ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ४
ભાગ ४
ભાગ 2 માટે અહી ક્લિક કરો
ભાગ 3 માટે અહી ક્લિક કરો
Indian Education Board ના ચેરમેન મેકોલેએ 19મી સદી ના પ્રારંભ થી જ દેશમાં ખ્રિસ્તી મિશનરીઓ ની સ્થાપના શરુ કરી દીધી હતી. પરંતુ માત્ર ખ્રિસ્તી સ્કૂલો બનાવવાથી કામ પૂરું થઇ જવાનું નહોતું. પરાપૂર્વ થી ચાલી આવતી ભારતીય શિક્ષણ પ્રણાલી ને મીટાવવા માટે સર્વપ્રથમ તો ગામડે ગામડે ફેલાયેલી દેસી પાઠશાળાઓ ને ધ્વસ્ત કરવી અનિવાર્ય હતી. આ માટે મેકોલેએ એવો નિયમ બનાવ્યો કે જે પાઠશાળાઓ પાકી ઈમારતમાં બની ના હોય, કે અમુક વિદેશી વિષય ભણાવતી ના હોય એવી નિશાળો ગેરકાનૂની બની ગઈ. એ સમયની નિશાળો કોઈ ઝાડ નીચે ખુલ્લામાં ભણાવતી હતી અને ત્યાં જે કઈ પણ જ્ઞાન આપવામાં આવતું હતું તે પ્રત્યક્ષ અને પ્રાયોગિક (Practical) જ્ઞાન આપવામાં આવતું હતું. શિક્ષકો પણ માત્ર દેશી વિષયો જ જાણતા હતા. માટે આ તમામ નિશાળો બંધ થઇ ગઈ.
પાકી નિશાળો ઉપરાંત એક બીજો પણ નિયમ અંગ્રેજો લાવ્યા કે જેણે ભારતની સમાજ વ્યવસ્થાની કમર તોડી નાખી. આપણે જેમ ભાગ ૩ માં જોયું તેમ ગામડાઓની ૩૫ થી ૫૦% જમીન ખુલી છોડવામાં આવતી હતી. અંગ્રેજોએ આને ઘટાડીને માત્ર ૫% કરી નાંખી. ભારતીયોએ આ નિર્ણયનો વિરોધ કર્યો, પરંતુ અંગ્રેજોએ એમ કહીને એમને સમજાવી દીધા કે ગામડાઓની સિંચાઈ વ્યવ્યસ્થા, શિક્ષણ વ્યવસ્થા, ખાદ્યાન્ન વ્યવસ્થા, ન્યાય વ્યવસ્થા વગેરે માટે તેઓ કેન્દ્રીય રીતે વ્યવસ્થા કરી આપશે. આનો અર્થ એમ હતો કે ભારતીય પરંપરા થી તદ્દ્દન વિપરીત વ્યવસ્થા અંગ્રેજો પ્રસ્થાપિત કરવાના હતા.
અંગ્રેજોના આ નિર્ણયનું પરિણામ એ આવ્યું કે ગામડાઓની સ્વયંસંચાલિત અર્થવ્યવસ્થા તૂટી ગઈ અને લોકો દરિદ્ર થવા લાગ્યા. ભારતીયો અંગ્રેજો દ્વારા કરવામાં આવનારી વ્યવસ્થા માટે લાચાર થઇ ગયા. જો કદાચ અંગ્રેજો ખરેખર આવી કોઈ કેન્દ્રીય વ્યવસ્થા કરવા માંગતા હોત તો પણ એ સમયે આવડા મોટા દેશ માટે એમ કરવું અશક્ય હતું. અને તેઓ તો કરવા જ માંગતા ન હતા. ગામડાઓની નિશાળો બંધ થઇ ગઈ હતી. મહાનગરોમાં થોડી ઘણી અંગ્રેજી સ્કુલોમાં ભણાવવા માટે ગામડાના લોકો પાસે ના તો પૈસા હતા, કે ના તો તેમને આવું અંગ્રેજી શિક્ષણ આપવું જરૂરી લાગતું હતું.
અંતે પરિણામ એ આવ્યું કે ૧૦૦% સાક્ષરતા ધરાવતો દેશ થોડા જ દશકોમાં મોટેભાગે નિરક્ષર બની ગયો (આઝાદી સમયે ભારતની સાક્ષરતા ૧૪% હતી). એક ખુબજ નાના વર્ગના બાળકો અંગ્રેજી સ્કૂલોમાં દાખલો મેળવતા હતા. આ સાથે જ કંપની સરકાર દ્વારા ભારતીય સંસાધનો ની અત્યાધિક લૂંટ પણ ચાલી જ રહી હતી જેનાથી સમાજ વધુ દરિદ્ર બની રહ્યો હતો. સદીઓ થી ચાલી આવી રહેલી સિંચાઈ વ્યવસ્થા ભાંગી પડી હતી, ઓછા વરસાદ વાળા ક્ષેત્રોમાં દુકાળ પડવો એ એક સામાન્ય વાત બની ગઈ હતી. આ ઉપરાંત શિક્ષણ ના મળવાને કારણે ભારતીય સામાજ માત્ર એક જ પેઢી બાદ આર્થિક રૂપે અત્યંત દરિદ્ર અને માનસિક રીતે હતોસાહિત થઇ જવાનો હતો.
અંગ્રેજો માત્ર આટલા થી જ સંતોષ માની લેવાના નહોતા. તેઓ ઈચ્છતા હતા કે હિંદુ સમાજ પોતાના મૂળભૂત સંસ્કાર ભૂલી જઈને ખ્રિસ્તી બની જાય. એવા ખ્રિસ્તી કે જે વિચાર, વાણી અને રૂચી થી પુરા અંગ્રેજ હોય. આ લક્ષ્ય ને પ્રાપ્ત કરવા માટે મેકોલે હવે આગળ શું કરે છે? જોઈશું ભાગ ૫ માં.
(જે કેન્દ્રીય વ્યવસ્થાનું વચન અંગ્રેજોએ ૧૮૩૫ માં આપ્યું હતું એ આજે સ્વતંત્રતાના ૬૭ વર્ષ પછી પણ, ભારતની પોતાની સરકાર નથી આપી શકી. અંગ્રેજો માત્ર કેન્દ્રિય ન્યાય વ્યવસ્થા આપી શક્યા કે જે તેમના પોતાના હિતમાં હતું. સ્વતંત્રતા પછી પણ ભારત આ અંગ્રેજોએ દીધેલી તકલાદી અને બિનકાર્યક્ષમ ન્યાયપ્રણાલીને કામ આપતી કરી શક્યું નથી. ન્યાય, સિંચાઈ અને ખાદ્યાન્ન વ્યવસ્થાઓની જેવી દયનીય પરિસ્થિતિ આજે છે એવી ઈતિહાસમાં ક્યારેય નહોતી. અને નજીકના ભવિષ્યમાં આ વ્યવસ્થા પર્યાપ્ત રીતે ઉપલબ્ધ થઇ શકે એવી કોઈ આશા પણ નથી.)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો