શું લોકશાહી ભારત માટે યોગ્ય છે? બીજી કઈ સાશન વ્યવસ્થા વિચારી શકાય? - ભાગ ૨
પ્રાચીન ભારતની શાસન વ્યવસ્થા: જનપદ વ્યવસ્થા
આપણે ભાગ 1 માં જોયું કે લોકશાહી સાશન વ્યવસ્થા કે જે આપણે સ્વીકારી લીધી છે, એ એકમાત્ર અને દરેક પરિસ્થિતિમાં સારામાં સારી વ્યવસ્થા નથી. બીજી ઘણી વ્યવસ્થાઓ કરતાં લોકશાહી સારી છે પણ દરેક સંજોગોમાં એ સર્વોચ્ચ જ છે એવું નથી. જ્યારે દેશ અને સંસ્કૃતિને બચાવવાનો પ્રશ્ન આવે ત્યારે એકહથ્થુ અને કડક સાશન ખૂબ જરૂરી બની જાય છે.
વર્તમાન લોકશાહીના મુખ્ય બે નબળા પાસાઓ છે જે તેને અયોગ્ય બનાવે છે.
નબળું પાસું 1:
દરેક વ્યક્તિ પાસે સમાન મતાધિકાર છે. એક વૈજ્ઞાનિક, એક મોટો ઉદ્યોગપતિ, એક શિક્ષક અને એક જ્ઞાની સાધુને પણ એટલો જ મતાધિકાર છે જેટલો એક અપરાધિને, ભિખારીને, કૌભાંડીને, અભણને, લાલચીને અને દેશદ્રોહીને. આ વ્યવસ્થા કેટલી ન્યાયપૂર્ણ છે? સામાન્ય રીતે રાજકારણીઓ માટે જેઓ વધુ કુશળ, બુદ્ધિશાળી અને નિસ્વાર્થી હોય તેના કરતાં નિકૃષ્ટ માણસોને રિજવવા ખૂબ સહેલા હોય છે. માટે સ્વાભાવિક રીતે જ આવી રાજનીતિ અવડા માર્ગે જ હમેશા જવાની છે. અને આખા વિશ્વમાં આ જ થઈ રહ્યું છે જે આપણે જોઈ શકીએ છીએ.
નબળું પાસું 2:
મતદારો પાસે મતદાન કરતી વખતે જાજી સ્પષ્ટતા હોતી નથી. વધુમાં વધુ એ સ્પષ્ટતા હોય છે કે કોણ પ્રધાનમંત્રી બનશે કે મુખ્યમંત્રી બનશે. બાકી બધુ હવામાં હોય છે. અને સરકારનું મંત્રીમંડળ બને એમાં પણ સામાન્ય રીતે જે નેતાઓને જે તે ક્ષેત્રનો કોઈપણ અનુભવ નથી હોતો એવા નેતાઓને મંત્રી બનાવવામાં આવે છે. આવી સાવ અદ્ધરતાલ ચાલતી વ્યવસ્થા કઈ રીતે સાંખી શકાય?
તો શું એવી કોઈ વ્યવસ્થા બની શકે કે જેમાં આપણને એકહથ્થુ સાશનનું સબળ સામર્થ્ય અને લોકશાહીના દુર્ગુણો વગરની લોક સહભાગિતા મળી શકે? હા છે. આ વ્યવસ્થા છે જનપદ વ્યવસ્થા કે જે ભારત પુરાતન કાળથી અનુસરતું આવ્યું છે.
ભારતમાં ઘટેલા દરેક ચક્રવાર્તિ સામ્રાટનું સામ્રાજ્ય વિવિધ નાના નાના જનપદોમાં વહેચાયેલું હતું. જે રીતે અત્યારે વિવિધ રાજ્યો છે એ રીતે ત્યારે જનપદો હતા. પરંતુ એ અત્યારના રાજ્યો કરતાં નાના હતા. દરેક જનપદમાંથી અમુક પ્રતિનિધિઓ સમ્રાટની સભામાં નીમવામાં આવતા હતા. સ્વયં સમ્રાટના મંત્રીઓમાં સમાજના દરેક ક્ષેત્રના પ્રતિનિધિઓનું ચયન થતું. આ ચયન તેમના પોતાના સમાજમાં ચુંટણીઑ દ્વારા થતું. ઉદાહરણ તરીકે વેપારી સમાજના પ્રતિનિધિ વેપારીઓના સંઘમાંથી જ ચૂંટાઈને આવતા. સૈન્ય અધિકારીઓના સંઘમાંથી સેનાના પ્રતિનિધિ ચૂંટાઈને આવતા. આ જ રીતે શિક્ષણવિદો, અનુસાંધાનકર્તાઓ (વૈજ્ઞાનિકો), ધર્મ જ્ઞાતાઓ, કૃષિ વિશેષજ્ઞો વગેરે પ્રત્યેક વર્ગના લોકોના પ્રતિનિધિઓ પોતપોતાનાં સમાજનો પક્ષ સમ્રાટ સમક્ષ રજૂ કરીને સમ્રાટની નીતિઓ ઘડવામાં તેમને મદદ કરતાં. આ જ વ્યવસ્થા તેના સંક્ષેપ સ્વરૂપમાં જનપદના સ્તરે પણ લાગુ પડતી કે જેમાં દરેક જનપદનો એક રાજા હોય અને એની પોતાની સભા હોય જેમાં ચૂંટાયેલા મંત્રીઓ હોય.
જ્યારે કોઈ બે રાજ્યો વચ્ચે વિખવાદ ઊભો થતો ત્યારે પણ ક્યારેય રાજ્યની સીમા ને લગતા વિવાદ થતાં નહીં. રાજ્યોની સીમા નક્કી જ હતી. આથી પ્રજાને રંજાળાતી નહીં. જો બે રાજા વચ્ચે વિખવાદ થાય તો બંને વચ્ચે નિશ્ચિત સ્થાને યુદ્ધ થતું અને જે રાજા હારી જાય એ રાજા કાં તો પોતાનું આખું રાજ્ય વિજેતા રાજાને સોંપી દેતો, અથવા એક વારમાં મોટું કર ચૂકવી દેતો અથવા લાંબા સમય સુધી નિયમિત અંતરે વિજેતા રાજાને કર ચૂકવતો રહેતો. આ આખી પ્રક્રિયામાં જો ક્યાંય પણ અધર્મ આચરાય, કે પ્રજાનું નિર્મમ શોષણ થાય તો ચક્રવાર્તિ રાજા વચ્ચે પડીને ઉચિત પગલાં ભરતો. ચક્રવાર્તિ રાજાઓનો યુગ પૂરો થયા પછી પણ આ મર્યાદાઓ હમેશા પાડવામાં આવી, કે જેમાં રાજ્યોની નવી સીમાઓ ક્યારેય આંકવામાં આવતી નહીં. નવા રાજ્યો ત્યારેજ બનતા કે જ્યારે કોઈ એકથી વધુ યુવરાજ વારસામાં બહુ મોટું રાજ્ય પામે અને તેને પ્રસાશન માટે નાના ભાગમાં વહેચવાની જરૂરિયાત હોય.
આ રીતે અત્યારની વ્યવસ્થાના જે 3 દુર્ગુણો છે એ ત્રણેય દૂર થતાં હતા. જેમકે..
1. એકહથ્થુ શાસનને લીધે દેશની અસ્મિતા અને સંસ્કૃતિ જળવાઈ રહેતી
2. લોકસત્તા દ્વારા ઉચિત મંત્રીઓનું ચયન થતું
3. માત્ર ઉચિત અને જે તે ક્ષેત્રને લાગુ પડતાં લોકો જ મતદાન કરી શકતા, માટે અયોગ્ય વરણી થવાની સંભાવના ખુબજ ઘટી જતી.
છે ને અદભૂત વ્યવસ્થા!
હજુ આ વ્યવસ્થાની કમાલ આગળ જુઓ.
આ સમાજમાં રાજાને દેવતુલ્ય માનવામાં આવતા. માટે લોકો રાજાને પોતાનાથી શક્ય એટલો સહકાર આપતા. આ વાતનું મહત્વ ચીનના ઉદાહરણ દ્વારા સમજી શકાય. ચીન એક સરમુખત્યાર શાહી દેશ તો છે જ, સાથે પ્રજા સાથે કડક હાથે કામ પણ લે છે. પરંતુ ચીનની સફળતાનું કારણ એ એકમાત્ર નથી. ત્યાંની પ્રજા પણ દેશ અને સરકારને ખુબજ સહકાર આપે છે. ચીનમાં કોઈ વાત જ્યારે દેશ હિતમાં છે એમ કહેવામાં આવે ત્યારે લોકો જાતે જ તે સ્વયં શિસ્તથી પાલન કરે છે. જેમકે કોઈ મોટા ઉદ્યોગ માટે જમીનની આવશ્યકતા હોય તો લોકો સ્વેચ્છાએ ખાલી કરી આપે છે અને સરકાર બીજે જ્યાં આપે ત્યાં જઈને વસે છે. ચીની લોકો વિશ્વમાં ક્યાંય પણ હોય, તમે તેમને ક્યારેય પોતાના દેશ વિરુદ્ધ કે પોતાના નેતા વિરુદ્ધ બોલતા નહીં જુઓ. આને લીધે જ ચીનનો અભૂતપૂર્વ વિકાસ ખૂબ ટૂંકા ગાળામાં થયો છે. આ રીતે રાજાને દેવતુલ્ય માનવાથી પ્રજામાં હમેશા દેશ અને રાજા તરફી સમર્પણ ભાવ રહે છે. જ્યારે લોકશાહીમાં રાજનેતાઓ વિરુદ્ધ રમુજ ફેલાવવામાં અને દરેક વાતમાં ખોચરા કાઢવામાં જ લોકો સમય નષ્ટ કરતાં હોય છે.
રાજાને તો દેવતુલ્ય માનવાથી ઘણી સુલભતા થઈ જાય છે. પણ જો રાજા જ અકર્મી બની જાય તો? તો એના માટે પણ વ્યવસ્થા છે! રાજા ઉપર રાજપુરોહિતનું શાસન હોય છે. રાજા કરતાં ધર્મનું શાસન મોટું હોય છે. જ્યારે રાજાનો રાજ્યાભિષેક કરવામાં આવે છે ત્યારે એક 'રાજદંડ' રાજાને આપવામાં આવે છે જે એ ત્રણ વાર પછાડે છે અને બોલે છે, 'રાજ રાજ રાજ '. અને રાજપુરોહિત પાસે એક 'ધર્મદંડ' હોય છે જે એ રાજાના માથા ઉપર ત્રણ વર પછાડે છે અને બોલે છે 'ધર્મ ધર્મ ધર્મ', અર્થાત રાજા ઉપર પણ ધર્મની સત્તા છે, જેનું અતિક્રમણ રાજા ક્યારેય કરી શકતો નથી. આ રાજપુરોહિત રાજ્યના બધા ધર્મચાર્યો, અને નીતિશાસ્ત્રના વિદ્વાનો દ્વારા નીમવામાં આવે છે, જેથી તેઑ શાસન ધર્મપુર્ણ રીતે ચાલતું રહે એ જોવામાં નિષ્ણાત હોય છે. રાજપુરોહિતો પણ સનાતન ધર્મ શાસ્ત્રોથી બંધાયેલા હોય છે. માટે તેમના માટે પણ કુમાર્ગે જવું સંભવ નથી.
આમ જોવા જઈએ તો અત્યારની વ્યવસ્થા કરતાં તે વ્યવસ્થા સાવ જ ઊંધી હતી. અત્યારે આપણે નેતા ચૂંટીએ છીએ અને મંત્રીઓ (કે જેનું સૌથી વધુ મહત્વ છે) અદ્ધરતાલ રહે છે અને મોટેભાગે કોઈપણ અનુભવ વગરના નિમાય છે. જ્યારે અગાઉ રાજા નક્કી રહેતો અને મંત્રીઓની તેમના પોતાના ક્ષેત્રના લોકો જ ચુંટણી કરતાં.
આમ જોવા જઈએ તો અત્યારની વ્યવસ્થા કરતાં તે વ્યવસ્થા સાવ જ ઊંધી હતી. અત્યારે આપણે નેતા ચૂંટીએ છીએ અને મંત્રીઓ (કે જેનું સૌથી વધુ મહત્વ છે) અદ્ધરતાલ રહે છે અને મોટેભાગે કોઈપણ અનુભવ વગરના નિમાય છે. જ્યારે અગાઉ રાજા નક્કી રહેતો અને મંત્રીઓની તેમના પોતાના ક્ષેત્રના લોકો જ ચુંટણી કરતાં.
પણ આ આખું રાજ્ય તંત્ર એક સુઘડ અને ખૂબ અસરકારક અને સુગમ ચાલતું એનું મૂળ કરણ તેની એક સુદ્રઢ અને લોકકલ્યાણકારી ન્યાય વ્યવસ્થા હતી. આ ન્યાય વ્યવસ્થા એવી હતી કે જે લોકોના પ્રશ્નોનું નિરાકરણ આપવાને બદલે લોકોના પ્રશ્નો જ ના ઊભા થાય એની ઉપર વધુ ધ્યાન આપતી.
તો આ ન્યાય વ્યવસ્થા અને દંડ વ્યવસ્થા કેવી હતી? શું એ પણ ઉત્તમ કક્ષાની હતી? હા, એ સમયે ન્યાયવ્યવસ્થા પણ વર્તમાન સડેલી ન્યાયવ્યવસ્થા કરતાં અનેક ગણી સારી હતી. કેવી હતી એ ન્યાય વ્યવસ્થા?
વાંચો આ શ્રેણીના ત્રીજા ભાગમાં..
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો