દિવ્યભાસ્કર ના સંપાદક કલ્પેશ યાગ્નિક ને ખુલ્લો પત્ર

 ભાઈ શ્રી કલ્પેશભાઈ યાગ્નિક,


દિવ્યભાસ્કર સમાચારપત્રના સંપાદક તરીકે તમારા તંત્રી લેખ સમયાંતરે આવતા રહે છે. સામાન્ય રીતે આ લેખો છેક છેવાડાના ડાબેરી વિચારો જ પ્રસ્તુત કરતા હોય છે. અધૂરા અને સગવળતા પૂરતા તથ્યોના આધારે કોઈક વિકૃત તર્ક રજુ કરવો એ આ લોખો નો મૂળભૂત ઉદ્દેશ્ય હોય એમ જણાય છે. આજના ૨૪-૦૧-૨૦૧૬ ના આપના તંત્રીલેખ ને ઉદાહરણ તરીકે લઈને આપણે જોઈએ.

આજના આપના તંત્રીલેખમાં તમે રોહિત વેમુલાએ કરેલી આત્મહત્યા ના સંદર્ભમાં એવા મતલબનું લખ્યું કે કેન્દ્રિય મંત્રી દ્વારા હસ્તક્ષેપને લીધે તેને આત્મહત્યા કરવા ફરજ પડી. પરંતુ તમે એ શા માટે ના લખ્યું કે કેન્દ્રિય મંત્રીને શા માટે હસ્તક્ષેપ કરવો પડ્યો? દલિત હોવાના કારણે રોહિત ને આત્મહત્યા કરવી પડી એવા મતલબનું તમે લખ્યું પરંતુ એ શા માટે ના લખ્યું કે રોહિતે યાકુબ મેમણની ફાંસી વિરુદ્ધ થયેલા અભિયાનની આગેવાની કરેલી હતી? તેણે હૈદરાબાદ માં એક પાર્ટી હોલ રાખીને સામુહિક રીતે ગૌ-માંસ ખાવાની પાર્ટીનું આયોજન અને આગેવાની કરેલી હતી એ કેમ ના જણાવ્યું? તમે એ કેમ ના લખ્યું કે રોહિત દ્વારા વારંવાર મારામારી કરવા માટે કોલેજ દ્વારા પગલા ભરવામાં આવ્યા હતા?

કલ્પેશભાઈ તમે એમ પણ લખ્યું કે જો યુવાનોને કોઈ ભડકાવતું હોય તો ભડકાવા દેવા જોઈએ કારણકે આજનો યુવાન કોઈના કહેવાથી ભડકી જતો નથી. આ એક અવિચારી, બેજવાબદાર અને આઘાતજનક કથન છે...

કલ્પેશભાઈ, હું તમને નીચે મુજબ પ્રશ્નો પૂછું છું...

૧. જો કોઈના ભડકાવાથી યાકુબ મેમણ જેવા ત્રાસવાદીને સમર્થન કરે એવા યુવાનોના ટોળા ના ટોળા એકઠા થઇ જતા હોય તો શું આવા લોકોને છૂટથી યુવાનો ને ભડકાવાનું લાયસન્સ આપી દેવું જોઈએ?

૨. ISIS, તાલીબાન અને ઇન્ડિયન મુજાહિદીન જેવા ત્રાસવાદી સંગઠનો આવા અનેક યુવાનોને ભડકાવાની વેતરણ માં છે. અને આપણે જોઈ ચુક્યા છીએ કે અનેક યુવાનો આવા લોકોની જાળ માં ફસાઈ પણ જાય છે. શું આવા આતંકવાદી સંગઠનોને આમ કરવા માટે છુટું લાયસન્સ આપી દેવું જોઈએ?

૩. રોહિતની ઓળખાણ માત્ર દલિત તરીકે આપો છો, તો તમને પ્રશ્ન છે કે દલિત હોવું અને યાકુબ મેમણના સમર્થક હોવું એ બે વાતોને શું સંબંધ છે? ગૌ-માંસ ની પાર્ટી સાથે દલિત ને શું સંબંધ છે? ABVP ના કાર્યકરોને અત્યંત બર્બરતાથી ઢોર માર મારવા સાથી શું સંબંધ છે? દલિત હોવાને અને હિંદુઓથી પારાવાર ઘૃણા કરવાને શો સંબંધ છે?

૪. શું તમે જાણો છો કે રોહિત ખરેખર દલિત છે જ નહિ? રોહિત OBC છે!

૫. શું તમે જાણો છો કે રોહિત - કે જે તથાકથિત દલિત છે - જે યાકુબ મેમણની ફાંસી નો વિરોધ કરતો હતો એ યાકુબ મેમણે જાણી જોઇને મુંબઈની દલિત વસ્તીમાં વિસ્ફોટો કરીને સેંકડો દલિતોને મારી નાખ્યા હતા?

૬. શું કોલેજ દ્વારા પગલા ભરવામાં આવતા હોય એવા બધા જ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે? જો એટલા  જ સંવેદનશીલ હતા તો પછી બીજા સહવિદ્યાર્થીઓને શા માટે ઢોર માર મારતા હતા? રોહિતે ખરેખર આત્મહત્યા કરી છે કે નહિ એ તપાસ પણ હજી ચાલુ છે ત્યારે તમે એવું કઈ રીતે જાહેર કરી દીધું કે રોહિતને દલિત હોવાને લીધે આત્મહત્યા કરવી પડી?

મને વિશ્વાસ છે કે તમે ઉપરોક્ત બધી જ વાત જાણો છો. તો પછી આવી અધુરી માહિતી આપીને એમાંથી વિકૃત તારણો શા માટે કાઢો છો? અને તમે આવું નિયમિત રીતે શા માટે કરો છો?

તમે લેખનું મથાળું લખ્યું છે કે "જો તમે યુવાન હોવ અને કોઈક શંકા હોય તો આ વાંચી લો". હું તમારી મજબૂરી સમજુ છું, પરંતુ..

કલ્પેશભાઈ, જો ભૂલથી પણ કોઈ યુવાન આપની વાતો સાચી માની લેશે તો એના પણ હાલ એક દિવસ રોહિત વેમુલા જેવા થશે. રોહિત જેવા નબળા મનના અને ભટકેલા યુવાન ને આદર્શ રૂપે પ્રસ્થાપિત કરીને તમે દેશના યુવાનોનું શું ભલું કરી રહ્યા છો? જો રોહિતમાં થી પ્રેરણા લઈને ફરીથી કોઈ યુવાન દેશ વિરોધી પ્રવૃત્તિ કરશે અથવા તો સમાજથી કંટાળીને આત્મહત્યા કરશે તો કોણ જવાબદારી લેશે?

પ્રભુ તમને પૂર્ણ સત્ય લખવા માટે પ્રેરે એ જ પ્રાર્થના સહ,
દિવ્યભાસ્કર નો એક વાંચક.

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે