આપણા શરીરમાં જીવાત્મા રહેલો હોય છે જે વિવિધ ઈન્દ્રીઓ દ્વારા બાહ્ય જગત માટે પ્રકાશિત હોય છે. એ જ રીતે ગરબો એ એક અનેક કાણાઓ વાળી ગોળ માટલી હોય છે જેની અંદર દીવો પ્રગટાવેલો હોય છે. આ દીવાનો પ્રકાશ કાણાઓ દ્વારા બહાર ફેલાય છે. જો આ કાણા ના હોય તો પ્રકાશ બહાર ફેલાય નહીં , અને જો અંદર દીપ પ્રગટેલો ના હોય તો પણ પ્રકાશ ફેલાય નહિ. આ રીતે ગરબો એ આપણા શરીર અને અંતઃકરણનું પ્રતીક છે. આ ગરબો લઈને માતાજીના વિગ્રહની ફરતે એક વર્તુળમાં ફરીને નૃત્ય કરવામાં આવે છે. આ એ વાતનું પ્રતીક છે કે મનુષ્ય અનેક જન્મો સુધી આ સંસારમાં ફેરા ફર્યા કરે છે, અને આ સંસારની ધરી, એનું કેન્દ્રબિંદુ, એ આ આદ્યશક્તિ અંબે માતા જ છે.  ગરબા રાત્રે જ કેમ રમવામાં આવે છે? આપણી સંસ્કૃતિમાં ઘણા એવા તહેવારો છે જે કે રાત્રીપ્રધાન છે. જેમકે શિવરાત્રી, દિવાળી, કૃષ્ણ જન્માષ્ટમી અને નવરાત્રી. આ દિવસોમાં રાત્રિનો સમ...

તારકાસુર - એક સમુચિત અને પ્રાસંગિક દ્રષ્ટિકોણ

શાસ્ત્રોનું નિયમિત અધ્યયન કરવું અત્યંત આવશ્યક છે. જેઓ એવું કરે છે તે બધાનો એવો અનુભવ રહ્યો છે કે જ્યારે જ્યારે તેઓ એક જ ગ્રંથ વારંવાર વાંચે છે, ત્યારે દરેક વખતે કોઈ ને કોઈ એવી નવી વાત સામે આવી જાય છે કે તમારા જ્ઞાનના ચક્ષુ અચાનક જ ખૂલી જાય છે, અને આ જગતને જોવાનો તમારો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. માતા વરાંગી અને દૈત્ય વજ્રાંગના પુત્ર, તારકાસુરની કથા આમ તો પ્રચલિત અને બહુ જાણીતી છે, પરંતુ શિવપુરાણ વાંચતા વાંચતા આજે એક સાવ અલગ જ દૃષ્ટિકોણ મળી ગયો. તારકાસુર એક અત્યંત બળશાળી દૈત્ય હતો જેનો એક જ ધ્યેય હતો, દેવતાઓને પરાસ્ત કરવાનો! અસુરો આમ તો દેવતાઓથી ક્યારેય જીતી શકતા નથી, એટલા માટે તેમણે અત્યંત કઠોર તપશ્ચર્યા કરીને દેવતાઓ કરતાં પણ મોટી શક્તિઓ, એટલેકે બ્રહ્મા, વિષ્ણુ, શિવ જેવા ઈશ્વર પાસેથી વરદાન પ્રાપ્ત કરવા પડે છે. પરંતુ અસુરો પરિશ્રમ કરવામાં ક્યારેય પાછીપાની કરતા નથી. અત્યંત કઠોરમાં કઠોર તપસ્યા કરીને તારકાસુરે ભગવાન બ્રહ્માજી પાસેથી એવું વરદાન મેળવી લીધું કે તે ત્રિલોકમાં સૌથી વધુ બળશાળી બની જાય અને તેનું મૃત્યુ માત્ર શિવજીના વીર્યથી ઉત્પન્ન થયેલા પુત્ર દ્વારા જ થઈ શકે. આવું વરદાન તેણે એટલા મા...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા