શું ભગવાનનું મનુષ્યકરણ યોગ્ય છે?
Is Humanization of god appropriate? તમે કેટલા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે "રામ અને કૃષ્ણ ભગવાન નહીં, પણ મનુષ્ય હતા, સમય જતાં લોકોએ તેમને ભગવાન બનાવી દીધા" , અથવા "જો રામ-કૃષ્ણ ને સમજવા હોય તો તેમને એક સામાન્ય માનવી તરીકે જોવા જોઈએ" ? બહુ લોકોને આવું કહેતા સાંભળ્યા હશે, નહીં? મોટા મોટા વિચારકો, કટાર લેખકો, નવલકથા લેખકો, સુધારા વાદીઓ, અને અમુક તો કહેવાતા ધર્માત્માઓ પણ આવું કહેતા હોય છે. સાંભળવામાં લાગતી આ ખૂબ તાર્કિક અને ગળે ઉતરે તેવી વાત શું ખરેખર સત્ય હશે? આવી વાતો સાચી માનવામાં એક સમસ્યા એ છે કે જ્યારે તમે આવી વાત સ્વીકારો લો છો તેરે એમ પણ સ્વીકારી લો છો કે ભારતના હજારો લખો વર્ષના ઇતિહાસમાં થઈ ગયેલા અગણિત સંતો, મહાત્માઓ અને ધર્માત્માઓ સદંતર મૂર્ખ અને અંધશ્રદ્ધાળુ હતા . શું એ વાત માનવા યોગ્ય છે? તો સાચું શું છે? સૌભાગ્યથી (ખરેખર તો દુર્ભાગ્યથી) આપણી પાસે એવા સમાજના પણ ઉદાહરણો છે કે જે રામ-કૃષ્ણ ને પોતાના પૂર્વજો તો માને છે, એમના જીવનના દરેક આખ્યાન સાચા પણ માને છે, પરંતુ તેમને ભગવાન તરીકે નહીં જોતાં, એક ઐતિહાસિક મનુષ્યો તરીકે જુએ છે. જો આપણે તે સમાજની દશા ...