પોસ્ટ્સ

નવેમ્બર, 2015 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૧

ભાગ – ૧ “તમે અંગ્રેજોએ ભારતીય શિક્ષણ પ્રણાલીનું એક સુંદર વટવૃક્ષ કાપી નાંખ્યું છે, જેના કારણે આજનો ભારતીય સમાજ જેટલો ૧૦૦ વર્ષ પેલા નિરક્ષર હતો એના કરતા અનેક ગણો નિરક્ષર આજે છે”  – ગાંધીજી. આ શબ્દો હતા ૧૯૩૧માં, ગોળમેજી પરિષદમાં, ભારતનું નેતૃત્વ કરી રહેલા ગાંધીજી ના. બ્રિટીશ સાંસદ ફિલિપ હર્તોગે ગાંધીજીને તેમના આ કથનને તથ્યોના આધારે પુરવાર કરવા માટે પડકાર ફેંક્યો. ગાંધીજીએ કહ્યું કે તેઓ તેમનું કથન પુરવાર કરીને બતાવશે.   પરંતુ સમય સમાપ્ત થઇ ગયો હતો એટલે ગાંધીજી પોતાનું કથન પુરવાર ના કરી શક્યા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અંગ્રેજોએ ભારતમાં આવીને શિક્ષણ વ્યવસ્થાનો પાયો નાંખ્યો અને દેશને સાક્ષરતા પ્રદાન કરી. જયારે ગાંધીજી તો આ માન્યતાથી બિલકુલ વિપરીત વાત કરી રહ્યા હતા. એ તો કહી રહ્યા હતા કે અંગ્રેજોએ ભારતમાં આવીને ભારતીયોને નિરક્ષર બનાવી દીધા! દુર્ભાગ્યવશ ઇતિહાસે ત્યારબાદ ગાંધીજીને ક્યારેય એ મોકો ના આપ્યો કે તેઓ પોતાનું આ કથન પુરવાર કરી શકે. પરંતુ જે સત્ય હતું એ તો ક્યારેક ને ક્યારેક તો ઉજાગર થઈને જ રહેવાનું હતું. તો આવો જોઈએ કે ગાંધીજી પોતાના એ કથનમાં કેટલા સાચા હતા, અને અં...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા