નેશન-રાષ્ટ્ર અને રીલીજીયન-સંપ્રદાય, ભ્રમણાની ભયંકરતા

"Nations પછીની જો કોઈ સૌથી મોટી બીમારી હોય તો એ Religions છેકારણકે તેઓ એવી વાતો માટે લડતા અને મારતા આવ્યા છે કે જેમાં કોઈને રસ નથી." - ઓશો


વિશ્વમાં ઉપરાછાપરી બનતી ત્રાસવાદી ઘટનાઓને અનુલક્ષીને ઉપરનું અવતરણ હમણાં મારા ફેસબુકમાં વાંચવામાં આવ્યું. ખુબ ભવ્ય અને ખુબજ ઊંડા અર્થ વાળું આ વાક્ય છે. અને આ વાક્ય કોઈ ભારતીય દ્વારા જ કહી શકાય એમ હતું. ઓશોનાં ઉપદેશોમાં મને ઘણા ગુણદોષો વારંવાર દેખાય છેપણ આ વાક્ય માટે તો એમને નતમસ્તક નમન કરવું પડે. સ્વામી વિવેકાનંદ પછી તેઓ એક માત્ર એવા નિર્ભીક પુરુષ થયા કે જેમણે પશ્ચિમી દુનિયાને અરીસો બતાવીને તેમના બિહામણા સ્વરૂપનો પરિચય કરાવ્યો. જે વિચારોની સ્પષ્ટતા અને નિર્ભીકતા આજના આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં પણ લોકોમાં જોવા નથી મળતી એ આ મહાપુરુષોએ બતાવી હતી.

ઉપર તમે જોયું તેમ અવતરણનું ગુજરાતી કરતી વખતે મેં 'Nationઅને 'Religion' નું ગુજરાતી નથી કર્યું. સામાન્ય રીતે 'Nation' નું ગુજરાતી 'રાષ્ટ્રઅને 'Religionનું 'ધર્મ/સંપ્રદાય' કરવામાં આવે છે. જો આ અંગ્રેજી શબ્દો અને તેમના માટે પ્રયોજતા ગુજરાતી શબ્દો, બંનેની પાછળના અસલ વિચારને સમજવામાં આવે તો જણાશે કે આ અનુવાદ ખોટો છે. આપણે બંને શબ્દોને એક પછી એક જોઈએ.

Nation vs. રાષ્ટ્ર

Nation શબ્દ સાથે ક્રૂર અને જુલ્મી સામ્રાજ્યવાદ જોડાયેલો છે. યુરોપીય દેશોએ આખી દુનિયામાં પોતાના બર્બર જુલમો દ્વારા જે સામ્રાજ્યવાદ સ્થાપ્યો એની પાછળ Nation ની કલ્પના હતી! તેઓ માટે Nation નો અર્થ પોતાના રાજ્યના સીમાળા હતા. એટલે કે જેટલું મોટું સામ્રાજ્ય એટલો મોટો Nationમાટે આ Nation ને વધુ ને વધુ મોટો કરવા માટે યેન કેન પ્રકારેકરોડો લોકોનો સંહાર કરીને પણઅબજો લોકોનું શોષણ કરીને પણ Nation નો વિસ્તાર તો કરવો જ રહ્યો. આ કારણથી વિશ્વમાં અગણિત નરસંહારો થયા.

આની સામે ભારતીય ભાષાઓમાં ત્રણ શબ્દોનો ઉપયોગ થાય છે. 'રાજ્ય', 'દેશઅને 'રાષ્ટ્ર'. રાજ્ય’નો અર્થ ક્ષેત્રના પ્રશાસનીય સીમાળા સાથે જોડાયેલો છે. જે તે રાજ્યની સીમા અને તેના કાયદાઓ અલગ અલગ હોય છે તથા તેનું પ્રશાસન અલગ હોય છે. ‘રાજ્ય’નો અર્થ આટલા પુરતો જ માર્યાદિત હોય છે. 'દેશએ કોઈ પણ પ્રાંત કે પંથક માટે વપરાતો શબ્દ છે. માટે જ આપણે કોઈ દુરના શહેરમાંથી જયારે આપણા મૂળ ગામે જતા હોઈએ છીએ ત્યારે 'દેશ જઈએ છીએતેમ કહેવાય છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં પણ 'પંચાલ દેશ', 'ગાંધાર દેશવગેરે શબ્દો પ્રાંતો માટે ઉપયોગમાં લેવાયેલા છે. દેશની કોઈ નિશ્ચિત પરિસીમા નથી હોતી, તેનો ઉપયોગ વાતના ઉપલક્ષમાં થાય છે. સૌરાષ્ટ્રના કોઈ ક્ષેત્રમાંથી આવીને અમદાવાદમાં વસેલ કોઈ વ્યક્તિ સૌરાષ્ટ્રને પોતાનો દેશ કહી શકે છે. અને ઓસ્ટ્રેલીયા રહેતા NRI આખા ભારતને પોતાનો દેશ કહી શકે છે. આ પ્રમાણે જયારે આપણે ભારતમાં રહીને પણ જયારે આખા ભારત ભુખંડની વાત કરતા હોઈએ છીએ ત્યારે ‘ભારત દેશ’ એમ કહીએ છીએ. ત્યારબાદ ત્રીજો શબ્દ છે 'રાષ્ટ્ર'. 'રાષ્ટ્રને આપણે Nation ના ગુજરાતી પર્યાય તરીકે લઈએ છીએ. પરંતુ અગાઉ જોયું તેમ Nation એ ભૂમિના સીમાળાઓ સાથે સંબંધ ધરાવે છે. જયારે 'રાષ્ટ્રએ માત્ર ને માત્ર સંસ્કૃતિના વ્યાપને આધારિત શબ્દ છે. વળી Nation એ ‘રાજ્ય’ પણ નથી કારણકે રાજ્ય એ માત્ર પ્રશાશાનીક સીમાળાઓ સાથે જોડાયેલ શબ્દ છે. તેના માટે અંગ્રેજીમાં State શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. જયારે Nation એ સીમાળાઓની સાથે સાથે સંસ્કૃતિને પણ જોડતો શબ્દ છે. આમ રાષ્ટ્ર અને રાજ્યએ બંનેનો સરવાળો એટલે Nation. 

આમતો આ વાત સાવ સામાન્ય લાગે પણ આ તફાવતને લીધે જ ઇતિહાસમાં હજારો માનવ સંહારો થયા છે. યુરોપિયન અને ત્યારબાદ તેમને જોઇને જાપાનીઝ રાજાઓએ પણ પોતાની સંસ્કૃતિ વિસ્તારવા માટે રાજ્યનો વ્યાપ વધાર્યો અને રાજ્યનો વ્યાપ વધારવા માટે સંસ્કૃતિનો વ્યાપ વધાર્યો. જેમ આપણે ઇતિહાસમાં જોયું તેમ આ કાર્ય પુષ્કળ જનસંહારો વિના શક્ય નહોતું. આની સામે ભારતીય 'રાષ્ટ્રનો અર્થ એ માત્ર સંસ્કૃતિનો વ્યાપ જ હતું (અને છે). સંસ્કૃતિ ફેલાવવા માટે રાજ્યનો/પ્રશાશનનો વ્યાપ વધારવો જરાય જરૂરી નથી. પુરાણ કાળથી આપણે જોતા આવ્યા છીએ તેમ ભારત એક રાષ્ટ્ર હતું પરંતુ તેમાં અનેક રાજ્યો હતા. રામાયણમહાભારતઅને વેદોમાં પણ ભારતના અનેક રાજ્યો અને તેના રાજાઓના વર્ણન કરવામાં આવ્યા છે. પરંતુ સંસ્કૃતિ એક હોવાને કારણે 'રાષ્ટ્રતો એક જ હતું. અયોધ્યાના પાટવી કુંવર રામે મીથીલા (કે જેને આપણે આજનું નેપાળ કહીએ છીએ) ના નરેશ, રાજા જનકની પુત્રી સીતા સાથે વિવાહ કાર્ય હતા.  છેક અંગ્રેજોથી આઝાદીના સમય સુધી અનેક નાના-મોટા રાજ્યો ભારતમાં આવેલા હતાછતાં રાષ્ટ્ર તો એક જ હતું! આપણે આપણા ઉદ્દાત વિચારો અને સંસ્કૃતિના પ્રસારમાં માનીએ છીએનહીકે બીજા ઉપર જોર જુલમ કરીને શાસન કરવામાં. સારા વિચારો અને સંસ્કૃતિ ફેલાવવા માટે રાજ્ય વિસ્તારવાની જરાય જરૂર નથી હોતી. આધુનિક સમયમાં આપણે આ વાત અમેરિકા અને અમેરિકન સંસ્કૃતિ ઉપરથી સરળતાથી સમજી શકીશું. અમેરિકન સંસ્કૃતિ સારી છે કે ખરાબ એ એક અલગ ચર્ચાનો વિષય છેપરંતુ વર્તમાન સમયમાં વિશ્વમાં જો કોઈ સંસ્કૃતિનો સૌથી વધુ વ્યાપ થયો હોય તો એ અમેરિકન સંસ્કૃતિનો જ છે. અમેરિકા પોતાના દેશના રાજ્યો સિવાય ક્યાંય પ્રશાસનીક અધિકાર ધરાવતું નથી. અરેએ તો પોતાના રાજ્યો ઉપર પણ ખુબ ઓછા અધિકારો ભોગવે છે. છતાં દુનિયાના કેટ-કેટલા દેશો સંસ્કૃતિથી 'અમેરિકનછેશું આપણે આપણી આજુ બાજુ પણ ઘણા 'અમેરિકાનોનથી જોઈ રહ્યા?! અમેરિકાને આમ કરવા માટે કોઈ નરસંહાર કરવો નથી પડ્યો! આજે અમેરિકન સંસ્કૃતિનું જે સ્થાન વિશ્વમાં છેએ જ સ્થાન ઇતિહાસના મોટા ભાગના સમયમાં ભારતનું હતું. પણ પાછલી સદીઓમાં યુરોપીયનોએ રાજ્ય અને રાષ્ટ્ર વચ્ચે ગુચવાણો પેદા કરીને Nation ની બીમારી ફેલાવી દીધી. પરિણામ આપણે બહુ સારી રીતે જોઈ ચુક્યા છીએ. આજે એ જ સામ્રાજ્યવાદી યુરોપીયનો પોતે પણ 'અમેરિકન રાષ્ટ્રના નાગરિક બની ચુક્યા છે, અને એ પણ કોઈ નરસંહાર વગરઅને રાજી ખુશીથી!! ખેરઇતિહાસમાં તો જે થવાનું હતું એ થઇ ગયું. પણ હજી આપણે પોતે પણ 'Nation' અને 'રાષ્ટ્રવચ્ચેનો તફાવત ના સમજવાને કારણે 'રાષ્ટ્રવાદીઓથી મો મચાકોડીએ છીએ. જયારે 'અખંડ ભારતની વાત કહેવામાં આવે છે ત્યારે એ સમજી લો કે ભારત દેશના નકશાના વિસ્તારની નહિ પણ દરેક પાડોશી દેશો સાથેની સંસ્કૃતિક સમરસતાની વાત કરવામાં આવે છે. આ અર્થમાં ભારતનેપાળભૂતનમ્યાનમાર અને મહદઅંશે શ્રીલંકા પણબધા જ એક રાષ્ટ્ર જ છે. બાંગલાદેશઅફઘાનિસ્તાન અને પાકિસ્તાનના લોકો પોતાની અસલ સંસ્કૃતિને ભૂલી ચુક્યા હોવાથી તેઓ આ અખંડ રાષ્ટ્રના ભાગ નથી. આ લોકોને પોતાની અસલ ઓળખ પાછી આપ્યા વગર તે થવાનું પણ નથી.

Religion vs સંપ્રદાય અને ધર્મ 

ધર્મ એ આધ્યાત્મિકતા સાથે સીધી રીતે જોડાયેલો શબ્દ નથી. એ શબ્દ જે તે પરિસ્થિતિ પ્રમાણે સમુચિત કાર્ય કરવા માટે પ્રયોજયેલો છેજેમકે સ્ત્રી ધર્મપતિ ધર્મમિત્ર ધર્મ વગેરે. કોઈને શારીરિક હાની પહોચાડવી કે મારી નાખવું એ આમ તો ખરાબ કામ કહેવાયપણ જયારે સેનાનો જવાન સરહદ ઉપર શત્રુઓ સામે લડતો હોય ત્યારે શત્રુઓને નિર્મમ રીતે હણવા એ જ એનો ધર્મ છે. વળી જયારે શત્રુ શરણાગતીએ આવી જાય ત્યારે તેની બધી જ રીતે સારવાર કરવી અને તેની સુરક્ષા કરવી એ પણ તે જ સૈનિકનો ધર્મ છે! આમ 'ધર્મએ Religion નો અનુવાદ તો ના જ હોઈ શકે. બીજો શબ્દ ‘સંપ્રદાય’ છે. આપણે વૈષ્ણવ સંપ્રદાયસ્વામીનારાયણ સંપ્રદાયજૈન સંપ્રદાયબૌધ સંપ્રદાયસીખ સંપ્રદાય એવા શબ્દો ઉપયોગમાં લઈએ છીએ. આપણે આને અંગત બાબત માનીએ છીએ અને તેનો પૂરો આદર કરીએ છીએ. માટે જ આપણા શાસ્ત્રો કહે છે કે "एकं सत् विप्रः बहुधा वदन्ति" - એટલે કે સત્ય (ઈશ્વર) એક જ છેતેને પામવાના રસ્તા અલગ અલગ છે. હજારો વર્ષોથી આપણે આ મહાવાક્યને ખરી રીતે જીવતા આવ્યા છીએ, માટે જ સંપ્રદાયને લઈને આપણા ઇતિહાસમાં નરસંહાર થયો હોય એવો એક પણ દાખલો જોવા મળતો નથી. તાજેતરના ઇતિહાસમાં જયરે આપણી ઉપર સંહારો થોપવામાં આવ્યા ત્યારે જ થયા છે. જયારે ‘Religion કે ‘મજહબ’ માં એવું નથી! બધા જ Religion ભારતની બહાર ઉદભવેલા છે. ભારતમાં માત્ર સંપ્રદાયો ઉદભવેલા છે. Religionપછી ભલે તે કોઈ પણ હોયએ ઈશ્વરને જે નામથી પોતે બોલાવે છેતેને જ ઈશ્વર માને છે. બીજા કોઈ નામથી ઈશ્વરનો ઉલ્લેખ પણ ના થઇ શકે! પોતાના ગ્રંથોમાં જે માર્ગ વર્ણવ્યો છેમાત્ર ને માત્ર એ માર્ગથી જ ઈશ્વર મળે! એટલું જ નહિજે એ માર્ગને અનુસરે નહિ તે ઈશ્વરને તો નહિ જ મેળવે પરંતુ તે 'કાફિરકે Infidel છે!! આ માનસિકતાને કારણે જ ઇતિહાસમાં હજારો નરસંહારો થયા અને હજુ પણ થાય છે. અને લાગે છે કે હજી લાંબા સમય સુધી થતા જ રહેશે. માટે 'Religion' અને 'સંપ્રદાય'  નો કોઈ મેળ નથી. 'Religion' એ સંકુચિત માનસિકતા છે અને 'સંપ્રદાય' એ શુદ્ધ અધ્યાત્મનો માર્ગ છે. આધ્યાત્મિક ઉન્નતી બધાને જોઈએ છે પણ સંકુચિતતાની કોઈને જરૂર નથી. અને માટે જ મેં શરૂઆતમાં કહ્યું હતું કે ઓશોના કહેવાયેલા એ શબ્દો કોઈ ભારતીય જ કહી શકતો.


અને છેલ્લે: આમ તો Nation અને Religion એ બે અલગ અલગ શબ્દો છે. પરંતુ ઇતિહાસનું અવલોકન કરતા જણાય છે કે એ બંને શબ્દો એક બીજા સાથે ખુબ ગાઢ રીતે જોડાયેલા છે. જો નિષ્પક્ષ રીતે જોવામાં આવે તો Religion (પછી ભલે તે કોઈ પણ હોય) એ ખરેખર તો શાશકો, સામ્રાજ્યવાદીઓ અને બંડખોરોનું રાજકીય ઉપકરણ માત્ર હતું. દરેક Religion નો ઉદભવ, પ્રચાર અને પ્રસાર અનુક્રમે સામ્રાજ્યો સ્થાપવા, ટકાવી રાખવા અને ફેલાવવા માટે જ કરવામાં આવ્યો છે. પરંતુ આ બ્લોગની મર્યાદાને કારણે આપણે અહીંથી જ અટકીશું! 

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે