અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ
Ae Ke Lal Darvaje Tambu Toniya Re Lol - The Story of Pervert Badshah સર્વપ્રથમ તો આપ સૌને નવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ. ગૌ, ગંગા (સાથે બીજી નદીઓ પણ), ગાયત્રી, ગૌરી (દેવીઓ) અને ગીતા એમ પાંચ સ્ત્રી સ્વરૂપોને સંસ્કૃતિના આધાર તરીકે પૂજતી આપણી પ્રજા માટે આ ઉત્સવ અત્યંત પવિત્ર અને સિદ્ધિદાયક છે. સાધકો દ્વારા આ દિવસોમાં ભક્તિપૂર્વક તપ તપસ્યા કરવાથી ઉત્તમ ફળપ્રાપ્તિ થાય છે. આપણી સંસ્કૃતિની એક વિશેષતા રહી છે કે આપણે આપણો ઇતિહાસ લોકગીતો, વાર્તાઓ અને ભજનો દ્વારા યાદ રાખીએ છીએ. ઘટનાઓ સારી હોય કે ખરાબ, ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિમાં એના સંભારણા જરૂર સચવાયેલા હોય છે. પરંતુ સમયાંતરે આપણે એ સંભારણાઓના મૂળ હાર્દને ભૂલી જઈએ છીએ અને માત્ર મનોરંજન માટે લોકસાહિત્યને માણતા રહીએ છીએ. આવો જ એક ગરબો કે જે આપણે બહુજ ઉલ્લાસથી ગાતા હોઈએ છીએ એ છે "એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ". આ ગરબાનો મૂળ ઉદ્દેશ અમદાવાદના લંપટ અને અત્યાચારી બાદશાહના જુલમી સાશનને વર્ણવવાનો હતો અને એ ઉપરાંત ગરબાના માધ્યમથી અજાણી અબુધ સ્ત્રીઓને નવાબના સકંજામાં સપડાતા રોકવાનો પણ ઉદ્દેશ હતો. અહીં નીચે આખો ગરબો લખું છું કે...