ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૮
ભાગ ૮
ભાગ 2 માટે અહી ક્લિક કરો
ભાગ 3 માટે અહી ક્લિક કરો
ભાગ ૪ માટે અહી ક્લિક કરો
ભાગ ૫ માટે અહી ક્લિક કરો
ભાગ ૬ માટે અહી ક્લિક કરો
ભાગ ૭ માટે અહી ક્લિક કરો
ભાગ ૪ માટે અહી ક્લિક કરો
ભાગ ૫ માટે અહી ક્લિક કરો
ભાગ ૬ માટે અહી ક્લિક કરો
ભાગ ૭ માટે અહી ક્લિક કરો
ખ્રિસ્તી મજહબ
ગોવામાં પોર્ટુગીઝ પાદરીઓ દ્વારા હિંદુઓ ઉપર કરવામાં આવેલા દમન અને તેમને છત્રપતિ શિવાજી દ્વારા મળેલો ઉત્તર અંગ્રેજોને યાદ હતા. અત્યંત બર્બર એવા નારસંહારો દ્વારા મહત્તમ કોંકણી હિન્દુઓને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા. આના પ્રત્યુત્તરમાં છત્રપતિ શિવજીએ અનેક પોર્ટુગીઝ પાદરીઓને નિર્મમતાથી મારી નાખ્યા હતા અને હિન્દુઓનું પંથ પરિવર્તન રોકી દીધું હતું. એટલા માટે હવે અંગ્રેજો શિક્ષણના માધ્યમથી હિન્દુઓનું પંથ પરિવર્તન કરાવવા માગતા હતા. મિશનરીઓએ સૌથી વધુ ધ્યાન ભારતના સ્ત્રી-ધન ઉપર આપ્યું. તેઓ જાણતા હતા કે જો ભારતીય સમાજને ધ્વસ્ત કરવો હશે તો તેમના સ્ત્રી-ધન નું માનસપરિવર્તન કરવું પડશે કેમકે હિંદુ ધર્મ અને પરંપરાઓ સ્ત્રીઓ વડે ટકેલી છે, પુરશો દ્વારા નહિ. તેમણે મિશનરી સ્કુલોમાં આવનારી બાલિકાઓને ધર્મથી વિમુખ કરવાનું કામ ખુબજ ચતુરાઈથી કર્યું, અને આજે પણ કરી રહ્યા છે.
મેકોલેના સમયથી જ ઈસાઈ મિશનરી સ્કૂલો ભારતમાં પોતાના પંથનો પ્રચાર કરી રહી હતી. તેમની સ્કૂલો બે પ્રકારના સ્થાનો ઉપર સ્થાપિત થઇ. ૧) એવા સ્થાને કે જ્યાં સમાજના ઉચ્ચ અને પ્રભાવી વર્ગ રહે છે, અથવા તો કોઇ પર્યટનનું સ્થાન કે જ્યાં સમાજનો ઉચ્ચ વર્ગ ફરવા આવે છે. ૨) સુદૂરના પહાડી અને જંગલી પ્રદેશોમાં કે જ્યાં ભોળા લોકો રહે છે જેમને વટલાવવા ખુબજ સરળ છે અને કોઈનું ધ્યાન પણ નથી જતું. આશ્ચર્યની વાત એ છે કે આ મીશનરીઓ જ્યાં સુધી અંગ્રેજોનું સાશન હતું ત્યાં સુધી જેટલી સફળ થઇ એના કરતા ક્યાંય વધુ સ્વાતંત્રતા પછી કોંગ્રેસના સાશનકાળમાં થઇ!
સરવાળે અંગ્રેજોના આ બહુઆયામી આક્રમણથી હિંદુ સમાજ વ્યવસ્થાને મોટો આઘાત લાગ્યો. દરિદ્રતા, લાચારી અને નિરક્ષરતા જયારે કોઈ સમાજને ગ્રસિત કરી દે છે ત્યારે તે સમાજણી સંસ્કૃતિક વ્યવસ્થા પણ છિન્ન ભિન્ન થઇ જાય છે, અને સમાજ પતનની તરફ તિવ્ર ગતિથી આગળ વધતો જાય છે. અંગ્રેજોના સાશન સાથે જ ભારત દેશમાં એવું વૈચારિક પરિવર્તન આવી ગયું કે જેનાથી હિંદુઓ પોતાની સામાજિક અને આર્થિક દરિદ્રતાની સામે ગોરી ચામડી વાળાના પ્રભુત્વને જોઇને એ વિચારવા લાગ્યો કે અંગ્રેજોનું જે કઈ પણ છે એ મહાન છે, અને જે કઈ ભારતીય છે એ તુચ્છ છે. એટલું જ નહિ, એક મોટા વર્ગે એવું માની લીધું કે અંગ્રેજોનું ભારત ઉપર સાશન કરવું એ ભારતના હિતમાં છે, અને તેઓ દેશને સદીઓના અંધકારથી બહાર કાઢવા માટે અહી સાશન કરી રહ્યા છે. સ્વતંત્રતાના ૬૭ વર્ષો પછી પણ, આજે પણ એવા લોકો મોટી માત્રામાં મળી આવશે કે જેઓ હજુ આમ માની રહ્યા છે. કદાચ આ વર્ગનની સંખ્યા પહેલા કરતા પણ મોટી થઇ ગઈ છે!
અને અંતે... જે કામ સહાત્રો વર્ષો સુધી મ્લેચ્છ, યુનાન, શક, હુંણ, યવન, અલક્ષ્યેન્દ્ર (Alexander/સિકંદર), બાબર, ઘોરી, મીર કાસીમ, ગઝનવી, ઔરંગઝેબ, નિઝામ અને ટીપુ નથી કરી શક્યા... એ કામ મેકોલે જેવા થોડાક મુઠ્ઠીભર અંગ્રેજોએ કરી બતાવ્યું છે. આ કાર્ય હતું ભારતીયોથી ભારતીયતાનું વિઘટન... હિન્દુઓનું હિન્દુત્વથી વિઘટન. અને આ કામ એમને એટલી કાર્યક્ષમતાથી કરી બતાવ્યું છે કે અંગ્રેજોના જતા રહ્યા પછી પણ એમના માનસપુત્રો બની ચુકેલા ભારતીયો જ તેમનું અપૂર્ણ કાર્ય આજે આગળ વધારી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે જેટલા કાર્યક્ષમ અસલ મેકોલે રહ્યા તેનાથી ક્યાંય વધુ આજના આ “મેકોલેપુત્રો” સિદ્ધ થઇ રહ્યા છે.
અંતમાં આ જ ઉપલક્ષ્યમાં હું મેકોલે દ્વારા કહેવામાં આવેલા શબ્દોને પુનરાવર્તિત કરું છું....
“હું એવો પ્રસ્તાવ રજુ કરું છું કે તેમની (હિન્દુઓની) પારંપરિક શિક્ષણ પ્રણાલી અને સંસ્કૃતિને એવી રીતે બદલી નાખવામાં આવે કે જેથી તેઓ એવું વિચારવા લાગે કે જે કઈ પણ વિદેશી અથવા તો અંગ્રેજી છે, તે તેમના પોતાનાથી ઉત્તમ અને મહાન છે. તેઓ પોતાનું આત્મસન્માન ખોઈ બેસશે, પોતાની પૌરાણિક સંસ્કૃતિને ભૂલીને જશે, અને અંતમાં તેઓ એ જ બની જશે જે આપણે તેમને બનાવવા છે... એક એવું રાષ્ટ્ર કે જેની ઉપર આપણું સંપૂર્ણ પ્રભુત્વ હશે.”
ઉપરોક્ત કથનની આજના આપણા સમાજની પરિસ્થિતિ સાથે તુલના કરો....
નમસ્કાર સહ આભાર __/\__
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો