કર્મ સિદ્ધાંત - ભાગ 6 - માનસિક કર્મોનું ફળ કેવી રીતે મળે છે?
આ લેખ શ્રેણીના પાછલા અંકમાં આપણે જોયું: કર્મ સિદ્ધાંત - ભાગ 5 - ભાગ્ય વધુ બળવાન કે કર્મ? કર્મોથી મુક્તિ કઈ રીતે મળે? શા માટે ભક્તો વધુ દુઃખી હોય છે? આ લેખમાં આપણે જોઈશું કે: માનસિક કર્મોની શું ગતિ હોય છે? શું કોઈને મનમાં ભાંડવાથી, કોઈનું અહિત ઇચ્છવાથી, કે મનોમન ભગવાનનું સ્મરણ કરવાથી ફળ મળે છે? શું ઓનલાઇન હિંસક વિડીયો ગેમ રમવાથી કે હસ્તમૈથુન કરવાથી પાપ લાગે છે? -------------------------------------------------------------------------------- માનસિક કર્મોની શું ગતિ હોય છે? આપણે અગાઉ જોયું એમ કર્મની ગતિ બહુ ગહન હોય છે. પણ માનસિક કર્મોની ગતિ તો એનાથી પણ વધુ ગહન હોય છે. શાસ્ત્રોના સામાન્ય નિયમ પ્રમાણે જોઈએ તો કોઈપણ કર્મ પાછળની ભાવના જ કર્મનું કેવું ફળ મળશે એ નક્કી કરે છે. કોઈપણ કર્મ મનમાં પહેલા થાય છે અને પછી ભૌતિક રીતે કરવામાં આવે છે. આ માટે મનથી કરેલા કર્મનું ફળ તો મળવાનું જ, ભલેને પછી ભૌતિક રીતે એ, કોઈપણ કારણસર, કરવામાં ના આવ્યું હોય. કોઈની હત્યા કરવાનું જો માનસિક કર્મ કર્યું હોય, પણ ભૌતિક રીતે ના કરી શકીએ, તો પણ એ માનસિક કર્મ તો થયું જ ગણાય. આ સાથે, શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું...