ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૧

ભાગ – ૧

“તમે અંગ્રેજોએ ભારતીય શિક્ષણ પ્રણાલીનું એક સુંદર વટવૃક્ષ કાપી નાંખ્યું છે, જેના કારણે આજનો ભારતીય સમાજ જેટલો ૧૦૦ વર્ષ પેલા નિરક્ષર હતો એના કરતા અનેક ગણો નિરક્ષર આજે છે” – ગાંધીજી.

આ શબ્દો હતા ૧૯૩૧માં, ગોળમેજી પરિષદમાં, ભારતનું નેતૃત્વ કરી રહેલા ગાંધીજી ના.

બ્રિટીશ સાંસદ ફિલિપ હર્તોગે ગાંધીજીને તેમના આ કથનને તથ્યોના આધારે પુરવાર કરવા માટે પડકાર ફેંક્યો. ગાંધીજીએ કહ્યું કે તેઓ તેમનું કથન પુરવાર કરીને બતાવશે. પરંતુ સમય સમાપ્ત થઇ ગયો હતો એટલે ગાંધીજી પોતાનું કથન પુરવાર ના કરી શક્યા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અંગ્રેજોએ ભારતમાં આવીને શિક્ષણ વ્યવસ્થાનો પાયો નાંખ્યો અને દેશને સાક્ષરતા પ્રદાન કરી. જયારે ગાંધીજી તો આ માન્યતાથી બિલકુલ વિપરીત વાત કરી રહ્યા હતા. એ તો કહી રહ્યા હતા કે અંગ્રેજોએ ભારતમાં આવીને ભારતીયોને નિરક્ષર બનાવી દીધા! દુર્ભાગ્યવશ ઇતિહાસે ત્યારબાદ ગાંધીજીને ક્યારેય એ મોકો ના આપ્યો કે તેઓ પોતાનું આ કથન પુરવાર કરી શકે. પરંતુ જે સત્ય હતું એ તો ક્યારેક ને ક્યારેક તો ઉજાગર થઈને જ રહેવાનું હતું.

તો આવો જોઈએ કે ગાંધીજી પોતાના એ કથનમાં કેટલા સાચા હતા, અને અંગ્રેજોએ શિક્ષણના નામે ભારતને શું પ્રદાન કર્યું...

લોર્ડ થોમસ મેકોલે એક બ્રિટીશ શિક્ષણવિદ હતો કે જેણે ભારતમાં વિદેશી શિક્ષણ પ્રણાલીનો પાયો નાંખ્યો. આ પહેલા ભારતની શિક્ષણ વ્યવસ્થા એવી જ હતી કે જેવી પરાપૂર્વ થી ચાલી આવતી હતી. આજે જે શિક્ષણ વ્યવસ્થા આપણે જોઈએ છીએ એ મૂળતઃ મેકોલે દ્વારા આપવામાં આવી છે.

તો સર્વપ્રથમ આપણે જોઈએ કે અંગ્રેજોના ભારતમાં આગમન પહેલા ભારતની શિક્ષણ વ્યવસ્થા કેવી હતી...

અખંડ ભારતમાં સ્થિત તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયોથી તો આપણે પરિચિત જ છીએ. આખા વિશ્વમાંથી લોકો અહીં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા આવતા હતા અને સ્નાતક થઈને પોતાના પ્રદેશમાં પાછા જતા રહેતા હતા. સ્વયં ઇસુ ખ્રિસ્ત પણ તક્ષશિલામાં અભ્યાસ હેતુ આવ્યા હતા અને બૌધ દર્શનનો અભ્યાસ કર્યો હતો. એ જ કારણ છે કે ખ્રિસ્તી મજહબ ઉપર બૌધ દર્શનની ઊંડી છાપ છે.

ભારતનો દુર્ભાગ્યકાળ પૃથ્વીરાજ ચૌહાણની મૃત્યુ સાથે ૧૨મિ સદી થી આરંભ થયો. યવન મુસ્લિમ આક્રાન્તાઓએ ભારતના આ મહાન વિશ્વવિદ્યાલયોનો નાશ કર્યો. પરંતુ એ ઉચ્ચ શિક્ષણના વિદ્યાલયો હતા. ભારતની પ્રાથમિક શિક્ષક પ્રણાલીનો નાશ તેઓ ના કરી શક્ય. એ કાર્ય તેમના માટે અસંભવ હતું કારણકે પ્રાથમિક શિક્ષણ પ્રણાલી દેશના પ્રત્યેક ગામડે ગામડાઓમાં ફેલાયેલી હતી. અંગ્રેજોના ભારતમાં આવ્યા પછી પણ આ પ્રણાલી એકદમ સુદ્રઢ હતી.

આપણા ઇતિહાસમાં એવું કહેવામાં આવે છે કે અંગ્રેજોએ ભારતમાં આવીને શિક્ષણ વ્યવસ્થા પ્રસ્થાપિત કરી. આ પહેલા માત્ર બ્રામ્હણ અને રાજકુટુંબના છાત્રો જ શિક્ષણ મેળવતા. જયારે વાસ્તવિકતા આનાથી એકદમ વિપરીત હતી. ભારતમાં અંગ્રેજો આવ્યા તે પહેલા ભારત લગભગ ૧૦૦% સાક્ષર દેશ હતો. 

અંગ્રેજોએ ભારતની ઉત્કૃષ્ઠ શિક્ષણ વ્યવસ્થા જોઈ એ પહેલા અંગ્રેજોની શિક્ષણ વ્યવસ્થા માત્ર રાજવી કુટુંબના છાત્રો પુરતી જ સીમિત હતી. પરંતુ ભારતની સમૃદ્ધ શિક્ષણ વ્યવસ્થા જોઇને એ લોકોએ પણ સમાજના દરેક વર્ગના છાત્રોને શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો. આનો અર્થ એમ થયો કે અંગ્રેજોએ ભારતને નહિ, પણ ભારતે અંગ્રેજોને શિક્ષણ વ્યવસ્થા આપી!

ભારતીય શિક્ષણ પ્રણાલીને નષ્ટ કરવા હેતુ ૧૯મી સદીના પ્રારંભથી જ બ્રિટીશ કંપની રાજે ભારતીય શાળાઓના આર્થિક સ્ત્રોતો બંધ કરવાની શરૂઆત કરી દીધી હતી. પરંતુ આ વ્યવસ્થાના મુળિયા ખુબ ઊંડે સુધી ખુંપેલા હતા, તેને ઉખાડી ફેંકવાનું કામ એટલું સરળ નહોતું. આથી અંગ્રીજોએ આ કામ કરવા માટે પોતાના એક શિક્ષણવિદને ભારત મોકલ્યો. આ શિક્ષણવિદનું નામ હતું ‘લોર્ડ થોમસ મેકોલે’. આ એ નામ હતું કે જે હજારો વર્ષોથી ચાલી આવી રહેલી ભારતીય શિક્ષણ વ્યવસ્થાને ઉખાડી ફેંકવાના અભીયમ માં મૂળભૂત ભૂમિકા ભજવવાનો હતો.


મેકોલે ભારતીય સંસ્કૃતિને ઉખાડી ફેંકવા માટે શું કરવાનો હતો? જોઈશું ભાગ ૨ માં...

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે