ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૩
ભાગ ૩ ભાગ ૧ માટે અહી ક્લિક કરો ભાગ 2 માટે અહી ક્લિક કરો હવે મેકોલે ભારતના Education Board નો ચેરમેન બની ગયો હતો. તરતજ મેકોલેએ પોતાનું અભિયાન ગતિમાન કરી દીધું અને ભારતમાં મિશનરી સ્કૂલોની સ્થાપના થવા લાગી. મેકોલેનો ઉદ્દેશ્ય ભારતીયોને માત્ર બ્રિટનના દાસ બનાવવાનો ન હતો, પરંતુ બધા ભારતીયોને ખ્રિસ્તી બનાવવાનો પણ હતો. મેકોલેનું આ અભિયાન ખુબ અઘરું હતું. મેકોલે ને એ વાત સમજતા વાર ન લાગી કે ભારતીય સમાજ માત્ર શિક્ષણના આધાર ઉપર નથી ટકી રહ્યો, પરંતુ તેની સમાજ વ્યવસ્થા જ એટલી મજબૂત છે કે જેને જરાસરખી હલાવવી પણ ખુબ અઘરી છે. પરાપૂર્વથી દેશના ગામડે ગામડે ૩૫% થી ૫૦% જેટલી જમીન ખુલી છોડવામાં આવતી હતી કે જેની માલિકી કોઈ એક વ્યક્તિની નહોતી, પરંતુ આખા ગામની તેના ઉપર સામુહિક માલિકી હતી. આ ભૂમિને ગોચરની ભૂમિ પણ કહેવામાં આવતી હતી. આ ભૂમિ ઉપર સામુહિક પ્રસંગ થતા હતા, ઔષધિઓ ઉગાડાતી હતી, ત્યોહારોની ઉજવણી થતી હતી, યાત્રીઓ માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી, જળાશય બનાવવામાં આવતા હતા, ગાયોને અને બીજા પાળીતા પશુઓને ત્યાં ચરાવવામાં આવતા હતા વગેરે. આ ભૂમિ ઉપર પાઠશાળા અને ગુરુકુળ પણ ચલાવવામ...