પોસ્ટ્સ

2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

છબી
જો તમે 10માં ધોરણથી વધુ ભણેલા હશો તો સતીપ્રથા, વિધવા વિવાહ નિષેધ, રાજા રામમોહન રાય વગેરે વિષે વાંચ્યું જ હશે. આમ તો આપણા કમનસીબે - ના ના; સદનસીબે - આપણને જે ઇતિહાસ ભણાવવામાં આવે છે એ એટલી ખરાબ રીતે ભણાવાય છે કે કોઈપણ વ્યક્તિ એને યાદ રાખી ના શકે. પણ ખાસ કરીને આ સતીપ્રથા જ્યાં ને ત્યાં, હાલતા ને ચાલતા આપણને એટલું બધું યાદ કરાવવામાં આવે છે કે આપણે ભૂલી શકતા નથી કે આપણા પૂર્વજો કેવા પિશાચી હતા, કે જેઓ પોતાની વહુઓને જીતવી ચિતામાં પરાણે હોમી દેતા હતા! અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ પ્રક્રિયાને "પ્રથા" નું નામ આપવામાં આવ્યું છે. હવે પ્રથા હોવાનો નિયમ એ છે કે એ સમાજ દ્વારા વ્યાપકપણે અનુસરાતી હોવી જોઈએ. આનો અર્થ એ થયો કે સમાજની બધી વિધવાઓને તેના પતિની ચિતામાં જીવતી હોમી દેવામાં આવતી હતી. શું આ માની શકાય એવી વાત છે? જો એવું હોત તો કોઈના કુળમાં કોઈ વિધવા ડોશી ના હોવી જોઈએ! અને દરેક કુળમાં ઓછામાં ઓછી 15-20 સતીઓ હોવી જોઈએ, કારણકે આ પ્રથા તો વર્ષોથી ચાલી આવે છે! શું આવું વાસ્તવમાં છે? જો નથી તો આપણને આ પ્રશ્ન શા માટે નથી થતો? મેં બહુ ઓછા પરિવારો જોયા છે કે જેમના કુળમાં કોઈ સતી હોય. પણ ...

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

આજે મારી ઓફિસમાં ધનતેરસની પૂજા હતી. પુરોહિતજી આવ્યા અને વિધિપૂર્વક પૂજા કરી. યજમાનો અને ઓફીકર્મીઓ યંત્રવત જેમ કહેવામાં આવ્યું તેમ કરતા ગયા અને સમયસર પૂજા પૂરી થઇ ગઈ. પણ એમાંથી કોઈને સમજાયું નહીં કે તેમણે શું કર્યું અને શા માટે કર્યું. પૂજા પછી બધા કંટાળેલા ચહેરે "હાશ" કરીને ઉભા થયા. પૂજા બાદ મેં પુરોહિતજીને થોડા દુર જઈને કહ્યું કે તમે અષ્ટલક્ષ્મીનું વર્ણન, સંકલ્પનું મહત્વ, લક્ષ્મી અને અલક્ષ્મી વચ્ચેનો તફાવત વગેરે કહ્યું હોત તો લોકોને થોડી રૂચી પણ રહેત અને આસ્થા પણ વધત. તેમનો જવાબ હતો કે આજકાલ કોઈને સમય નથી, બધાને પ્રસાદીમાં જ રસ છે, માટે કહેવાનો કોઈ અર્થ નથી. પુરોહિતોએ આવું ના વિચારવું જોઈએ બ્રાહ્મણોના આવા વલણને લીધે જ અન્ય જાતિઓના પાખંડી બાબાઓ અને બટકબોલા કથાકારોનો મહિમા વધી ગયો છે. હિંદુ સમાજનું પતન પણ આ કારણે જ થયું છે. ૧. ઓફિસોમાં અને અન્યત્ર જયારે પૂજા હોય છે ત્યારે લગભગ આખો દિવસ જે તે તેહવાર નિમિતે ફાળવવામાં આવ્યો હોય છે. જો એમને કેટલો સમય લાગશે એ પહેલેથી જ કહેવામાં આવ્યું હોય તો તેઓ પોતાનું આયોજન એ પ્રમાણે જ કરશે.  ૨. યજમાનોને પૂજા વિધિમાં ઝાઝો રસ રહ્યો નથી એનું કારણ...

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે

શબરી ભજન નાનપણમાં માતાની પડખે સૂઈને રોજ ભજન સાંભળતા સાંભળતા સુવાની ટેવ હતી મને. એમાંથી મારુ સૌથી પ્રિય ભજન હતું "મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે". આ ભજન મને એટલું ગમતું કે માતા ગાતા ગાતા સુઈ જતી પણ હું એ સાંભળવા માટે પરાણે જાગતો રહેતો. આજે અચાનક એ ભજન યાદ આવી ગયું, તો વિચાર્યું કે લખી દઉં ક્યાંક. મારા બ્લોગથી વધુ સારી કઈ હોઈ શકે લખવા માટે! મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે (2) ક્યારે પધારે મારો જનમ સુધારે રે... મારી...  નામ મારુ શબરી ને જાતની છું ભીલડી  ઋષિઓના આશ્રમે રહું છું હું એકલી (2) ગુરુજીએ વચન આપ્યું રામ મળે ક્યારે રે... મારી... મીઠા મીઠા બોર મેં તો દળિયામાં રાખ્યા  આંખે દેખાય નહીં તેથી મેં તો ચાખ્યા (2) વીણી લાવી છું હું તો સાંજ સવારે રે... મારી.. ગુરુજીના વચન ઉપર વિશ્વાસ રાખી  સાચો ભરોસો મારા રૂદયામાં રાખી  વાટલડી જોઉં હું તો આંસુડાંની ધારે રે... મારી... જનમ જનમની મારી પ્રતિ છે અધૂરી  કહો મારા રામ તમે ક્યારે કરશો પુરી  વિરહના દુઃખ માર હૈયા માંહી હાલે રે... મારી... કાયા પ્રભુજી મારી જીરણ થઇ છે  તમારી પરીક્ષા મારી વેરણ થઇ છે વાટલડી...

શાકાહારમાં પણ જીવહત્યા થાય છે તો માંસાહારનો વિરોધ કેમ?

છબી
આ પ્રશ્ન ઘણા શાકાહારીઓએ સહન કર્યો હશે. આ પ્રશ્નનો શાસ્ત્રીય ઉત્તર ધર્મ ધુરંધર પરમ પૂજ્ય પુરી શંકરાચાર્ય શ્રી નિશ્ચલાનંદ સરસ્વતિજીએ સ્વયં આપ્યો છે. હું શું એમની માં શારદા સ્વરૂપ વાણીને અહિયાં શબ્દોમાં નિરૂપિત કરવાનો હતો? માટે હું સ્વયં એમનો વિડીયો જ અહીંયા રાખી દઉં છું. જિજ્ઞાસુ જન આ વીડિયોને જુએ અને પોતાનું કલ્યાણ કરે. 🙏

શું હિન્દુઓના ઇતિહાસમાં ખરેખર બહુપત્ની પ્રથા હતી? શું રાજાઓની અનેક પત્નીઓ બહુપત્ની પ્રથાને કારણે હતી?

છબી
ઘણીવાર તમે હિન્દૂ વિરોધી માનસિકતા ધરાવતા લોકોને એવી ટીકા કરતા જોયા હશે કે મુસ્લિમોમાં ચાર પત્ની કરવાનો આદેશ છે તો હિંદુઓમાં પણ પુરાતન કાળના દરેક રાજાઓ એકથી વધુ પત્નીઓ જ ધરાવતા હતા. તો બહુપત્ની પ્રથા તો હિંદુઓમાં પણ હતી. તો ક્યા મોઢે અન્ય મઝહબોની ટીકા કરી રહ્યા છો? વાત દેખીતી રીતે તાર્કિક અને સાચી લાગે છે માટે આપણી પાસે કોઈ ઉત્તર હોતો નથી. પણ વાસ્તવમાં એવું છે નહિ! હિંદુઓમાં અકારણ એકથી વધુ પત્નીઓ કરવી વર્જિત છે. અમુક અપવાદોમાં અનુમતિ છે, પણ એ અપવાદો આપણે આગળ જોઈશું.  સૌપ્રથમ તો હું મુસ્લિમ બહુપત્નીત્વ અને હિન્દૂ વિવાહ વ્યવસ્થાની સરખામણીને જ વખોડી કાઢું છું. શું તમે જાણો છો કે 'શાદી' એ મૂળ ફારસી શબ્દ છે કે જેનો અર્થ થાય છે 'વિલાસ', અને જો સાદી ભાષામાં કહીએ તો 'મોજ'! અને ઇસ્લામી સભ્યતામાં શાદી કરવાનો અર્થ છે એક 'અનુબંધ' (કોન્ટ્રાકટ) કરવો. આનો અર્થ થયો કે શાદી કરવી એટલે 'મોજ માણવાનો કોન્ટ્રાકટ' કરવો. ઇસ્લામમાં 'શાદી' ની કલ્પના માત્ર પુરુષના શારીરિક સુખ માટે જ કરવામાં આવી છે અને આ અનુબંધ ગમ્મે ત્યારે તૂટી શકે છે. એક વર્ષમાં પણ, અરે...

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

છબી
મૈથુન ક્રિયા એ એક એવો વિષય છે કે જેના વિષે લગભગ દરેકનો કોઈ ને કોઈ અભિપ્રાય તો છે જ, પણ સભ્ય સમાજમાં તેના વિષે ચર્ચા કરવી એ અયોગ્ય અને અસંસ્કૃત મનાય છે. જો કે આપણાં શાસ્ત્રોએ આ વિષયને ક્યારેય અસ્પૃશ્ય માન્યો નથી. અસ્પૃશ્ય તો શું, શાસ્ત્રોએ તો મૈથુન ક્રિયાને માનવ જીવનના ચાર મહાકર્મો માનું એક માન્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ દરેક મનુષ્યના 4 એવા કર્મો છે કે જે નીતિપૂર્ણ અને શાસ્ત્રોક્ત રીતે કરવાથી દરેક મનુષ્યનું કલ્યાણ થાય છે. કામસૂત્રના રચયિતા ઋષિ વાત્સ્યાયન ચારેય વેદોના પ્રકાંડ પંડિત હતા (આજના સમયમાં ચારેચાર વેદોના પંડિત હોય એવા વિદ્વાનો આખા દેશમાં પૂરા 10 પણ નહીં હોય). વાત્સ્યાયન ઋષિની રચના 'કામસૂત્ર' વિષે તો આપણે સૌ જાણીએ છીએ, પણ એ વાત બહુ ઓછા લોકો જાણે છે કે વેદોના ભાષ્યકારોમાં પણ વાત્સ્યાયન ઋષિનું નામ ખૂબ આદર પૂર્વક લેવાય છે.  ઉપરની પૂર્વભૂમિકા દ્વારા આપણે સમજી શકીએ કામ વાસના થવી કે તેમાં રત થવું એ કોઈ અધાર્મિક બાબત નથી. આમ છતાં, જીવનના બીજા અનેક વિષયભોગોની જેમ, આ વિષયભોગ માટે પણ શાસ્ત્રોએ અમુક વિધિ-નિષેધ (DOs and DONTs) આપેલા છે કે જેને અનુસરવાથી મનુષ્યનું કલ્યાણ થાય ...

હિન્દુઓની ઘટતી જતી જનસંખ્યાનો ઉપાય જો કાનૂન કે જનજાગૃતિ દ્વારા નથી થઈ શકતો, તો કઈ રીતે થઈ શકે? ભાગ 2

  આ ભાગમાં આપણે જોઈશું કે હિન્દુઓની જનસંખ્યાની સમસ્યા કેટલી મોટી છે, શા માટે આ સમસ્યા છે, અને એનો ઉપાય શું છે. આપણે આ શ્રેણીના  ભાગ 1  માં જોયું કે વધુ જનસંખ્યા કોઈ સમસ્યા નથી, પણ ઓછી જનસંખ્યા ખરેખર એક બહુ મોટી સમસ્યા છે. હવે તમે કલ્પના કરો કે જો ભારતમાં જ હિન્દુઓની સંખ્યા ઓછી થઈ ગઈ તો પરિણામ શું આવી શકે! શા માટે હિન્દુઓના જન્મદરને વધારવો અતિઆવશ્યક છે? ભારતમાં વર્તમાન પરિસ્થિતિ અનુસાર 8 રાજ્ય અને 5 કેંદ્રાસાશીત પ્રદેશો પહેલાથી જ હિન્દુ અલ્પસંખ્યક બની ગયેલ છે. 8 રાજયોમાંથી 4 રાજ્યો એવા છે કે જ્યાં હિન્દુ અત્યારે 10% થી પણ ઓછા છે.  વર્ષ 2011 માં દેશવ્યાપી વસ્તીગણતરી થઈ. આ વસ્તીગણતરી પ્રમાણે  હિન્દુઓનો જન્મદર 2001 ની સરખામણીમાં 2.64 થી ઘટીને 1.9 થઈ ગયો છે.  આનો અર્થ એ થયો કે એક હિન્દુ દંપતિ એમના જીવનકાળમાં 2 થી પણ ઓછા બાળકો જણે છે. આનો સ્વાભાવિક અર્થ એ છે કે હિન્દુઓની સંખ્યા પ્રતિદિન ઘટતી જઈ રહી છે. અને આ તો 2011 ની વસ્તીગણતરીના આંકડા છે. અત્યાર સુધીમાં તો આ જન્મદર આનાથી પણ ઓછો થઈ ગયો હશે એવું આપણે માની શકીએ છીએ. આનાથી વિપરીત, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની જનસંખ્યા ...

હિન્દુઓની ઘટતી જતી જનસંખ્યાનો ઉપાય જો કાનૂન કે જનજાગૃતિ દ્વારા નથી થઈ શકતો, તો કઈ રીતે થઈ શકે? ભાગ 1

  શું જનસંખ્યા નિયંત્રણ કાયદો હિન્દુઓની ઘટતી જતી જનસંખ્યાનો ઉપાય હોઈ શકે? કાલે એક સમૂહમાં આ જ વિષય ઉપર ચર્ચા થઈ. આ વિશેના ઘણા બધા આયમો છે, માટે આની ઉપર એક વિસ્તૃત લેખ લખવાનું જ મેં ઉચિત સમજ્યું. હિન્દુઓની ઘટતી જતી જનસંખ્યાનો મૂળ વિષય થોડી વાર આપણે બાજુમાં રાખી દઈએ, અને એ જોઈએ કે સૌથી પહેલા તો, શું આપણાં દેશમાં જનસંખ્યા નિયંત્રણ કરવાની કોઈ જરૂર છે કે નહીં? આ પ્રશ્નનો ઉત્તર હું આ લેખમાં આપીશ, અને પછી હિન્દુઓની જનસંખ્યા વધારવાના ઉપાય હું આના પછીના લેખ,  ભાગ 2 માં આપીશ . સર્વપ્રથમ તો,  દેશની જનસંખ્યા, દેશ ઉપર ક્યારેય ભાર નથી હોતી. એ દેશના સંસાધન હોય છે . આટલા માટે જ અર્થશાષત્રની ભાષામાં તેમને "માનવ સંસાધન" કહેવામાં આવે છે. તો સ્વાભાવિક જ છે કે સંસાધન ક્યારેય સમસ્યા નથી હોતા. જેટલા વધુ સંસાધન, એટલી જ વધુ તકો. સમસ્યા તેમના યોગ્ય ઉપયોગની, યોગ્ય શિક્ષણની, અને ઉચિત તકો પ્રદાન કરવાની જ હોય છે. જો એક દેશ પોતાની પ્રજાને આ બધુ પ્રદાન કરી શકે છે, તો એમના માટે વધુ જનસંખ્યા એ સમસ્યા નહીં, પણ વરદાન હોય છે.  ચાલો આપણે જોઈએ અમુક ઉદાહરણો...  અમેરિકા ખંડની દક્ષિણમાં આવેલો દેશ, વેનેઝ...

રાવણની અસલી લંકા ક્યાં હતી? શ્રીલંકા કે સુમાત્રા?

છબી
  જેટલા પણ સંશોધકોએ રાવણની અસલી લંકાના સ્થાન વિષે સંશોધન કર્યું છે એ બધા એક વાત ઉપર તો સહમત છે જ, કે અત્યારનું શ્રીલંકા એ રામાયણ કાળની અસલી લંકા નથી.  વિવિધ સંશોધકો લંકા વિષે વિવિધ તારણો આપે છે. તમિલનાડુના સંશોધક એન. મહાલીંગમના પ્રમાણે તો અસલ લંકા આફ્રિકામાં આવેલ મડાગાસ્કર ટાપુ ઉપર આવેલી હતી. વળી ઘણા છેક ઓસ્ટ્રેલિયાને અસલી લંકા માને છે. પરંતુ હું આ લેખમાં એ મત રજૂ કરવા જઈ રહ્યો છું કે જે મને સૌથી વધુ ઊંડાણ વાળો અને વિશ્વસનીય લાગે છે. અને એ મત છે,  અસલી લંકા એ અત્યારના સુમાત્રા ટાપુઓમાં આવેલી હતી . તો ચાલો આપણે જોઈએ કે સુમાત્રાના અસલી લંકા હોવાના શું શું પુરાવાઓ ઉપલબ્ધ છે. ખાસ નોંધ:  નીચે આપેલ તારણો શ્રી એન એન અધિકારી દ્વારા લગભગ ૧૦૦ વર્ષ પહેલા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વિષય ઉપર જો કોઈ વધુ સંશોધન થયું હોય તો મને ખબર નથી. જો કોઈના જાણવામાં નવા સંશોધન આવે તો કૃપા કરીને માને જણાવે..  પ્રો. એન એન અધિકારીએ ઇંડિયન નેશનલ હેરાલ્ડમાં નીચે પ્રમાણે પુરાવાઓ આપેલા છે.  ૧.  વાયુ પુરાણ પ્રમાણે લંકા જંબુદ્વીપની બહાર આવેલી હતી. માટે તેનું ભારત ખંડની બહાર હોવું આવશ્ય...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

જુના લેખો

વધુ બતાવો