ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

 ભાગ ૨


ભારતના શૈક્ષણિક નિકંદનની આ કરુણ કથાનો આરંભ થાય છે ૧૮૩૫ થી કે જયારે લોર્ડ મેકોલે આખા ભારતનું સર્વેક્ષણ કરીને બ્રિટીશ સંસદમાં પોતાનો પ્રસ્તાવ મુકે છે...

"હું ભારતના ખૂણે ખૂણે ફરીને આવ્યો છું અને મેં ત્યાં એકપણ વ્યક્તિ એવી નથી જોઈ કે જે ભિખારી હોય કે ચોર હોય. એટલી સંપત્તિ જોઈ છે, એટલા ઉચ્ચ આદર્શો જોયા છે, એટલા સક્ષમ લોકો જોયા છે, કે મને લાગે છે કે આપણે કોઈ દિવસ આ દેશ ઉપર રાજ ના કરી શકીએ. જો આ દેશને જીતવો હોય તો આપણે તેમની સભ્યતાના પાયામાં રહેલી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને તોડવી પડશે. એટલા માટે હું એવો પ્રસ્તાવ રજુ કરું છું કે એમની પારંપરિક શિક્ષણ પ્રણાલી અને સંસ્કૃતિને એવી રીતે બદલી નાખવામાં આવે કે જેનાથી તેઓ એવું વિચારતા થઇ જાય કે જે કાંઈ પણ વિદેશી છે એ બધું એમના પોતાનાથી ઉત્તમ અને મહાન છે. તેઓ પોતાનું આત્મસન્માન ખોઈ બેસશે, પોતાની પૌરાણિક સંસ્કૃતી ભૂલી જશે, અને અંતમાં તેઓ એ જ બની જશે તે આપણે તેમને બનાવવા છે.... એવું એક રાષ્ટ્ર કે જેની ઉપર આપણું સંપૂર્ણ પ્રભુત્વ હશે".
-- લોર્ડ થોમસ મેકોલે, બ્રિટીશ સંસદ, ૧૮૩૫
------------------------------------------------------------------------------------------

શું તમે ઉપર લેખેલા મેકોલેના કથનમાં અને આજની વાસ્તવિક પરિસ્થિતિમાં કોઈ સુસંગતતા જોઈ શકો છો? આ કથન વાંચતા તો એવું જ લાગે કે મેકોલે કાં તો એક મહાન જ્યોતિષ હતો અને કાં તો એક મહાન દૂરદર્શી હતો કે જે ૨૦૦ વર્ષ બાદ બનનારી ઘટનાઓને સ્પષ્ટ રીતે જોઈ શકતો હતો અને તેના માટે તૈયારી કરી શકતો હતો! ખરેખર તો મેકોલે એક ખુબજ ચતુર અને સ્પષ્ટ વિચારક હતો. આ ઉપરાંત તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગમે તેટલો નિષ્ઠુર અને કપટી બની શકતો હતો.

બ્રિટીશ સરકારે મેકોલેના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને ત્યારથી થયો ભારતીય સંસ્કૃતિનું નિકંદન કાઢવાના અભિયાનનો આરંભ. એ સંસ્કૃતિ કે જે સહસ્ત્રો વર્ષો જૂની હતી, જેણે આખા વિશ્વને સામાજિકતા અને સમરસતા શિખવાડયા... વિશ્વને નૈતિકતાના ઉચ્ચ મુલ્યો શિખવાડયા... આધ્યાત્મિકતા અને પરાવિદ્યા ના પાઠ ભણાવ્યા.... જે વિશ્વમાં સૌથી સમૃદ્ધ અને સંપન્ન હતી... તે સંસ્કૃતિને થોમસ મેકોલે નામનો એક અંગ્રેજ નીચે પછાડીને પાતાળમાં પહોચાડવાના અભિયાન નો આરંભ કરી ચુક્યો હતો.

આટલા મોટા ભારતવર્ષને એકસાથે "અંગ્રેજ" બનાવવું અશક્ય હતું, માટે એક નાના સમુદાયને શિક્ષણ દેવાનો નિર્ણય થયો, કે જે લોકો ભારતમાં અંગ્રેજોનું પ્રતિનિધિત્વ કરવાના હતા. મેકોલેના પોતાના શબ્દોમાં કહું તો...

"એવા લોકોનું નિર્માણ કરવું જોઈએ કે જે લોહી થી ભારતીય હોય, પરંતુ વ્યક્તિત્વ, રૂચી, વિચાર અને નૈતિકતાથી પુરા અંગ્રેજ હોય".

આ કાર્ય ના તો સરળ હતું અને ના તો ટૂંકા ગાળાનું હતું. આ કાર્ય માત્ર અંગ્રેજી શિક્ષણના માધ્યમથી જ થઇ શકે એમ હતું, અને એ પણ ઉત્તરોત્તર અનેક પેઢીઓના માનસપરિવર્તન થકી જ સંભવ થવાનું હતું. આનો અર્થ એમ થયો કે આ અભિયાન દશકો સુધી નહિ, પણ સદીઓ સુધી ચાલે ત્યારેજ પોતાના ફળ આપવાનું હતું.

આગળ મેકોલેએ શું કર્યું? જોઈશું ભાગ  માં....

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે