મૈથુન ક્રિયા એ એક એવો વિષય છે કે જેના વિષે લગભગ દરેકનો કોઈ ને કોઈ અભિપ્રાય તો છે જ, પણ સભ્ય સમાજમાં તેના વિષે ચર્ચા કરવી એ અયોગ્ય અને અસંસ્કૃત મનાય છે. જો કે આપણાં શાસ્ત્રોએ આ વિષયને ક્યારેય અસ્પૃશ્ય માન્યો નથી. અસ્પૃશ્ય તો શું, શાસ્ત્રોએ તો મૈથુન ક્રિયાને માનવ જીવનના ચાર મહાકર્મો માનું એક માન્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ દરેક મનુષ્યના 4 એવા કર્મો છે કે જે નીતિપૂર્ણ અને શાસ્ત્રોક્ત રીતે કરવાથી દરેક મનુષ્યનું કલ્યાણ થાય છે. કામસૂત્રના રચયિતા ઋષિ વાત્સ્યાયન ચારેય વેદોના પ્રકાંડ પંડિત હતા (આજના સમયમાં ચારેચાર વેદોના પંડિત હોય એવા વિદ્વાનો આખા દેશમાં પૂરા 10 પણ નહીં હોય). વાત્સ્યાયન ઋષિની રચના 'કામસૂત્ર' વિષે તો આપણે સૌ જાણીએ છીએ, પણ એ વાત બહુ ઓછા લોકો જાણે છે કે વેદોના ભાષ્યકારોમાં પણ વાત્સ્યાયન ઋષિનું નામ ખૂબ આદર પૂર્વક લેવાય છે. ઉપરની પૂર્વભૂમિકા દ્વારા આપણે સમજી શકીએ કામ વાસના થવી કે તેમાં રત થવું એ કોઈ અધાર્મિક બાબત નથી. આમ છતાં, જીવનના બીજા અનેક વિષયભોગોની જેમ, આ વિષયભોગ માટે પણ શાસ્ત્રોએ અમુક વિધિ-નિષેધ (DOs and DONTs) આપેલા છે કે જેને અનુસરવાથી મનુષ્યનું કલ્યાણ થાય ...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો