ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૬

 

ભાગ ૬

ભાગ 2 માટે અહી ક્લિક કરો 
ભાગ 3 માટે અહી ક્લિક કરો 
ભાગ ૪ માટે અહી ક્લિક કરો 
ભાગ ૫ માટે અહી ક્લિક કરો 

સમય અંગ્રેજોની સાથે ચાલી રહ્યો હતો. ૧૮૩૦ના વર્ષથી મેકોલેએ જયારે પોતાની સ્કૂલો શરુ કરી હતી ત્યારે લગભગ બધા વર્ણોના લોકો આર્થિક અને સામાજિક રીતે સંપન્ન અને સુખી હતા. સમાજમાં શૌચ ના પ્રયોજનથી અસ્પૃશ્યતાનું ચલણ હતું ખરું પરંતુ એકબીજાની કોઈ ઈર્ષા કરતુ નહોતું. બધા સમાજ પોતપોતાના પરંપરાગત વ્યવસાય કરીને સહજીવન જીવતા હતા અને જેઓ પોતાનું વર્ણ બદલવા માગતા હતા તેઓ સહજતાથી વર્ણ બદલી નાખતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલી જવાની હતી. ૫૦ વર્ષના અંગ્રેજ સાશને દેશને અત્યંત દરિદ્ર બનાવી દીધો હતો. આર્થિક સંપાદાઓ નાશ પામી રહી હતી. સમાજમાં આર્થિક હિતો માટે આંતરકલહ વધી રહ્યો હતો. આ સમયે ઉત્તર ભારતના બ્રમ્હાણ સમુદાયને અંગ્રેજો દ્વારા મળેલું શિક્ષણ કામ આવી રહ્યું હતું. બ્રમ્હાનોને પોતાના અંગ્રેજી શિક્ષણને લીધે ઉચ્ચ પદ મળી રહ્યા હતા અને આર્થિક સ્થિતિ પણ સુધરી રહી હતી. આર્થિક સંપન્નતાને કારણે પોતાના પરંપરાગત વ્યવસાય ઉપરાંત હવે તેઓ પ્રશાશાનીક, ખેતીવાડી અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ પણ કરવા લાગ્યા હતા કે જે વ્યવસાયો ઉપર અન્ય જ્ઞાતિઓનો પારંપરિક અધિકાર હતો. આ પરિસ્થિતિનો લાભ અંગ્રેજોએ ઉઠાવ્યો.

અંગ્રેજોએ હિન્દુત્વના મૂલાધાર સ્વરૂપ બ્રામ્હણોની વિરુદ્ધ અન્ય સમુદાયોને ભડ્કાવાના અભિયાનનો પ્રારંભ કરી દીધો. તેઓએ હિંદુ ધર્મને માત્ર બ્રામ્હણોનો ધર્મ કહ્યો અને બતાવ્યું કે કેવી રીતે બ્રામ્હણો બાકીના "પછાત" સમુદાયનું શોષણ કરી રહ્યો છે, કે જયારે વાસ્તવિક શોષણ તો અંગ્રેજો કરી રહ્યા હતા. આ ઉપરાંત અંગ્રેજોએ પોતાના આ અભિયાનને એક નવું અને અત્યંત ઝેરીલું આયામ આપ્યું. આ આયામ હતું સાહિત્યનું!

સમાજના સાક્ષર લોકો સાહિત્યકારોથી અત્યંત પ્રભાવિત હોય છે. આ જ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને અંગ્રેજોએ મુનશી પ્રેમચંદ, રવીન્દ્રનાથ ટાગોર, મુલ્કરાજ આનંદ વગેરે જેવા સાહિત્યકારો દ્વારા ભારત કેવી રીતે અત્યંત પછાત છે એ દર્શાવતા કાલ્પનિક સાહિત્યોનો મારો ચલાવ્યો. આ લોકોની સાહિત્યિક રચનાઓમાં ભારતનો કહેવાતો ઉચ્ચ વર્ગ કેવી રીતે નીચલા વર્ગો સાથે અમાનવીય વ્યવહાર કરે છે, કેવા અત્યાચાર કરે છે, કેવી રીતે એમની સ્ત્રીઓનું શોષણ કરે છે, આ બધા વિષયો ઉપર કાલ્પનિક કથાઓનું નિરૂપણ કરવામાં આવ્યું. આ બધા સાહિત્યકારોને મોટા મોટા અવોર્ડ અપાવીને તેમની પ્રશસ્તિ કરવામાં આવી અને જેઓ મૂળ હિંદુ વિચારક કે સાહિત્યકાર હતા તેમને દબાવી દેવામાં આવ્યા. થોડા જ સમયમાં એવી ભ્રાંતિ ફેલાઈ ગઈ કે સાહિત્ય તો સમાજનું દર્પણ હોય છે, માટે તેમાં જે લખવામાં આવે છે એ સત્ય જ હોવું જોઈએ (સાહિત્યના માધ્યમ દ્વારા દુષ્પ્રચાર ફેલાવવાની પ્રણાલી હજુ પણ ચાલુ જ છે. અને તેમાં હવે ફિલ્મોનો પણ ઉમેરો થઇ ચુક્યો છે) .

સાક્ષરોનું સાહિત્યના માધ્યમથી માનસપરીવર્તન થઇ રહ્યું હતું, તો બીજી બાજુ રાજા રામમોહન રાય જેવા અંગ્રેજી પીઠ્ઠુઓએ સામાન્ય જનતાનું માનસપરીવર્તન કરવાનું અભિયાન હાથ ધરું. સતી પ્રથા અને જાતી વ્યવસ્થાનું ખોટું નિરૂપણ કરીને હિન્દુઓને પોતાના ધર્મથી જ ઘૃણિત કરવામાં આવી રહ્યા હતા. આ ખોટા સાહિત્યકારો અને સમાજસેવકોના નામ લઈને આજે પણ હિંદુ સભ્યતાને અપમાનિત કરવામાં આવી રહી છે, અને લોકોને ભાડ્કાવાઈ રહ્યા છે.

એક તરફ હિંદુ સભ્યતાને કૃત્રિમ રીતે કલંકિત કરવામાં આવી રહી હતી, તો બીજી તરફ વિદેશી સભ્યતાઓનું પ્રશસ્તીકરણ અને મહિમામંડન કરવામાં આવી રહ્યું હતું. આ વિદેશી સભ્યતાઓના નામ હતા મુસ્લિમ, પારસી અને ખ્રિસ્તી.

આગળ ભાગ ૭ માં જોઈશું કે અંગ્રેજોએ આ બધી વિદેશી સભ્યાતાઓની પ્રશસ્તિ કેવી રીતે કરી...

(મુનશી પ્રેમચંદને ઘણા સમય પછી એ વાતનો આત્મબોધ થયો કે તેઓ અંગ્રેજોનું એક હથિયાર બનીને રહી ગયા છે, અને આમ કરવામાં તેઓએ દેશની બહુ મોટી હાની કરી છે. ત્યારબાદ તેઓએ અંગ્રેજો દ્વારા દેવામાં આવતા વિષયો ઉપર કાલ્પનિક કથાઓ લખવાનો ઇનકાર કરી દીધો. ત્યારે અંગ્રેજોએ તેમનાથી અત્યંત ક્રોધિત થઈને એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું કે દરિદ્રતા અને ચોતરફ ધુત્કારને કારણે મુનશીને ખાવાને એક કોળીયો પણ મળતો બંધ થઇ ગયો. અંતે ૧૯૩૬માં ભૂખમરાથી તેમનું મૃત્યુ થઇ ગયું.)

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે