રામ મંદિર બનાવો - વિથ નો કોમ્પ્રોમાઇસ
તાજેતરમાં જ સંઘના વડા , સરસંઘચાલક શ્રી મોહન ભાગવતજીએ એક સભામાં હુંકાર સાથે કહ્યું કે રામ જન્મભૂમી ઉપર માત્ર ને માત્ર મંદિર જ બની શકે અને તે વિષયમાં કોઈપણ બાંધછોડને અવકાશ નથી. રામજન્મભૂમિના વિવાદનો નિવેડો કઈ રીતે લાવવો એ વિષે વર્ષોથી વિવિધ વિચારધારા વાળા લોકો વિવિધ સૂચનો આપી રહ્યા છે. આવા મોટા ભાગના સૂચનો રામ જન્મભૂમીના સ્થાન ઉપર એકમાત્ર મંદિર ના બને એમ ઈચ્છતા લોકો જ આપી રહ્યા છે. આ વાત સમજવા માટે આપણે અત્યાર સુધી પ્રસ્તુત કરવામાં આવેલા દરેક સમાધાનોને એક એક કરીને ટૂંકમાં જોઈશું , અને તેમાં મંદિર માટેના પક્ષકારોનો દ્રષ્ટિકોણ પણ જોઈશું કે જેથી વાચકો આ આખા વિષયને સ્પષ્ટ રીતે સમજી શકે, અને એ પણ સમજી શકે કે આ વિવાદ શું અને શા માટે છે. ૧. બાબરી મસ્જીદ ઢાંચો અત્યારે છે તે જેમનો તેમ રાખવો જોઈએ અને ત્યાં હવે આગળ કોઈપણ બાંધકામ નાં થવું જોઈએ. અને જો કોઈ કામ કરવું હોય તો ત્યાં બાબરી મસ્જીદ ફરીથી બનાવવાનું કામ કરવું જોઈએ. મંદિરના પક્ષકારો: આ ઉકેલ સ્વાભાવિક રીતે જ મંદિરના પક્ષકારોને માન્ય નથી. ન્યાયાલયોમાં પહેલેથી જ એ પ્રમાણિત થઇ ચુક્યું છે કે તે જગ્યાએ પહેલા રામ મંદિર હતું જે...