ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૫

 

ભાગ ૫

ભાગ 2 માટે અહી ક્લિક કરો 
ભાગ 3 માટે અહી ક્લિક કરો 
ભાગ ૪ માટે અહી ક્લિક કરો 

હવે આર્થિક રીતે ક્ષીણ થયેલા, અને શૈક્ષણિક રીતે દરિદ્ર થયેલા ભારતીયોને માત્ર પશ્ચિમી રંગે રંગવાનું કામ બાકી રહ્યું હતું. સન ૧૮૩૬ માં જયારે મેકોલેએ ભારતમાં ઘણી અંગ્રેજી સ્કૂલોની સ્થાપના કરી દીધી હતી ત્યારે તે પોતાના કાર્યથી ખુબ ઉત્સાહિત થઈને એવું માનવા લાગ્યો કે એનું કામ હવે ખુબ સરળ છે. આ જ સમયે તે પોતાના પિતાને પત્ર લખીને કહે છે કે...

"આપણી અંગ્રેજી સ્કૂલો ધૂમધામ થી ચાલી રહી છે. હવે તો બધાને પુરતું પ્રક્શીક્ષણ આપવું પણ અઘરું પડી રહ્યું છે. હિંદુઓ ઉપર આપણા શિક્ષણનો ખુબ ઊંડો પ્રભાવ પડી રહ્યો છે. એવો કોઈ હિંદુ નથી કે જે આપણું શિક્ષણ મેળવ્યા પછી ખરી રીતે પોતાના ધર્મથી જોડાયેલો હોય. હું એવું સ્પષ્ટપણે માનું છું કે શિક્ષણ વિશેની આપણી યોજનાઓને જો પુરતું પ્રોત્સાહન આપવામાં આવશે તો આજથી ૩૦ વર્ષ પછી એક પણ મૂર્તિપૂજક (હિંદુ) નહિ રહે. અને આ બધું તેમને ઈસાઈ બનાવવાનો કષ્ટ ઉઠાવ્યા વિના જ થઇ શકશે. હું એ દિવસના વિચાર માત્ર થી અતિ ઉત્સાહિત થઇ જાઉં છું."

આવા જ આત્મવિશ્વાસ સાથે હિન્દુઓને હિન્દુત્વ થી અલગ કરવાના અભિયાનનો મોકેલેએ આરંભ કર્યો હતો. પણ શું એ એટલું સરળ હતું? શું ૩૦ વર્ષોમાં હિંદુઓ પોતાનો ધર્મત્યાગ કરી દેવાના હતા?

નહિ! હિંદુઓનો ધર્મ અને તેની પરંપરાઓ પાસે અંગ્રેજોની સંસ્કૃતિ અને ઈસાઈ મજહબ અત્યંત તુચ્છ હતા. શું કોઈને માટી પધરાવીને તેની સાટે સોનું લેવું સહેલું છે? હિંદુઓને હિન્દુત્વથી દુર કરવા એનાથી પણ અઘરા હતા. સૌથી મોટી સમસ્યા એ હતી કે અંગ્રેજોની બર્બર સંસ્કૃતિ પાસે એવું કાઈ વિશેષ નહોતું કે જેનું મહાત્મ્ય તેઓ હિંદુઓ સમક્ષ કરી શકે. આ જ કારણથી જો પોતાની લીટી લાંબી ના થઇ શકે તો સામે વાળાની લીટી ટૂંકી કરી નાખવાનો કારસો ઘડવામાં આવ્યો. હિંદુઓને, તેમના વિજ્ઞાન અને તેમની પરંપરાઓને અંગ્રેજી સંસ્કૃતિ કરતા અધમ બતાવવાની યોજના ઘડવામાં આવી. આ જ અભિયાન ના ભાગ રૂપે મેકોલેએ કહ્યું કે...

"ભારતમાં શિક્ષણ માત્ર અંગ્રેજી ભાષામાં જ થવું જોઈએ કારણકે ભારતીય ભાષાઓમાં (ખાસ કરીને સંસ્કૃત માં) હજી સુધી લખવામાં આવેલા બધાજ ગ્રંથોનો સરવાળો કરી દેવામાં આવે તો પણ એટલું જ્ઞાન પણ નથી મળતું જેટલું અંગ્રેજીમાં ત્રીજા ધોરણમાં ભણી રહેલો એક વિદ્યાર્થી ધરાવે છે."

સ્પષ્ટ છે કે હિંદુઓને હિંદુ ગ્રંથો પ્રતિ તિરસ્કાર જગાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ કાર્યને વધુ પ્રશસ્ત કરવા માટે મેકોલેએ એક જર્મન સાહિત્યકાર "ફ્રેડરિક મેક્સ મુલર" ને ભારતમાં નોકરી ઉપર રાખ્યો. મેક્સ મુલર ઈસાઈ મીશનરીઓનો દૂત હતો, માટે એ પોતાનું કાર્ય ઝેરી અને વેરભાવ રીતે કરી રહ્યો હતો. એને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો અને બધા ભારતીય ગ્રંથોનો અંગ્રેજીમાં અનુવાદ્દ કરવાનો પ્રારંભ કર્યો. મેક્સ મુલર ના પોતાના શબ્દો હતા...

"ઋગ્વેદ એ ભારતીય અધ્યાત્મનું મૂળ છે, માટે મૂળ પરિસ્થિતિ (પછાતપણું) બતાવવા માટે સૌપ્રથમ સહસ્ત્રો વર્ષોથી આ મૂળ દ્વારા જે કાઈ ઉત્પાદિત થયું છે તેને ઉખાળી ફેંકવું પડશે."

મેક્સ મુલર બે વર્ષો પછી એમ પણ કહે છે કે...

"ભારતનો પૌરાણિક ધર્મ ડૂબી ચુક્યો છે. માટે જો એનું સ્થાન ખ્રિસ્તી મજહબ ના લઇ લે તો એમાં વાંક કોનો?"

સ્પષ્ટ છે કે મેક્સ મુલરનું કામ એક જ હતું, વેદ-પુરાણ ઈત્યાદી ગ્રંથોનું અંગ્રેજીમાં અનુવાદ કરીને તેનું વિકૃત અર્થઘટન કરવું કે જેનાથી દેશમાંથી હિન્દુત્વ ઉચાળા ભરી લે. મેક્સ મુલરે આ કાર્ય ખુબ જ રૂચી પૂર્વક કર્યું, અને થોડા જ સમયમાં ભારતીય ગ્રંથોના વિકૃત અર્થઘટન વાળા પુસ્તકો દેશ અને વિદેશમાં ધૂમધામ થી વેચાવા લાગ્યા. પરંતુ આનાથી ખરેખર મુળિયાથી હિંદુ સંસ્કૃતિ સાથે જોડાયેલા ભારતીય સમાજને મોટે ભાગે કોઈ ફરક પડતો નહોતો, કારણકે હિંદુ સંસ્કૃતિ પરંપરાઓથી ચાલે છે, ધર્મગ્રંથોથી નહિ!

૧૮૫૭ નો વિપ્લવ સમાપ્ત થઇ ચુક્યો હતો, દેશમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સ્થાને અંગ્રેજોની સેના પોતાનું સાશન પ્રસ્થાપિત કરી ચૂકી હતી. ૫૦ વર્ષથી વધુ સમયના વિદેશી સાશન બાદ પણ હિંદુઓ માનસિક રીતે અંગ્રેજો બન્યા નહોતા. અત્યાર સુધીમાં એ વાત સ્પષ્ટ થઇ ચૂકી હતી કે મેકોલે હિંદુ સંસ્કૃતિની સુદ્રઢતા અને બહુઆયામી શ્રેષ્ઠતાને સમજવા માટે ખુબ વામણો પુરવાર થયો હતો. વર્ષો સુધી અથાગ પ્રયત્નો કરવા છતાં પણ તેમની મંશા પૂરી થઇ રહી નહોતી.

એ સમયે બ્રામ્હણ જ્ઞાતિ સમાજને દિશાદર્શન અને નૈતિક શિક્ષણ દેવાનું કામ કરતી હતી, અને સામાન્ય લોકો એમની જ દેવામાં આવેલી ધાર્મિક શિક્ષા વંશપરંપરાગત રીતે આગળ વધારી રહ્યા હતા. માટે હવે અંગ્રેજોએ બ્રામ્હણોનું જ માનસપરિવર્તન કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમનો પ્રયાસ વર્ષો સુધી સફળ થયો નહિ. બ્રામ્હણો વિદેશી શિક્ષણ તો લઇ રહ્યા હતા પરંતુ પોતાના ધર્મને ભૂલવા માટે તૈયાર નહોતા.

વર્ષો સુધી કરવામાં આવેલો પરિશ્રમ વ્યર્થ જઈ રહ્યો હતો. ૧૮૫૯ માં મેકોલેનું દેહાંત પણ થઇ ચુક્યું હતું. અંગ્રેજી સ્કૂલો ખોલવાને ૬૦ વર્ષ વીતી ચુક્યા હતા, પરંતુ સમાજના દિશાદર્શક બ્રામ્હણો પોતાના ધર્મથી વિમુખ થઇ રહ્યા નહોતા. માટે ૧૮૮૬ માં ઈસાઈ મીશનરીઓની ભારતમાં એક ચિંતન શિબિર મળી.

આ શિબિરમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે બ્રામ્હણોને પરિવર્તિત કરવાને બદલે, બાકીનો હિંદુ સમાજ કે જે તેમને પોતાના માર્ગદર્શક માને છે, તેમને બ્રામ્હણો વિરુધ્ધ ભડકાવવા કે જેનાથી તેઓ બ્રામ્હણોની શિક્ષા લેવાને બદલે પોતાની શિક્ષા ગ્રહણ કરે.


શું અંગ્રેજોની આ નવી વ્યૂહરચના સફળ થવાની હતી? જોઈશું ભાગ ૬ માં...

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા