શું હિંદુ પરંપરાઓમાં પરાણે વૈજ્ઞાનિકતા શોધવી અને ઘૂસાડવી યોગ્ય છે?
પ્રાયઃ આપણે જોઈએ છીએ કે હિંદુ પ્રથાઓ અને માન્યતાઓની પાછળ રહેલા વિજ્ઞાનને સિદ્ધ કરવા માટેની જાણે હોડ લાગેલી છે. પ્રત્યેક ક્રિયામાં કોઈને કોઈ વિજ્ઞાન હોવું આવશ્યક છે. આવા લોકો માટે મને અમુક પ્રશ્નો છે. જો કોઈ માન્યતા કે પ્રથામાં તમને કોઈ વૈજ્ઞાનિકતા ના જોવા મળે તો તમે શું એને માનવાની ના પાડી દેશો? જો વૈજ્ઞાનિક આધાર જ બધુંજ છે, તો એ ક્રિયાઓને આસ્થા સાથે ના જોડીને માત્ર ક્રિયાના રૂપમાં કરવામાં આવે તો શું તમને ચાલશે? ઉદાહરણ તરીકે, હાથમાં દોરો બાંધવા માટે તમને કોઈ વૈજ્ઞાનિક તર્ક મળી જાય તો શું તમે પૂજા કે પવિત્ર ધામના દોરાને ના બાંધીને કોઈ બજારુ દોરો બાંધી લેશો તો ચાલશે? વિજ્ઞાનની દ્રષ્ટીએ તો આમાં કોઈ વાંધો નથી! શું તમે એવું માનો છો કે લખો વર્ષોથી ચાલ્યા આવતા આપણા પૂર્વજો અભણ ગવાર હતા માટે એમને ધર્મના નામે વૈજ્ઞાનિક કાર્યો કરાવવામાં આવતા હતા, અને હવે તમે જ એક પરમ વૈજ્ઞાનિક પેદા થયા છો કે જેણે આખી માનવજાતિનું તમસ હરણ કરવાનું બીડું ઝડપ્યું છે? વાતને વધુ ના ઘુમાવતા સીધેસીધો મૂળ મુદ્દા ઉપર આવું છું. વિજ્ઞાન અને અધ્યાત્મમાં મૂળભૂત અંતર છે. વિજ્ઞાન બન્યું છે ભૌતિક વસ્તુઓને સમજવા માટે અને અધ્યાત્મ ...