રાવણની અસલી લંકા ક્યાં હતી? શ્રીલંકા કે સુમાત્રા?
જેટલા પણ સંશોધકોએ રાવણની અસલી લંકાના સ્થાન વિષે સંશોધન કર્યું છે એ બધા એક વાત ઉપર તો સહમત છે જ, કે અત્યારનું શ્રીલંકા એ રામાયણ કાળની અસલી લંકા નથી. વિવિધ સંશોધકો લંકા વિષે વિવિધ તારણો આપે છે. તમિલનાડુના સંશોધક એન. મહાલીંગમના પ્રમાણે તો અસલ લંકા આફ્રિકામાં આવેલ મડાગાસ્કર ટાપુ ઉપર આવેલી હતી. વળી ઘણા છેક ઓસ્ટ્રેલિયાને અસલી લંકા માને છે. પરંતુ હું આ લેખમાં એ મત રજૂ કરવા જઈ રહ્યો છું કે જે મને સૌથી વધુ ઊંડાણ વાળો અને વિશ્વસનીય લાગે છે. અને એ મત છે, અસલી લંકા એ અત્યારના સુમાત્રા ટાપુઓમાં આવેલી હતી . તો ચાલો આપણે જોઈએ કે સુમાત્રાના અસલી લંકા હોવાના શું શું પુરાવાઓ ઉપલબ્ધ છે. ખાસ નોંધ: નીચે આપેલ તારણો શ્રી એન એન અધિકારી દ્વારા લગભગ ૧૦૦ વર્ષ પહેલા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વિષય ઉપર જો કોઈ વધુ સંશોધન થયું હોય તો મને ખબર નથી. જો કોઈના જાણવામાં નવા સંશોધન આવે તો કૃપા કરીને માને જણાવે.. પ્રો. એન એન અધિકારીએ ઇંડિયન નેશનલ હેરાલ્ડમાં નીચે પ્રમાણે પુરાવાઓ આપેલા છે. ૧. વાયુ પુરાણ પ્રમાણે લંકા જંબુદ્વીપની બહાર આવેલી હતી. માટે તેનું ભારત ખંડની બહાર હોવું આવશ્ય...