બોલીવુડના રૂપેરી પડદાની બિહામણી બાજુ
હિંદુ મંદિરો અને સાધુઓને વાખોડતી વધુ એક નવી હિન્દી ફિલ્મ PK આવી. મેં ફિલ્મ જોઈ નથી માટે તેના વિષે વધુ ટીપ્પણી તો નહિ કરું પરંતુ બોલીવુડના ભૂતકાળ અને વર્તમાનનું મેં જે નિરીક્ષણ કર્યું છે તેની વાત હું અહી કરીશ. જો તમે બોલીવુડનું મગજના દ્વાર ખુલ્લા રાખીને નિરીક્ષણ કર્યું હશે તો તમને નીચેમાંના કોઈક પ્રશ્નો તો અચૂક થયા હશે. શા માટે સની દેઓલ જેવા હીરોએ ગદર, બોર્ડર અને ધ હીરો જેવી સુપરહિટ, પણ પાકિસ્તાન વિરોધી ફિલ્મો કર્યા પછી તેને અને તેના ભાઈ બોબી દેઓલને પોતાની કારકિર્દીથી હાથ ધોવા પડે છે? શા માટે દાયકાઓથી હિન્દી ફિલ્મો ગુંડા-મવાલીઓને હીરો રૂપે રજુ કરતી આવી છે? અંધારી આલમના ડોનને આટલા ઉજળા શા માટે બતાવવામાં આવે છે? શા માટે સંજય દત્ત જેવા મવાલીની આતંકવાદીઓ સાથેની ઘનિષ્ઠતા પુરવાર થયા પછી પણ એની કારકિર્દી નવી ઊંચાઈઓ આંબે છે અને એટલું જ નહિ, એની ત્યારબાદની દરેક ફિલ્મોમાં તેને એક મસીહા રૂપે રજુ કરાય છે અને ફિલ્મના બાકીના દરેક કલાકારો રીતસર તેની ભક્તિ કરતા જોવા મળે છે! શા માટે લાગુ પડતી દરેક ફિલ્મની શરૂઆત, મધ્યમાં અને અંતે એમ જ સમજાવવામાં આવે છે કે આતંકવાદીઓ અન્યાયના શિકાર બનેલા હોય છે? શા મા...