ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૮
ભાગ ૮ ભાગ ૧ માટે અહી ક્લિક કરો ભાગ 2 માટે અહી ક્લિક કરો ભાગ 3 માટે અહી ક્લિક કરો ભાગ ૪ માટે અહી ક્લિક કરો ભાગ ૫ માટે અહી ક્લિક કરો ભાગ ૬ માટે અહી ક્લિક કરો ભાગ ૭ માટે અહી ક્લિક કરો ખ્રિસ્તી મજહબ ગોવામાં પોર્ટુગીઝ પાદરીઓ દ્વારા હિંદુઓ ઉપર કરવામાં આવેલા દમન અને તેમને છત્રપતિ શિવાજી દ્વારા મળેલો ઉત્તર અંગ્રેજોને યાદ હતા. અત્યંત બર્બર એવા નારસંહારો દ્વારા મહત્તમ કોંકણી હિન્દુઓને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા. આના પ્રત્યુત્તરમાં છત્રપતિ શિવજીએ અનેક પોર્ટુગીઝ પાદરીઓને નિર્મમતાથી મારી નાખ્યા હતા અને હિન્દુઓનું પંથ પરિવર્તન રોકી દીધું હતું. એટલા માટે હવે અંગ્રેજો શિક્ષણના માધ્યમથી હિન્દુઓનું પંથ પરિવર્તન કરાવવા માગતા હતા. મિશનરીઓએ સૌથી વધુ ધ્યાન ભારતના સ્ત્રી-ધન ઉપર આપ્યું. તેઓ જાણતા હતા કે જો ભારતીય સમાજને ધ્વસ્ત કરવો હશે તો તેમના સ્ત્રી-ધન નું માનસપરિવર્તન કરવું પડશે કેમકે હિંદુ ધર્મ અને પરંપરાઓ સ્ત્રીઓ વડે ટકેલી છે, પુરશો દ્વારા નહિ. તેમણે મિશનરી સ્કુલોમાં આવનારી બાલિકાઓને ધર્મથી વિમુખ કરવાનું કામ ખુબજ ચતુરાઈથી કર્યું, અને આજે પણ કરી રહ્...