શું લોકશાહી ભારત માટે યોગ્ય છે? બીજી કઈ સાશન વ્યવસ્થા વિચારી શકાય? - ભાગ 4

 

ભારતની વર્તમાન રાજનૈતિક પ્રણાલીમાં કયા કયા ફેરફાર કરવા જરૂરી છી?


આપણે ભાગ ૧ માં જોયું કે શા માટે ભારત માટે લોકશાહી એ એક આદર્શ શાસન વ્યવસ્થા નથી. 

ત્યારબાદ ભાગ ૨ માં જોયું કે પ્રાચીન ભારતની શાસન વ્યવસ્થા કેવી હતી. 

અને ભાગ 3 માં જોયું કે ભારતની પ્રાચીન ન્યાય વ્યવસ્થા કેવી હતી. 

હવે પ્રશ્ન એ થાય કે ભલે અસલ ભારતીય પ્રણાલી અત્યારની પ્રણાલી કરતાં અનેક ગણી ઉત્તમ હતી, લોક સુખાકારી ક્યાંય વધુ હતી, પણ હવે એ યુગ પૂરો થઈ ગયો છે, અને અત્યારે એ વ્યવસ્થા પાછી લાવવી અશક્ય છે. તો પછી શા માટે એ તરફ જોઈને જીવ બાળવો?

પ્રશ્ન વ્યાજબી છે. અને તાર્કિક રીતે સાચો પણ છે. આમ છતાં શું આપણી પાસે એવો કોઈ વિકલ્પ નથી કે જેમાં આપણે આપણાં ભવ્ય ભૂતકાળમાંથી પ્રેરણા લઈને, અત્યારની કંગાળ વ્યવસ્થાને બને એટલી સારી બનાવી શકીએ?

ભારત દેશની પરિસ્થિતિ સુધારવા માટે સર્વપ્રથમ તો ઘણી બધી સાફ સફાઈની જરૂર છે. અત્યારની ચુંટણી વ્યવસ્થા એવી છે કે જેણે ભારત દેશને સતત ગુંચવાયેલું, નબળું અને નિરર્થક તારક-વિતર્કવાદી બનાવી દીધો છે. આખા દેશમાં ક્યાંકને ક્યાંક ચુંટણી ચાલુ જ હોય છે. 365 દિવસ રાજકીય વાતાવરણ અને રાજકારણીઓ દરેક વિષયને રાજકીય રંગ આપતા રહે છે. રાજકારણને લાગતો એક આખો મસમોટો ઉદ્યોગ ઊભો થઈ ગયો છે. સમાચાર માધ્યમો, પૂર્ણકાલીન રાજકારણીઓ, રાજકીય કાર્યકર્તાઓ, સોશિયલ મીડિયા કર્મીઓ, કહેવાતા રાજકીય વિશેષજ્ઞો, NGO, વેચાઈ ગયેલા લેખકો, વેચાઈ ગયેલા બુદ્ધિજીવીઓ, વેચાઈ ગયેલા ઇતિહાસકારો, વેચાઈ ગયેલા સરકારી અધિકારીઓ, પ્રખ્યાત હસ્તીઓ.... આ ત કઈં કેટલાય છે કે જેમણે રાજકારણને આજુબાજુ રાખીને એક આખો મહાકાય ઉદ્યોગ બનાવી દીધો છે. અને એ લોકોનું 365 દિવસ પોષણ થયા રાખે છે કારણકે છૂટણીઓ 365 દિવસ ચાલે છે.

આ જ કારણ છે કે ભારતમાં દરેક નવા સમાચાર અને દરેક નવો વિષય રાજકીય રંગે રંગાઈ જાય છે અને પરિણામે એમાંથી દેશની જનતાએ જે શીખવાનું છે, જે બોધપાઠ લેવાનો છે એ લેવાને બદલે માત્ર તર્ક-કુતર્ક અને વિવાદો કર્યા કરે છે. અંતે કઈં પણ ઉપજે એ પહેલા તો બીજો નવો વિષય આવી ગયો હોય છે વિવાદો કરવા માટે. પરિણામ એ આવ્યું છે કે જે ભારતીય પ્રજા જગતના સૌથી ઉચ્ચ અને સૌથી અઘરા કામો કરવા માટે જાણીતી હતી એ પ્રજા અત્યારે માત્ર વિવાદો સિવાય કશું કરતી નથી. અઘરા કામ કોઈને કરવા નથી. દરેકને સહેલા કામો કરીને પોતાનું સગવળયુક્ત જીવન વ્યતીત કરવું છે.

આ બધા દૂષણો દૂર કરવા માટે નીચે પ્રમાણે પગલાં ભરી શકાય:

નોંધ: હું પણ જાણું છું કે જે આ બધા ફેરફારો હું સૂચવી રહ્યો છું એ બધા "ધરખમ" શબ્દને પણ શરમાવી દે એટલા મોટા અને શકવર્તી ફેરફારો છે. પણ ઇતિહાસ આપણને શીખવે છે કે અસંભવ કઈંપણ નથી હોતું. મારો આશય અહીં એક વિચારનો અંકુર મૂકવા માત્રનો જ છે. 

૧.  સૌથી પહેલા તો આ સતત ચૂંટણીનો દોર બંધ કરીને 5 વર્ષે દરેક સ્તરે એકજ ચુંટણી, એકજ સમયે થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. સારી બાબત એ છે કે પ્રધાનમાંત્રીએ આ વિષે ભૂતકાળમાં જરૂર પણ બતાવી છે. ચુંટણીનો સમયગાળો 5 વર્ષથી વધીને 10 વર્ષ કરી શકાતો હોય તો એ પણ કરવું જોઈએ. કોઈપણ મોટી યોજના પોતાના ઇચ્છિત પરિણામો આપવા માટે 10 વર્ષ તો લે જ છે. 

૨. આ અગણિત રાજકીય પક્ષોનો શંભુમેળો બંધ કરીને બે જ રાજકીય પાર્ટી રાખવામાં આવે. આ શંભુમેળાને લીધે કાયમને માટે રાજકીય સમીકરણો એવા બને છે કે સત્તાધારી નેતાઓ કાઇપણ કરવા માટે લાચાર જ રહે છે. 

૩. ભારતીય સંવિધાનને બદલીને મૂળ ભારતીય સંવિધાન લાવવું જોઈએ કે જેમાં દેશ હિન્દુ સભ્યતાના મૂલ્યો અને આદર્શો વડે ચાલે, નહીં કે વિદેશી મૂર્ખ વ્યવસ્થાઓને આધારે. આ દેશની  ઓળખાણ હિન્દુ સભ્યતા છે એ દ્રઢપણે માનીને આ સંસ્કૃતિનું સંરક્ષણ, જતન અને સર્વોપરિતા થાય એવા પગલાં લેવા જોઈએ. આ તરફના કોઈપણ અવરોધોને દ્રઢતાથી દૂર કરવા જોઈએ અને ભવિષ્યમાંય ક્યારેય અવરોધો ઊભા ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ. 

૪. માત્ર ભારતમાં જન્મેલી આસ્થાઓને માનનારા લોકો પાસે જ મતાધિકાર હોવો જોઈએ

૫. મહાનગર, રાજ્ય અને કેન્દ્ર સ્તરે અનુક્રમે નગરપતિ, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીની જ સામાન્ય ચુંટણી થવી જોઈએ. દરેક મંત્રાલયના મંત્રીઓ જે તે ક્ષેત્રના કર્મીઓ દ્વારા જ ચયન કરીને નીમવામાં આવે. આના કારણે કોઈપણ મંત્રાલયમાં માત્ર પારંગત અને હિતદર્શી મંત્રીઓ જ આવશે. આ વ્યવસ્થા રાજ્ય સ્તર સુધી મર્યાદિત હોવી જોઈએ. કેન્દ્ર સ્તરે રાજ્યોના સ્તરે ખૂબ સફળ કામગીરી કરેલા મંત્રીઓને પ્રોત્સાહન સ્વરૂપે દેશવ્યાપી હિતકાર્યો કરવા માટે નિમવા જોઈએ. 

૬. વર્તમાનમાં શોભાના ગાંઠિયા જેવા પદો જેમકે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દૂર કરવા જોઈએ. તેમના સ્થાને જે તે સ્થાનના સ્થાનદેવતાને એ નગર, રાજ્ય કે દેશના આધિપતિ તરીકે સ્વીકારવા જોઈએ. અને દેવતાના પ્રતિનિધિ તરીકે શંકરચાર્યો હોવા જોઈએ કે જેઓ ધર્મના જ્ઞાતા છે અને દેશહિતમાં વિચારવા માટે સમર્થ છે. આ કોઈ નવી વ્યવસ્થા હું સૂચવી નથી રહ્યો. છેક આદિ શંકરાચાર્યના સમયથી ભારત દેશના ધાર્મિક આધિપતીના ભાગો પાડેલા છે અને દરેક ભાગમાં ચાર શંકરચાર્યોમાંના એકનું આધિપત્ય હોય છે. આજે પણ છે. પરંતુ આપણું સેક્યુલર સંવિધાન ક્યાં કોઈ ભારતીય પદ્ધત્તિઓને માને છે? શંકરચાર્યોના ચયનની પ્રક્રિયા અને તેમની જીવનચચર્યા અતિકઠોર છે અને ૨૭૦૦ વર્ષોથી સુદ્રઢ રીતે ચાલી આવે છે.  

આ છેલ્લું સૂચન જો વાંચકોને થોડું અજુગતું લાગતું હોય તો એ જાણી લો કે તદ્દન આ જ વ્યવસ્થા ભારતમાં બહુ લાંબા સમય સુધી ચાલતી હતી. અને બહુ સુઘડ રીતે ચાલતી હતી. સ્થાન દેવતાઓનું સતત પૂજન થવાને લીધે એમની કૃપા બની રહેતી અને શંકરચાર્યોના માર્ગદર્શનમાં રજાઓ પણ ધર્મમય સાશન કરતાં હતા.

અંતે: મેં જેમ ઉપર કહ્યું તેમ મારો આશય વિચારનું એક અંકુર રોપવાનો જ છે. એ બીજને કેટલું સિંચન અને પોષણ મળી શકશે? જો એ બીજ અંકુરિત થાય તો પણ શું એ જીવવા પામી શકશે? આવા પ્રશ્નોની ચિંતા મેં કરી નથી કારણકે કોઈપણ નવો ક્રાંતિકારી વિચાર ત્યારે જ કોઈને સ્પર્શી શકે કે જ્યારે એ નીડર રીતે રજૂ કરવામાં આવ્યો હોય. 

મેં આ બ્લોગ શ્રેણીમાં એ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો કે શા માટે વર્તમાન લોકશાહી એ ભારતને માટે એક ધીમા જેર સમાન છે, ત્યારબાદ મેં એ દર્શાવ્યું કે આદર્શ પ્રસાશન વ્યવસ્થા કેવી હોય છે. અને ત્યારબાદ, અંતે મેં અત્યારની વ્યવસ્થામાં અત્યારના સમયાનુકૂલ ધરખમ ફેરફારો સૂચવ્યા. દરેક સ્તરે બહુ મોટા વિવાદોને અવકાશ છે એ હું જાણું છું અને એના માટે તૈયાર પણ છું. 

મારી આ લાંબી અને અપ્રણાલીગત વિચારો વાળી લેખમાળા વાંચવા બદલ આપ સૌનો આભારી છું. 

__ /\__ જય શ્રી રામ __/\__


ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે