પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે

શબરી ભજન નાનપણમાં માતાની પડખે સૂઈને રોજ ભજન સાંભળતા સાંભળતા સુવાની ટેવ હતી મને. એમાંથી મારુ સૌથી પ્રિય ભજન હતું "મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે". આ ભજન મને એટલું ગમતું કે માતા ગાતા ગાતા સુઈ જતી પણ હું એ સાંભળવા માટે પરાણે જાગતો રહેતો. આજે અચાનક એ ભજન યાદ આવી ગયું, તો વિચાર્યું કે લખી દઉં ક્યાંક. મારા બ્લોગથી વધુ સારી કઈ હોઈ શકે લખવા માટે! મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે (2) ક્યારે પધારે મારો જનમ સુધારે રે... મારી...  નામ મારુ શબરી ને જાતની છું ભીલડી  ઋષિઓના આશ્રમે રહું છું હું એકલી (2) ગુરુજીએ વચન આપ્યું રામ મળે ક્યારે રે... મારી... મીઠા મીઠા બોર મેં તો દળિયામાં રાખ્યા  આંખે દેખાય નહીં તેથી મેં તો ચાખ્યા (2) વીણી લાવી છું હું તો સાંજ સવારે રે... મારી.. ગુરુજીના વચન ઉપર વિશ્વાસ રાખી  સાચો ભરોસો મારા રૂદયામાં રાખી  વાટલડી જોઉં હું તો આંસુડાંની ધારે રે... મારી... જનમ જનમની મારી પ્રતિ છે અધૂરી  કહો મારા રામ તમે ક્યારે કરશો પુરી  વિરહના દુઃખ માર હૈયા માંહી હાલે રે... મારી... કાયા પ્રભુજી મારી જીરણ થઇ છે  તમારી પરીક્ષા મારી વેરણ થઇ છે વાટલડી...

શાકાહારમાં પણ જીવહત્યા થાય છે તો માંસાહારનો વિરોધ કેમ?

છબી
આ પ્રશ્ન ઘણા શાકાહારીઓએ સહન કર્યો હશે. આ પ્રશ્નનો શાસ્ત્રીય ઉત્તર ધર્મ ધુરંધર પરમ પૂજ્ય પુરી શંકરાચાર્ય શ્રી નિશ્ચલાનંદ સરસ્વતિજીએ સ્વયં આપ્યો છે. હું શું એમની માં શારદા સ્વરૂપ વાણીને અહિયાં શબ્દોમાં નિરૂપિત કરવાનો હતો? માટે હું સ્વયં એમનો વિડીયો જ અહીંયા રાખી દઉં છું. જિજ્ઞાસુ જન આ વીડિયોને જુએ અને પોતાનું કલ્યાણ કરે. 🙏

શું હિન્દુઓના ઇતિહાસમાં ખરેખર બહુપત્ની પ્રથા હતી? શું રાજાઓની અનેક પત્નીઓ બહુપત્ની પ્રથાને કારણે હતી?

છબી
ઘણીવાર તમે હિન્દૂ વિરોધી માનસિકતા ધરાવતા લોકોને એવી ટીકા કરતા જોયા હશે કે મુસ્લિમોમાં ચાર પત્ની કરવાનો આદેશ છે તો હિંદુઓમાં પણ પુરાતન કાળના દરેક રાજાઓ એકથી વધુ પત્નીઓ જ ધરાવતા હતા. તો બહુપત્ની પ્રથા તો હિંદુઓમાં પણ હતી. તો ક્યા મોઢે અન્ય મઝહબોની ટીકા કરી રહ્યા છો? વાત દેખીતી રીતે તાર્કિક અને સાચી લાગે છે માટે આપણી પાસે કોઈ ઉત્તર હોતો નથી. પણ વાસ્તવમાં એવું છે નહિ! હિંદુઓમાં અકારણ એકથી વધુ પત્નીઓ કરવી વર્જિત છે. અમુક અપવાદોમાં અનુમતિ છે, પણ એ અપવાદો આપણે આગળ જોઈશું.  સૌપ્રથમ તો હું મુસ્લિમ બહુપત્નીત્વ અને હિન્દૂ વિવાહ વ્યવસ્થાની સરખામણીને જ વખોડી કાઢું છું. શું તમે જાણો છો કે 'શાદી' એ મૂળ ફારસી શબ્દ છે કે જેનો અર્થ થાય છે 'વિલાસ', અને જો સાદી ભાષામાં કહીએ તો 'મોજ'! અને ઇસ્લામી સભ્યતામાં શાદી કરવાનો અર્થ છે એક 'અનુબંધ' (કોન્ટ્રાકટ) કરવો. આનો અર્થ થયો કે શાદી કરવી એટલે 'મોજ માણવાનો કોન્ટ્રાકટ' કરવો. ઇસ્લામમાં 'શાદી' ની કલ્પના માત્ર પુરુષના શારીરિક સુખ માટે જ કરવામાં આવી છે અને આ અનુબંધ ગમ્મે ત્યારે તૂટી શકે છે. એક વર્ષમાં પણ, અરે...

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

છબી
મૈથુન ક્રિયા એ એક એવો વિષય છે કે જેના વિષે લગભગ દરેકનો કોઈ ને કોઈ અભિપ્રાય તો છે જ, પણ સભ્ય સમાજમાં તેના વિષે ચર્ચા કરવી એ અયોગ્ય અને અસંસ્કૃત મનાય છે. જો કે આપણાં શાસ્ત્રોએ આ વિષયને ક્યારેય અસ્પૃશ્ય માન્યો નથી. અસ્પૃશ્ય તો શું, શાસ્ત્રોએ તો મૈથુન ક્રિયાને માનવ જીવનના ચાર મહાકર્મો માનું એક માન્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ દરેક મનુષ્યના 4 એવા કર્મો છે કે જે નીતિપૂર્ણ અને શાસ્ત્રોક્ત રીતે કરવાથી દરેક મનુષ્યનું કલ્યાણ થાય છે. કામસૂત્રના રચયિતા ઋષિ વાત્સ્યાયન ચારેય વેદોના પ્રકાંડ પંડિત હતા (આજના સમયમાં ચારેચાર વેદોના પંડિત હોય એવા વિદ્વાનો આખા દેશમાં પૂરા 10 પણ નહીં હોય). વાત્સ્યાયન ઋષિની રચના 'કામસૂત્ર' વિષે તો આપણે સૌ જાણીએ છીએ, પણ એ વાત બહુ ઓછા લોકો જાણે છે કે વેદોના ભાષ્યકારોમાં પણ વાત્સ્યાયન ઋષિનું નામ ખૂબ આદર પૂર્વક લેવાય છે.  ઉપરની પૂર્વભૂમિકા દ્વારા આપણે સમજી શકીએ કામ વાસના થવી કે તેમાં રત થવું એ કોઈ અધાર્મિક બાબત નથી. આમ છતાં, જીવનના બીજા અનેક વિષયભોગોની જેમ, આ વિષયભોગ માટે પણ શાસ્ત્રોએ અમુક વિધિ-નિષેધ (DOs and DONTs) આપેલા છે કે જેને અનુસરવાથી મનુષ્યનું કલ્યાણ થાય ...

હિન્દુઓની ઘટતી જતી જનસંખ્યાનો ઉપાય જો કાનૂન કે જનજાગૃતિ દ્વારા નથી થઈ શકતો, તો કઈ રીતે થઈ શકે? ભાગ 2

  આ ભાગમાં આપણે જોઈશું કે હિન્દુઓની જનસંખ્યાની સમસ્યા કેટલી મોટી છે, શા માટે આ સમસ્યા છે, અને એનો ઉપાય શું છે. આપણે આ શ્રેણીના  ભાગ 1  માં જોયું કે વધુ જનસંખ્યા કોઈ સમસ્યા નથી, પણ ઓછી જનસંખ્યા ખરેખર એક બહુ મોટી સમસ્યા છે. હવે તમે કલ્પના કરો કે જો ભારતમાં જ હિન્દુઓની સંખ્યા ઓછી થઈ ગઈ તો પરિણામ શું આવી શકે! શા માટે હિન્દુઓના જન્મદરને વધારવો અતિઆવશ્યક છે? ભારતમાં વર્તમાન પરિસ્થિતિ અનુસાર 8 રાજ્ય અને 5 કેંદ્રાસાશીત પ્રદેશો પહેલાથી જ હિન્દુ અલ્પસંખ્યક બની ગયેલ છે. 8 રાજયોમાંથી 4 રાજ્યો એવા છે કે જ્યાં હિન્દુ અત્યારે 10% થી પણ ઓછા છે.  વર્ષ 2011 માં દેશવ્યાપી વસ્તીગણતરી થઈ. આ વસ્તીગણતરી પ્રમાણે  હિન્દુઓનો જન્મદર 2001 ની સરખામણીમાં 2.64 થી ઘટીને 1.9 થઈ ગયો છે.  આનો અર્થ એ થયો કે એક હિન્દુ દંપતિ એમના જીવનકાળમાં 2 થી પણ ઓછા બાળકો જણે છે. આનો સ્વાભાવિક અર્થ એ છે કે હિન્દુઓની સંખ્યા પ્રતિદિન ઘટતી જઈ રહી છે. અને આ તો 2011 ની વસ્તીગણતરીના આંકડા છે. અત્યાર સુધીમાં તો આ જન્મદર આનાથી પણ ઓછો થઈ ગયો હશે એવું આપણે માની શકીએ છીએ. આનાથી વિપરીત, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની જનસંખ્યા ...

હિન્દુઓની ઘટતી જતી જનસંખ્યાનો ઉપાય જો કાનૂન કે જનજાગૃતિ દ્વારા નથી થઈ શકતો, તો કઈ રીતે થઈ શકે? ભાગ 1

  શું જનસંખ્યા નિયંત્રણ કાયદો હિન્દુઓની ઘટતી જતી જનસંખ્યાનો ઉપાય હોઈ શકે? કાલે એક સમૂહમાં આ જ વિષય ઉપર ચર્ચા થઈ. આ વિશેના ઘણા બધા આયમો છે, માટે આની ઉપર એક વિસ્તૃત લેખ લખવાનું જ મેં ઉચિત સમજ્યું. હિન્દુઓની ઘટતી જતી જનસંખ્યાનો મૂળ વિષય થોડી વાર આપણે બાજુમાં રાખી દઈએ, અને એ જોઈએ કે સૌથી પહેલા તો, શું આપણાં દેશમાં જનસંખ્યા નિયંત્રણ કરવાની કોઈ જરૂર છે કે નહીં? આ પ્રશ્નનો ઉત્તર હું આ લેખમાં આપીશ, અને પછી હિન્દુઓની જનસંખ્યા વધારવાના ઉપાય હું આના પછીના લેખ,  ભાગ 2 માં આપીશ . સર્વપ્રથમ તો,  દેશની જનસંખ્યા, દેશ ઉપર ક્યારેય ભાર નથી હોતી. એ દેશના સંસાધન હોય છે . આટલા માટે જ અર્થશાષત્રની ભાષામાં તેમને "માનવ સંસાધન" કહેવામાં આવે છે. તો સ્વાભાવિક જ છે કે સંસાધન ક્યારેય સમસ્યા નથી હોતા. જેટલા વધુ સંસાધન, એટલી જ વધુ તકો. સમસ્યા તેમના યોગ્ય ઉપયોગની, યોગ્ય શિક્ષણની, અને ઉચિત તકો પ્રદાન કરવાની જ હોય છે. જો એક દેશ પોતાની પ્રજાને આ બધુ પ્રદાન કરી શકે છે, તો એમના માટે વધુ જનસંખ્યા એ સમસ્યા નહીં, પણ વરદાન હોય છે.  ચાલો આપણે જોઈએ અમુક ઉદાહરણો...  અમેરિકા ખંડની દક્ષિણમાં આવેલો દેશ, વેનેઝ...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

જુના લેખો

વધુ બતાવો