નેશન-રાષ્ટ્ર અને રીલીજીયન-સંપ્રદાય, ભ્રમણાની ભયંકરતા
"Nations પછીની જો કોઈ સૌથી મોટી બીમારી હોય તો એ Religions છે , કારણકે તેઓ એવી વાતો માટે લડતા અને મારતા આવ્યા છે કે જેમાં કોઈને રસ નથી." - ઓશો વિશ્વમાં ઉપરાછાપરી બનતી ત્રાસવાદી ઘટનાઓને અનુલક્ષીને ઉપરનું અવતરણ હમણાં મારા ફેસબુકમાં વાંચવામાં આવ્યું. ખુબ ભવ્ય અને ખુબજ ઊંડા અર્થ વાળું આ વાક્ય છે. અને આ વાક્ય કોઈ ભારતીય દ્વારા જ કહી શકાય એમ હતું. ઓશોનાં ઉપદેશોમાં મને ઘણા ગુણદોષો વારંવાર દેખાય છે , પણ આ વાક્ય માટે તો એમને નતમસ્તક નમન કરવું પડે. સ્વામી વિવેકાનંદ પછી તેઓ એક માત્ર એવા નિર્ભીક પુરુષ થયા કે જેમણે પશ્ચિમી દુનિયાને અરીસો બતાવીને તેમના બિહામણા સ્વરૂપનો પરિચય કરાવ્યો. જે વિચારોની સ્પષ્ટતા અને નિર્ભીકતા આજના આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં પણ લોકોમાં જોવા નથી મળતી એ આ મહાપુરુષોએ બતાવી હતી. ઉપર તમે જોયું તેમ અવતરણનું ગુજરાતી કરતી વખતે મેં ' Nation ' અને 'Religion' નું ગુજરાતી નથી કર્યું. સામાન્ય રીતે ' Nation' નું ગુજરાતી ' રાષ્ટ્ર ' અને 'Religion ' નું ' ધર્મ/સંપ્રદાય ' કરવામાં આવે ...