પોસ્ટ્સ

નવેમ્બર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

છબી
જો તમે 10માં ધોરણથી વધુ ભણેલા હશો તો સતીપ્રથા, વિધવા વિવાહ નિષેધ, રાજા રામમોહન રાય વગેરે વિષે વાંચ્યું જ હશે. આમ તો આપણા કમનસીબે - ના ના; સદનસીબે - આપણને જે ઇતિહાસ ભણાવવામાં આવે છે એ એટલી ખરાબ રીતે ભણાવાય છે કે કોઈપણ વ્યક્તિ એને યાદ રાખી ના શકે. પણ ખાસ કરીને આ સતીપ્રથા જ્યાં ને ત્યાં, હાલતા ને ચાલતા આપણને એટલું બધું યાદ કરાવવામાં આવે છે કે આપણે ભૂલી શકતા નથી કે આપણા પૂર્વજો કેવા પિશાચી હતા, કે જેઓ પોતાની વહુઓને જીતવી ચિતામાં પરાણે હોમી દેતા હતા! અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ પ્રક્રિયાને "પ્રથા" નું નામ આપવામાં આવ્યું છે. હવે પ્રથા હોવાનો નિયમ એ છે કે એ સમાજ દ્વારા વ્યાપકપણે અનુસરાતી હોવી જોઈએ. આનો અર્થ એ થયો કે સમાજની બધી વિધવાઓને તેના પતિની ચિતામાં જીવતી હોમી દેવામાં આવતી હતી. શું આ માની શકાય એવી વાત છે? જો એવું હોત તો કોઈના કુળમાં કોઈ વિધવા ડોશી ના હોવી જોઈએ! અને દરેક કુળમાં ઓછામાં ઓછી 15-20 સતીઓ હોવી જોઈએ, કારણકે આ પ્રથા તો વર્ષોથી ચાલી આવે છે! શું આવું વાસ્તવમાં છે? જો નથી તો આપણને આ પ્રશ્ન શા માટે નથી થતો? મેં બહુ ઓછા પરિવારો જોયા છે કે જેમના કુળમાં કોઈ સતી હોય. પણ ...

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

આજે મારી ઓફિસમાં ધનતેરસની પૂજા હતી. પુરોહિતજી આવ્યા અને વિધિપૂર્વક પૂજા કરી. યજમાનો અને ઓફીકર્મીઓ યંત્રવત જેમ કહેવામાં આવ્યું તેમ કરતા ગયા અને સમયસર પૂજા પૂરી થઇ ગઈ. પણ એમાંથી કોઈને સમજાયું નહીં કે તેમણે શું કર્યું અને શા માટે કર્યું. પૂજા પછી બધા કંટાળેલા ચહેરે "હાશ" કરીને ઉભા થયા. પૂજા બાદ મેં પુરોહિતજીને થોડા દુર જઈને કહ્યું કે તમે અષ્ટલક્ષ્મીનું વર્ણન, સંકલ્પનું મહત્વ, લક્ષ્મી અને અલક્ષ્મી વચ્ચેનો તફાવત વગેરે કહ્યું હોત તો લોકોને થોડી રૂચી પણ રહેત અને આસ્થા પણ વધત. તેમનો જવાબ હતો કે આજકાલ કોઈને સમય નથી, બધાને પ્રસાદીમાં જ રસ છે, માટે કહેવાનો કોઈ અર્થ નથી. પુરોહિતોએ આવું ના વિચારવું જોઈએ બ્રાહ્મણોના આવા વલણને લીધે જ અન્ય જાતિઓના પાખંડી બાબાઓ અને બટકબોલા કથાકારોનો મહિમા વધી ગયો છે. હિંદુ સમાજનું પતન પણ આ કારણે જ થયું છે. ૧. ઓફિસોમાં અને અન્યત્ર જયારે પૂજા હોય છે ત્યારે લગભગ આખો દિવસ જે તે તેહવાર નિમિતે ફાળવવામાં આવ્યો હોય છે. જો એમને કેટલો સમય લાગશે એ પહેલેથી જ કહેવામાં આવ્યું હોય તો તેઓ પોતાનું આયોજન એ પ્રમાણે જ કરશે.  ૨. યજમાનોને પૂજા વિધિમાં ઝાઝો રસ રહ્યો નથી એનું કારણ...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા