શું ભગવાનનું મનુષ્યકરણ યોગ્ય છે?

 Is Humanization of god appropriate?

તમે કેટલા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે "રામ અને કૃષ્ણ ભગવાન નહીં, પણ મનુષ્ય હતા, સમય જતાં લોકોએ તેમને ભગવાન બનાવી દીધા", અથવા "જો રામ-કૃષ્ણ ને સમજવા હોય તો તેમને એક સામાન્ય માનવી તરીકે જોવા જોઈએ"?


બહુ લોકોને આવું કહેતા સાંભળ્યા હશે, નહીં? મોટા મોટા વિચારકો, કટાર લેખકો, નવલકથા લેખકો, સુધારા વાદીઓ, અને અમુક તો કહેવાતા ધર્માત્માઓ પણ આવું કહેતા હોય છે. સાંભળવામાં લાગતી આ ખૂબ તાર્કિક અને ગળે ઉતરે તેવી વાત શું ખરેખર સત્ય હશે?

આવી વાતો સાચી માનવામાં એક સમસ્યા એ છે કે જ્યારે તમે આવી વાત સ્વીકારો લો છો તેરે એમ પણ સ્વીકારી લો છો કે ભારતના હજારો લખો વર્ષના ઇતિહાસમાં થઈ ગયેલા અગણિત સંતો, મહાત્માઓ અને ધર્માત્માઓ સદંતર મૂર્ખ અને અંધશ્રદ્ધાળુ હતા. શું એ વાત માનવા યોગ્ય છે?

તો સાચું શું છે?

સૌભાગ્યથી (ખરેખર તો દુર્ભાગ્યથી) આપણી પાસે એવા સમાજના પણ ઉદાહરણો છે કે જે રામ-કૃષ્ણ ને પોતાના પૂર્વજો તો માને છે, એમના જીવનના દરેક આખ્યાન સાચા પણ માને છે, પરંતુ તેમને ભગવાન તરીકે નહીં જોતાં, એક ઐતિહાસિક મનુષ્યો તરીકે જુએ છે. જો આપણે તે સમાજની દશા જોઈએ તો આપણે આ પ્રશ્નના સંપૂર્ણ નિષ્કર્ષ ઉપર આવી શકીએ. 

તો કયો છે એ સમાજ કે જે આપણાં ભાગવાનોને માને તો છે, પરંતુ ઐતિહાસિક પુરુષો તરીકે, ભગવાન તરીકે નહીં? આ સમાજ છે, ઈન્ડોનેશિયા દ્વીપ સમૂહ!

જો તમે ક્યારેય ઈન્ડોનેશિયા ફરવા ગયા હશો તો બાલી તો અવશ્ય ગયા જ હશો. અને જો રોકાણ લાંબુ હશે તો બીજા પણ અમુક ટાપુઓ જોયા હશે. એ લગભગ સામાન્ય જ્ઞાનની વાત છે કે ઇન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ હોવા છતાં, ત્યાં સ્થળે સ્થળે વિષ્ણુ ભગવાન, રામ ભગવાન, ગરુડ વગેરેની જાહેરમાં પ્રતિમાઓ રાખવામાં આવેલી છે. વિશ્વની સૌથી મોટી ગરુડની પ્રતિમા ત્યાં છે, તેમની એરલાઇનનું નામ ગરુડા છે, બાલીના એરપોર્ટ ઉપર જ એક શૈયાસની વિષ્ણુ ભગવાનની વિશાળ અને આહલાદક પ્રતિમા મૂકેલી છે, એટલું જ નહીં, બાલી અને બીજા અનેક ટાપુઓમાં રોજ રામલીલા ભજવાય છે. કેટલું સુંદર! આપણે હિન્દુઓ આ વાતથી ગર્વથી ફુલા નથી સમાતા!

Ramleela being performed whole year in Indonesia Mohammad Vishu performs  Laxmana
Photo Credit Naidunia

Garuda Wisnu Kencana – Bangladeshi Nomad
Photo Credit MyBaliSukaTour

પરંતુ વાસ્તવિકતા શું છે? બાલી ટાપુમાં હિન્દુઓની બહુ મોટી જનસંખ્યા છે, તેઓ રામ-કૃષ્ણ-વિષ્ણુ-ગરુડ ને પોતાના ભગવાન માને છે, માટે ત્યાંનાં મંદિરો સારી રીતે પૂજાય છે અને ધર્મ પણ ટકી રહ્યો છે. પરંતુ એ સિવાયના ટાપુઓમાં હિન્દુ જનતા બહુ ઓછી છે, મુખ્યત્વે મુસ્લિમો જ રહે છે. જો કે ત્યાં પણ હિન્દુ મંદિરો આવેલા છે, ત્યાંનાં લોકો રામ, કૃષ્ણ, વિષ્ણુને પોતાના પૂર્વજો પણ માને છે, પરંતુ તેમને પોતાના ભગવાન માનતા નથી. મંદિરો એ માત્ર પર્યટન સ્થળો છે. પરિણામે ત્યાંનાં મંદિરોમાં ભગવાન તો છે, પણ પૂજતું કોઈ નથી, આરતી કે ધૂપ દીપ પણ થતાં નથી, લોકો જૂતાં પહેરીને મંદિરના ગર્ભગૃહમાં ફરે છે, લોકલ ભોમિયાઓ મંદિરમાં બીડી/સીગરેટ ફૂંકે છે, જ્યાં ત્યાં થૂંકે છે, મંદિરમાં વિદેશી પર્યટકો અંગ્રેજી ગાળો બોલે છે અને મંદિરના પ્રાંગણમાં ના કરવા જેવી દરેક પ્રવૃત્તિઓ કરે છે. આમ તે બધા મંદિરો નથી, પણ મંદિરોના મૃતદેહો છે. પરંતુ દરેક મંદિરના પ્રાંગણમાં જ, બાજુમાં જ, એક નાની મસ્જિદ જરૂર હોય છે કે જ્યાં તેઓ જૂતાં કાઢીને પૂરી શ્રદ્ધા અને સ્વચ્છતા સાથે દિવસમાં પાંચ વાર નમાજ પઢે છે. ઈન્ડોનેશિયા બહુ જડપથી આક્રમક જિહાદી માનસિકતા ધરાવતો દેશ બની રહ્યો છે. અને ત્યાંનાં લોકો એક અત્યંત કટ્ટરવાદી જિહાદી નેતા - વિડોડો - ને પોતાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટે છે. આ એ જ લોકો છે કે જેઓ હિન્દુઓ સાથે "રામ અમારી ભૂમિ ઉપર થાય હતા, તમારી ભૂમિ ઉપર નહીં" એમ કહીને ભારતીયો સાથે લડે છે. છે ને આશ્ચર્યની વાત! હવે પ્રમુખ વિડોડોએ નિશ્ચય કર્યો છે કે હિન્દુ જનસંખ્યા ધરાવતા બાલી ટાપુનું મહત્વ ખૂબ ઘટાડીને, બીજા ટાપુઓ ઉપર પ્રવાસન વધારવું કે જેથી સમય જતાં આખા દેશમાંથી હિન્દુઓના ચિન્હો અને હિન્દુઓને સાફ કરી શકાય.

તો આ પરથી આપણે એ તારણ કાઢી શકીએ કે જ્યારે ભગવાનને મનુષ્ય માનીને તેમાંથી શ્રદ્ધા, પવિત્રતા, સમર્પણ અને ભગવત્વ કાઢી નાખવામાં આવે છે ત્યારે એ સંસ્કૃતિનો નાશ નિશ્ચિત હોય છે. આ પરથી એ પણ કહી શકાય કે જો તમે તમારા ભાગવાનોને ભગવાન નથી માનતા તો તમે હિન્દુ છો જ નહીં, અથવા તો બહુ લાંબો સમય હિન્દુ રહેવાના નથી.

આ તો થઈ સંસ્કૃતિની વાત. આધ્યાત્મિક રીતે પણ જો જોવામાં આવે તો એવો કયો મહાપુરુષ કે સંત મહાત્મા થઈ ગયો કે જેણે ભગવાનને મનુષ્ય માનીને પોતાનું કલ્યાણ કર્યું હોય? કલ્યાણ કેવળ ભગવાન જ કરી શકે છે, મનુષ્યો નહીં. શું કોઈ મહાન વૈજ્ઞાનિકની જીવનકથા સાંભળીને કોઈ વૈજ્ઞાનિક બની શકે છે? શું કોઈ મહાન દોડવીરની જીવનકથા વાંચીને ઓલમ્પિકમાં દોડનું ગોલ્ડ મેડલ જીતી શકે છે? નહીં ને? પણ ભગવાનનું સ્મરણ કરીને, ભગવાનની ભક્તિ કરીને, ભક્ત પોતે પણ ભગવત સ્વરૂપ બની ગયા હોય એવા સેંકડો હજારો સંતો આપણાં સમાજમાં થઈ ચૂક્યા છે. 

ઘણાં આધુનિક લેખકો ભાગવાનોનું ચિત્રણ મનુષ્યના સ્વરૂપમાં કરીને બહુજ નામ અને પૈસો કમાઈ રહ્યા છે. અને આપણી આજની પેઢી આ બધાને વાંચીને પ્રભાવિત થઈ રહ્યા છે, અને તેમણે ધર્મના જ્ઞાતા માનીને એમના કૂતર્કોના માર્ગ પર ચાલી નીકળે છે. આનાથી એમનું પતન જ થવાનું છે. આપણાં જેટલા પણ ધર્મગ્રંથ છે, એ કોઈએ માનસિક કસરત કરીને, કે તર્ક-કુતર્ક કરીને નથી લખ્યા, કે નથી તેમણે પ્રસિદ્ધિ કે પૈસા માટે લખ્યા. એ દરેક સંતોએ સ્વયં ભગવાનના દર્શન કરેલા છે, એમની લીલાઓ પોતાના દિવ્ય ચક્ષુઓ દ્વારા નિહાળી છે, અને એના પછી જ એમનું વર્ણન કર્યું છે. ઉદાહરણ તરીકે, તુલસીદાસજીને જ્યારે હનુમાનજી, શિવજી અને રામ ભગવાન, એ બધાના સાક્ષાત દર્શન થઈ ગયા, તેમની લીલાઓ પણ પોતાના સ્વયંના નેત્રો દ્વારા જોઈ લીધી, ત્યારે જ તેમણે સ્વયં મહાદેવની આજ્ઞા મેળવીને રામચરિતમાનસની રચના કરી હતી. માટે રામચરિતમાનસ કોઈ કવિની કલ્પના, કે લેખકનો ઉપન્યાસ નથી, એ તો સ્વયં પ્રભુ શ્રી રામના દ્વારા કરાયેલી લીલા છે

ફરીથી, મનુષ્યનું કલ્યાણ કરવાનું સામર્થ્ય માત્ર ભગવાનમાં જ હોય છે, કોઈ બીજા મનુષ્યમાં નહીં. આ સૃષ્ટિમાં કરોડો કરોડો દેવતાઓ વિદ્યમાન છે અને એમાંના દરેકે દરેક કોઈપણનું પરમ કલ્યાણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. યોગ્ય ઉપાસના કરવાથી તેઓ સાક્ષાત દર્શન પણ આપે છે અને જન્મ જન્માંતરના પાપો એક ક્ષણમાં નષ્ટ કરી શકે છે. માટે કહેવાતા બુદ્ધિજીવીઓની મૂરખાઈમાં પડીને આ દુર્લભ મનુષ્ય દેહનો વ્યય કરવા કરતાં આપણાં ઋષિમુનિઓ અને સંતોની વાણીમાં વિશ્વાસ રાખીને પોતાનું કલ્યાણ કરવામાં જ ચતુરાઇ છે. 

__/\__ જય શ્રી કૃષ્ણ __/\__


ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા