એક વર્ષમાં નવરાત્રી કેટલી?
મિત્રો નવરાત્રીના પર્વો આજથી શરુ થઇ રહ્યા છે. આ નવો બ્લોગ ચાલુ કરવા માટે આનાથી સારો દિવસ કયો હોઈ શકે? નવરાત્રીથી શરૂઆત થાય છે તો પહેલી પોસ્ટ નવરાત્રી ઉપર જ હોવી જોઈએ, નહિ કે? આપણા ગુજરાતીઓ માટે મોટે ભાગે એક જ નવરાત્રીનું મહત્વ હોય છે. પણ શું તમે જાણો છો કે એક વર્ષમાં કુલ પાંચ નવરાત્રી આવે છે? આ પાંચ નવરાત્રી નીચે મુજબ છે. ૧. વસંત નવરાત્રી આ નવરાત્રી વસંત ઋતુમાં આવે છે. વસંત ઋતુ ચૈત્ર મહિનામાં આવે છે. સામાન્ય રીતે ચૈત્ર મહિનો અંગ્રેજી મહિના પ્રમાણે માર્ચ અને અપ્રિલ વચ્ચે આવે છે. ૨. ગુપ્ત નવરાત્રી અષાઢ નવરાત્રી તરીકે પણ ઓળખાતી આ નવરાત્રી તેના નામ પ્રમાણે અષાઢ મહિનામાં આવે છે. અંગ્રેજી મહિના પ્રમાણે જુન અને જુલાઈની વચ્ચે આવે છે. ૩. શરદ નવરાત્રી શરદ ઋતુ એટલે કે શિયાળો શરુ થવાની ઋતુમાં આવતી આ નવરાત્રીનું મહત્વ ખુબ છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર માં આવતી આ નવરાત્રી દેશમાં સૌથી વધુ ઉજવાય છે. ગુજરાતમાં ગરબા દ્વારા માતાજીની સ્થાપના કરીને તો બંગાળમાં દુર્ગાપૂજા દ્વારા આ તહેવાર ભવ્ય રીતે ઉજવાય છે. ૪. પોષ નવરાત્રી તેના નામ પ્રમાણે આ નવરાત્રી પોષ મહિનામાં આવે છે. અંગ્રેજી મહિના પ્રમાણે આ નવ...