ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૭

ભાગ ૭

ભાગ 2 માટે અહી ક્લિક કરો 
ભાગ 3 માટે અહી ક્લિક કરો 
ભાગ ૪ માટે અહી ક્લિક કરો 
ભાગ ૫ માટે અહી ક્લિક કરો 
ભાગ ૬ માટે અહી ક્લિક કરો 

અંગ્રેજો દ્વારા હિંદુઓ ની સંસ્કૃતિ અને પરંપરાઓનું પર્યાપ્ત રીતે વિકૃતીકરણ થઇ રહ્યું હતું. હવે માત્ર બીજી વિદેશી સભ્યતાઓનું મહિમામંડન કરવાનું બાકી રહેતું હતું. આમ કરવાનો મુખ્ય ઉદ્દેશ હિન્દુઓના મનમાં હિન્દુત્વ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવાનો હતો. તો આવો જોઈએ અંગ્રેજોએ દેશમાં વ્યાપેલા વિવિધ વિદેશી પંથોને કઈ રીતે પ્રોત્સાહન આપ્યું.

ઇસ્લામ

અંગ્રેજોને સામાન્ય રીતે મુસ્લિમ નવાબો સાથે સારું બનતું હતું. ઉત્તર ભારતમાં, ખાસ કરીને મૈદાની વિસ્તારોમાં “ગંગા-જમની તહઝીબ (સંસ્કૃતિ)” ના નામે મુસ્લિમ જમીનદારો, નવાબો, ઈતિહાસકારો, સાહિત્યકારો અને કવિઓને જ અત્યાધિક પ્રોત્સાહન આપવામાં આવ્યું. આર્થિક રીતે ઉચ્ચ વર્ગોનું એક સંકુલ બનાવવામાં આવ્યું કે જે કાં તો અંગ્રેજી અને કાં તો ઉર્દુ બોલતું હતું, માત્ર મુસ્લિમ સાશકોનો જ “સ્વર્ણિમ ઈતિહાસ” વાંચતો હતો (અને લખી લખીને બીજાને એ જ વંચાવતો હતો), હિન્દી કવિતાનોની જગ્યાએ ઉર્દુ શેરો-શાયરીમાં જ રૂચી રાખતો હતો. માત્ર અંગ્રેજી ભણેલા અને ભારતીય પરંપરાઓથી ઘૃણા કરવા વાળા હિંદુ “બૌધિક વર્ગ” ને જ એ સંકુલમાં પ્રવેશ મળતો હતો. એક ધનિક મુસ્લિમ હોવું એ એક “બૌધિક વ્યક્તિ” હોવાનું પ્રમાણપત્ર હતું. આ જ કારણ હતું કે મુનશી પ્રેમચંદે (જેમનું વાસ્તવિક નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું) પોતાની લેખક તરીકેની કારકિર્દીનો આરંભ “નવાબ રાય” ના નામથી કર્યો!

આ સંકુલના અધિકાંશ સભ્ય ધનિક મુસ્લિમ (જમીનદાર અને નવાબો) હતા જેમણે આગળ જતાં પોતાના સ્વાર્થ હેતુ પાકિસ્તાન નું નિર્માણ કર્યું, અને દરિદ્ર, અભણ અને અબોધ મુસ્લિમોને ભારતમાં જ પાછળ છોડી દીધા. પરંતુ અંગ્રેજો દ્વારા પાળી પોસીને જે મોટું કરવામાં આવ્યું હતું એ સંકુલે એક એવા વારસાનું નિર્માણ કર્યું કે જેના ઉત્તરાધિકારી આજે પણ ત્યાં જ વસી રહ્યા છે અને પોતાના વૈચારિક પૂર્વજોનું કાર્ય આગળ ધપાવી રહ્યા છે. હું અહી દિલ્લી અને આસપાસ ના વિસ્તારોની વાત કરી રહ્યો છું. આજે આ સંકુલમાં અધિકાંશ હિંદુઓ જ છે જેમને ભારત, હિન્દુત્વ અને રાષ્ટ્રીયતા સાથે કોઈ સંબંધ નથી, અને છતાં પણ એ લોકો પ્રશાશાકીય વ્યવસ્થાઓમાં ખુબ ઉચ્ચ સ્થાને બેઠેલા છે. આ એ જ લોકો છે જેઓ “ભારતને” સંપૂર્ણ રીતે “India” બનાવવા માગે છે.

નોંધ: સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અંગ્રેજોએ આવીને મુસ્લિમ સાશકો પાસેથી રાજ્ય પડાવી લીધું અને માટે તેમણે હિન્દુઓને ઇસ્લામીકરણથી બચાવ્યા. આ વાસ્તવિકતા થી તદ્દન વિપરીત વાત છે. અંગ્રેજો આવ્યા ત્યારે મુસ્લિમ સાશકો મહદંશે હિન્દુઓથી હારી જ ચુક્યા હતા અને ભારતમાંથી ઇસ્લામને જાકારો મળી રહ્યો હતો. પરંતુ અંગ્રેજોએ આવીને “શત્રુ-નો-શત્રુ મિત્ર” ની નીતિથી હિન્દુત્વને દબાવીને ઇસ્લામને પ્રોત્સાહન આપ્યું. જતા જતા પણ તેઓ મુસ્લિમોની મદદથી પાકિસ્તાન નામનું શુળ બગલમાં ભોંકતા ગયા.

પારસી

અંગ્રેજોએ ખુબજ ચતુરાઈથી ભારતના સ્વતંત્રતાના અભિયાનને પોતાના અંકુશમાં લાવવા માટે પારસીઓનો ઉપયોગ કર્યો. 1857ના વિપ્લવ પછી ભારતીય સ્વતંત્રતા સંગ્રામને નિયંત્રણમાં લેવો આવશ્યક હતો. આ કારણથી 1885માં કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી. આ પાર્ટીના સંસ્થાપક ત્રણ લોકો હતા. એક હતા અંગ્રેજ જેમનું નામ હતું “એલેન ઓક્તાવિયન હુમ”, બીજા બે પારસી હતા જેમના નામ હતા દાદાભાઈ નવરોજી અને દિનશો વાચા. આ બે પારસીઓ વિલાયતી (બ્રિટીશ) શિક્ષણ પ્રાપ્ત કરેલા હતા અને દરેક અર્થમાં પુરા અંગ્રેજ હતા. પશ્ચિમી દેશોમાં પારસીઓને અત્યાધિક મહત્વ આપવામાં આવ્યું અને એમને વ્યાપાર કરવામાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. ઇસકે ઉપરાંત અંગ્રેજી સાહિત્યમાં જયારે પણ ભારતનો ઉલ્લેખ કરવામાં આવતો હતો ત્યારે પારસીઓનો મહિમા અને હિન્દુઓની હીનતા અચૂક બતાવામાં આવતી હતી. ઉદાહરણ તરીકે વાંચો જુલે વર્ન દ્વારા લિખિત "Around The World In 80 Days"પારસીઓને હિંદુઓ માટે આદર્શ રૂપે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ પશ્ચિમી સાહિત્યકારો દ્વારા કરી રહ્યા હતા. આજે પણ જો જુના મુંબઈના ધનિકો અને અંગ્રજોને છાજતી રહેણીકરણી અનુસરતા લોકોનું નિરીક્ષણ કરવામાં આવે તો તેમાં ઘણા ખરા પારસીઓ હશે.

અંગ્રેજોને પારસીઓ સાથે આટલો પ્રેમ કેમ હતો? આ વિષય એક સંશોધન માગનારો વિષય છે. અને જો આ વિષે કોઈ સંશોધન થઇ ચુક્યું હોય તો આ લખનારના ધ્યાનમાં આવેલ નથી. પરંતુ મારું અનુમાન એવું છે કે પારસીઓના મૂળ ભૌગોલિક (ઈરાન) અને આનુંવાન્શિક રીતે અંગ્રેજોથી નજીક હોવાથી તેમનો આ પક્ષપાત હતો. પશ્ચિમી સાહિત્યકારોના લખાણમાં આ દ્રષ્ટિકોણ સ્પષ્ટ દેખાઈ આવે છે.

ઇસ્લામ અને પારસી સભ્યતાના મહિમામંડનને જોયા બાદ હવે આપણે જોઈશું કે અંગ્રેજોએ કેવી રીતે ખ્રિસ્તી પંથને પ્રોત્સાહન આપ્યું... આ શ્રેણીના અંતિમ ભાગ, ભાગ ૮ માં.


(બ્રીટીશરો ની સહાયતાથી જ પ્રસ્થાપિત કોંગ્રેસ પાર્ટીએ બ્રીટીશરો વિરુદ્ધ ચાલી રહેલા સ્વતંત્રતા સંગ્રામની કમાન સાંભળી લીધી હતી. કોંગ્રેસમાં જેટલા પણ મૂળભૂત રીતે ભારતીય નેતા આવ્યા એ બધાને અંગ્રેજોએ એક કે બીજી રીતે મારી નાંખ્યા. ઉદાહરણ તરીકે લાલ લજપતરાય, બાળ ગંગાધર તિલક, સુભાષચન્દ્ર બોસ વગેરે. કોંગ્રેસનો જે નેતા અંગ્રેજોના કહેવા પ્રમાણે ચાલતો હતો તે જ ટકી શકતો હતો. સ્વતંત્રતા સુધી સરદાર પટેલ, નેહરુ અને ગાંધીની છાયા નીચે રહ્યા એટલા માટે જ કદાચ બચી રહ્યા. અહી એ પણ ધ્યાનાકર્ષક વાત છે કે કોંગ્રેસના જેટલા પણ મોટા નેતા થયા એ બધા જ વિલાયતથી ભણેલા હતા! ગાંધીજી પણ અને જિન્નાહ પણ! ગાંધીનું અહિંસક આંદોલન હિંસક ક્રાંતિકારીઓને “અવૈધ” ઘોષિત કરવામાં ઉપયોગી સિદ્ધ થયું! પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં ફસાયેલા અંગ્રેજોને આ ખુબજ લાભપ્રદ સિદ્ધ થયું.)

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે