જવાહરલાલ નેહરુના ૨૬ અપરાધો
મિત્રો, હું કોઈ નેહરુ વિશેષજ્ઞ નથી. હું જે કાઈ લખવા જઈ રહ્યો છું એ માત્ર મારો સીમિત અભ્યાસ જ છે. છતાં પણ આ આખી સૂચી એટલી લાંબી થવા જઈ રહી છે કે તમે પણ વિચારમાં પડી જશો કે જો કોઈ આ વિષય ઉપર એક ખોજપત્ર લખે તો કેવડો મોટો થાય.
શું તમે જાણો છો કે ૧૪ નવેમ્બરને નેહરુ ની યાદમાં બાળ દિવસ શા માટે મનાવવામાં આવે છે? એવું તે શું વિશેષ કરી દીધું નેહરુએ બાળકો માટે કે તેમના નામે બાળ દિવસ ઉજવાય છે?
શું તમે જાણો છો કે દેશના "ચાચા" ની ઉપાધી નેહરુને શા માટે દેવામાં આવી?
હું પણ નથી જાણતો 😋 હાહા...
ચાલો, હવે વધુ સમય ના લેતા હું સીધો સીધો મુદ્દા ઉપર આવું છું...
આપણા દેશને સ્વતંત્ર થયા પછી એક દૂરદર્શી અને રાષ્ટ્રવાદી નેતૃત્વની આવશ્યકતા હતી. પરંતુ મળ્યું આનાથી તદ્દન ઉલટું! આ જ કારણ છે કે આજે આપણા દેશની લગભગ દરેક સમસ્યાઓની સાથે આપણા પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નેહરુ જોડાયેલા છે.
નેહરુની ભૂલો ને "ભૂલ" કહેવી એ "ભૂલ" શબ્દ નું અપમાન છે. એમને કમસે કમ "અપરાધ" કહી શકાય, અને જો "દેશદ્રોહ" કહેવામાં આવે તો પણ ઘણા લોકો આની સાથે સહમત થશે. નેહરુના અપરાધોનો કાળો ચિઠ્ઠો જેટલો હું જાણું છું એટલો અહી રજુ કરું છું, અને બાકી વાચકો ઉપર છોડું છું.....
ભૂક્ષેત્રીય અપરાધ
૧. કાશ્મીર - સ્વતંત્રતા પછી ભારત દેશનાં એકીકરણનો ભાર સરદાર વલ્લભભાઈ પટેલના શિરે આવ્યો. નેહરુ ઘણા બધા રાજ્યોને સમજવાનું કામ પોતે કરવા માંગતા હતા પરંતુ સરદારે તેમને સ્પષ્ટ નાં પાડી દીધી. આમ છતાં નેહરુએ તેમની હઠ નાં છોડતા કમસે કમ કાશ્મીર રાજ્યના વિલીનીકરણનું ઉત્તરદાયિત્વ પોતાના શિરે લીધું. પરિણામતઃ સરદાર ના ભાગે આવેલા ૫૫૫ રજવાડાઓનું ભારતમાં સરળતાથી વિલીનીકરણ થઇ ગયું અને એક કાશ્મીર માટે આપને આજે પણ લડીએ છીએ.
જયારે પાકિસ્તાની સેના કાશ્મીરમાં આવી ચુકી હતી (જે આજે POK છે) ત્યારે પણ નેહરુ ભારતીય સેનાને ત્યાં જવાબ આપવા મોકલવા માંગતા ન હતા. એ સમયે સરદાર પટેલે પૂરી દ્રઢતાથી નેહરુને કાશ્મીરમાં સેના મોકલવા માટે વિવશ કરી મુક્યા, અને તેના લીધે આજે આપણી પાસે કાશ્મીરનો અડધો ભાગ છે.
૨. નેપાળ - સ્વતંત્રતા બાદ ૧૯૫૨માં નેપાળ ભારતમાં વિલીન થવા માંગતું હતું. પરંતુ નેહરુએ સ્પષ્ટ નાં પાડી દીધી. નેહરુએ આગળ જતાં UN માં નેપાળ ને એક સ્વતંત્ર રાષ્ટ્ર ઘોષિત કરી દીધું. આ પગલાની વિરુદ્ધ રશિયાએ તો વીટો પણ વાપર્યો અને નેપાળ ને સ્વતંત્ર રાષ્ટ્ર માનવાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તો પણ નેહરુ ટસના મસ ના થયા, અને અંતમાં નેપાળને ભારતથી અલગ એક સ્વતંત્ર રાષ્ટ્ર બનાવીને જ ઝંપ્યા.
૩. કોકો આઈલેન્ડ - ૧૯૫૦માં નેહરુએ ભારતના કોકો દ્વીપસમૂહને બર્માને ભેંટમાં આપી દીધો, જે કલકતાથી ૯૦૦ કિમી દુર આવેલો છે.
આગળ જતા બર્માએ કોકો દ્વીપસમૂહ ચીન ને ભેંટ આપી દીધો, કે જ્યાંથી આજે ચીનીઓ ભારતીય સૈન્ય ઉપર દ્રષ્ટિ રાખી રહ્યા છે.
૪. કાબુ ખીણ - નેહરુએ ૧૩ જન્યુઅરી ૧૯૫૪ના રોજ ભારતના મણીપુર પ્રાંતમાં આવેલી કાબુ ખીણને બર્માને દાનમાં દઈ દીધી. કાબુ ખીણ લગભગ ૧૧૦૦૦ સ્ક્વે. કિમીની છે.
અત્યંત સુંદર અને મનોહર આ ખીણનો અમુક ભાગ બર્માએ ચીનને આપી દીધો અને આજે ત્યાંથી ચીનીઓ ભારતીય સૈન્ય ઉપર દ્રષ્ટિ રાખી રહ્યા છે.
૫. તિબેટ અને લડાખ - ૧૯૬૨માં ચીન અરુણાચલ, સિક્કિમ, અસમ અને લડાખ સુધી ઘુસી આવ્યું તો પણ નેહરુએ કંઈ પણ નાં કર્યું. જયારે એમને ભારતીય સેનાને આદેશ દેવા માટે વિવશ કરવામાં આવ્યા ત્યારે પણ તેમને સેનાના એવા યુનિટને લડવા મોકલ્યું કે જે એ ક્ષેત્રમાં લડવા માટે બનેલું જ નહોતું. અને જે સૈનિકો ત્યાં જ હતા, અને લડી શકે એમ હતા એમને લડવાની નાં પાડીને ત્યાંથી પાછા બોલાવી લીધા. જો ઇતિહાસમાં કોઈ એવું પુસ્તક લખવામાં આવે કે જેમાં યુદ્ધ સમયે શું શું *ના* કરવું જોઈએ એ લખવાનું હોય, તો તેમના માટે ૧૯૬૨નું યુદ્ધ એક સર્વોત્તમ વિષય રહી શકે. સૈન્ય વિશેષજ્ઞો એ વાત પર પૂર્ણતઃ સહમત છે કે આપને ચીન નું યુદ્ધ માત્ર અને માત્ર નેહરુને કારને હાર્યા. અને એમના કારણે જ આપને જમ્મુ કાશ્મીરથી પણ મોટો એવો એક મોટો ભૂ-ભાગ ખોઈ બેઠા.
ભુરાજનૈતિક અપરાધ
૬. UNSC ની સ્થાયી સદસ્યતા - ૧૯૫૩માં અમેરિકાએ UN માં ભારતને UNSC ના સ્થાયી સદસ્ય બનાવવા માટેનો પ્રસ્તાવ લાવ્યો. આ પ્રસ્તાવ સાથે જ ભારતને વીટો પાવર પણ મળી જવાનો હતો. પરંતુ નેહરુએ આ પ્રસ્તાવ એમ કહીને વારંવાર ઠુકરાવી દીધો કે ચીનના ભોગે ભારતને વીટો પાવર નથી જોઈતો. UN સિક્યુરીટી કાઉન્સિલમાં માત્ર એક જ જગ્યા ખાલી હતી કે જે અંતે ચીનને કંઈપણ કાર્ય વગર મળી ગઈ.
આજે ભારત વર્ષોથી UNSC ની સ્થાયી સદસ્યતા માટે લડી રહ્યું છે પરંતુ ચીને દરેક વખતે વીટો વાપરીને આપણને રોકી રાખ્યા છે. એટલું જ નહિ, પાકિસ્તાન વિરુદ્ધના કોઇપણ પ્રસ્તાવને વીટો વાપરીને ચીન નિષ્ફળ બનાવી રહ્યું છે. શું આ "ચાચા" નેહરુની "ભૂલ" હતી? કે "અપરાધ" હતો? કે પછી "દેશદ્રોહ"?
૭. ચીન સાથે પંચશીલ સમજુતી - નેહરુએ માત્ર દોસ્તીના દાવે, પંચશીલ સમજુતી અંતર્ગત તિબેટને ચીનને ભેંટ અર્પી દીધું. ત્યારબાદ ૧૯૬૨માં ચીન આ જ માર્ગે ફરી ભારતમાં ઘૂસ્યું અને આપણી ભૂમિ હસ્તગત કરી લીધી. અને જયારે દેશમાં આ વિષે પ્રશ્નો ઉઠવા લાગ્યા ત્યારે નેહરુએ કહ્યું કે જે ભૂમિ આપને હારી ગયા છીએ તે ભૂમિ ઉપર ઘાંસનું એક તણખલું પણ નથી ઉગતું.
પંચશીલ સિદ્ધાંતોને અંતર્ગત શીતયુદ્ધ દરમ્યાન અમેરિકા અને રૂસ એમ બે ધ્રુવોમાંથી એકપણ ધૃવ સાથે ના જોડાઈને પોતાનું એક ત્રીજું ધ્રુવ ઉભું કર્યું કે જેમાં એવા દેશો જોડાયા કે જેમનું નાં તો કોઈ વર્તમાન હતું અને નાં કોઈ ભવિષ્ય. અંતતઃ દેશ દરેક આયામોમાં પાછળ રહી ગયો.
૮. હંગામી (અપૂર્ણકાલીન) સેના - નેહરુ એવું માનતા હતા કે એક "શાંતિ વાદી" ભારત દેશને સેનાની કોઈ જ આવશ્યકતા નથી. માટે આપણે પૂર્ણકાલીન સેના રાખવાની કોઈ આવશ્યકતા નથી. આ વિચારનો દેશના ચિંતકોએ પ્રખર વિરોધ કર્યો માટે તેમનો આ વિચાર કાર્યાન્વિત તો ના થયો પણ તેમની આ વિચારધારાને કારણે ભારતીય સૈન્ય શક્તિ અને ઉદ્યોગીકી બાકીના વિશ્વથી પાછળ રહી ગઈ.
સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા અપરાધો
૯. સુભાષ બાબુની હત્યા - એ વાત તો સર્વવિદિત છે કે નેહરુને સુભાષ બબુથી ખુબ ચીડ હતી. નિષ્પક્ષ ઈતિહાસકારોનો એવો જ મત છે કે સુભાષ બાબુને પકડાવવામાં અને પછી તેમની હત્યાકરાવવામાં નેહરુનો જ હાથ હતો. નેહરુની સુભાષ બાબુ પ્રત્યેની ઘૃણા માટે ઘણું બધું લખી શકાય છે પરંતુ વિષય મર્યાદાને ધ્યાનમાં રાખતા અહી લખી રહ્યો નથી.
૧૦. ચંદ્રશેખર આઝાદની હત્યા - ચંદ્રશેખર આઝાદ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી અંગ્રેજોની પકડમાં આવ્યા નહિ. તેમનો પત્તો અંગ્રેજો ક્યારેય લગાવી શકતા નહિ. પરંતુ જે દિવસે તેઓ અંગ્રેજો દ્વારા ઘેરી લેવામાં આવ્યા તે દિવસે તેઓ થોડી જ ક્ષણો પહેલા નેહરુના ઘરેથી નીકળ્યા હતા. તેઓ નેહરુને એટલા માટે મળવા ગયા હતા કે તેઓ ઈચ્છતા હતા કે નેહરુ ભગતસિંગ, સુખદેવ અને રાજગુરુની ફાંસીની સજા માફ કરવા માટે અંગ્રેજોને કહે. આમ કરવાથી નેહરુ (અને ગાંધીએ પણ) સાફ ના પાડી દીધી. અને તેમના ઘરેથી નીકળાની અમુક જ ક્ષણોમાં અંગ્રેજો દ્વારા ઘેરી લેવામાં આવ્યા.
૧૧. સરદાર પટેલ પ્રત્યે ઘૃણા - આઝાદ અને સુભાષ બાબુ તો ચાલો સમજ્યા કે કોંગ્રેસના નહોતા. પરંતુ સરદાર પટેલ તો તેમની પોતાની પાર્ટીના જ તો હતા! નેહરુની સરદાર પ્રત્યેની ઘૃણા સર્વવિદિત છે. આના માટે ઘણા ઉદાહરણો આપી શકાય પરંતુ અત્યારે એક જ ઉદાહરણ આપું છું.
સરદાર પટેલે આખું જીવન કોંગ્રેસ પાર્ટીનો હિસાબ કિતાબ ખુબજ પ્રમાણિકતાથી રાખ્યો. જયારે તેઓ મરણશૈયા પર સુતા હતા ત્યારે તેમણે તેમની દીકરીને કહ્યું કે તેમની મૃત્યુ બાદ પાર્ટીના બધા પૈસા નેહરુને સોંપી આવે. સરદારની દીકરી અને તેમનો પરિવાર ખુબજ દરિદ્ર હતો. તેમની પાસે ક્યારેક ક્યારેક તો ખાવાને પણ પૈસા નહોતા. છતાં પણ સરદારની મૃત્યુ બાદ તેમની દીકરી પૈસાની થેલી લઈને નેહરુ પાસે ગઈ અને નેહરુને ૪ લાખ રૂપિયા (એ સમયે આ બહુજ બહુજ મોટી રકમ હતી) આપી દીધા. દીકરીએ થોડો સમય નેહરુની પ્રતીક્ષા કરી કે તે તેના કૈંક હાલચાલ પૂછે, પણ નેહરુએ તેમને ઉભા ઉભા જ જવાનું કહી દીધું, અને સાંત્વનાના બે શબ્દો પણ ના કહ્યા. સરદારની દીકરીનું દેહાંત અત્યંત દરિદ્ર પરિસ્થિતિમાં કોઈપણ જાતની સારવાર વગર થયું. અને નેહરુએ આ ૪ લાખ રૂપિયા પાર્ટીમાં ક્યારેય જમા કરાવ્યા નહિ. અલબત્ત નેહરુની દીકરી આગળ જતાં દેશની પ્રધાનમંત્રી બની.
૧૨. અન્ય સ્વાતન્ત્રવિરોની અવગણના - નેહરુએ સ્વતંત્રતા બાદ પોતાના અને ગાંધીજી સિવાય કોઈપણ બીજા સ્વતંત્રતા સેનાનીને કોઈ સન્માન અપાવ્યું નહિ. આમ એટલા માટે કે તેમનો પોતાનું સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ મહત્વનું યોગદાન નહોતું. માટે પ્રજા જો બીજાના યોગદાનો જાણી લે તો તેમની મહત્તા ઓછી થઇ જાય.
૧૩. નેહરુની રંગરલીઓ - નહેરુ રંગીલા સ્વભાવના હતા. દેશ જયારે મોટી મોટી સમસ્યાઓત સામે જજુમી રહ્યો હતો ત્યારે તેઓ લેડી માઉન્ટબેટન સાથે વ્યભિચાર કરી રહ્યા હતા. આ ઉપરાંત તેમની પાસે બીજી અનેક સ્ત્રી મિત્રો હતી કે જેઓમાં તેઓ સતત રત રહેતા હતા. તેમના પોતાના પત્ની કમલા નહેરુ તેમને જરાપણ પસંદ નહોતા. બીમારીનું બહાનું કરીને કમલાજીને નેહરુએ જર્મની મોકલી દીધા. ત્યારબાદ ૧૦ વર્ષ સુધી કમલાજી રાહ જોતા રહી ગયા કે ક્યારે એમના પતિ પરમેશ્વર તેમના હાલચાલ પૂછવા આવે, પરંતુ તેમના મૃત્યુ સુધી તેઓ તેમને મળ્યા નહિ. કમલાજીનું દુખ સુભાષ બાબુ જાણતા હતા. માટે તેઓ એકવાર તેમના હાલચાલ પૂછવા ગયા હતા. કદાચ એટલા માટે જ નેહરુ સુભાષ બાબુથી ચીડાતા હતા.
રાજનૈતિક અપરાધ
૧૪. દેશ અને દેશવાસીઓ પ્રત્યે કોઈ જ લગાવ નહિ - નેહરુનો દેશવાસીઓ સાથે કોઈ જ સંબંધ નહોતો. તેમની પૂરી નિષ્ઠા અંગ્રેજો માટે જ હતી.
જયારે દેશ સ્વતંત્ર થયો ત્યારે તેમનું પહેલું ભાષણ અંગ્રેજીમાં હતું. શું તમે કલ્પના કરી શકો કે દેશના પ્રથમ પ્રધાનમંત્રી દેશ માટે પહેલવહેલો સંદેશ આપી રહ્યા છે અને એ પણ એ ભાષામાં કે જે ૯૯% દેશવાસીઓ સમજી શકતા નથી? અને કઈ ભાષા? દેશને આધીન બનાવનારાઓની ભાષા? એટલું જ નહિ, તેમના ભાષણના અમુક પ્રભાવી અંશો પણ અન્ય નેતાઓના ભાષણમાંથી ચોરી કરવામાં આવ્યા હતા.
નેહરુના કપડા પણ ભારતમાં ધોવામાં આવતા નહોતા. ચાર્ટર પ્લેનથી નિયમિત રીતે તેમના કપડા લંડન ધોવા માટે મોકલવામાં આવતા હતા. એટલા માટે કેમકે ભારતીય ધોબી ખુબજ ગંદા હોય છે.
વિદેશથી જે પણ અતિથી આવતા હતા તેમને સાપ અને મદારીના ખેલ દેખાડવામાં આવતા હતા, નહિ કે ભારત કેવી રીતે પ્રગતિ કરી રહ્યું છે એવું બતાવવું.
ભારતનું બજેટ સત્ર સાંજે ૫ વાગે શરુ કરવાનો નિયમ રાખવામાં આવ્યો કારણકે ઇંગ્લેન્ડ વાળાઓ ત્યાં સુધીમાં ઉઠી ગયા હોય, અને તેમને આપણું બજેટ સાંભળવા માટે પોતાની ઊંઘ બગાડવી ના પડે.
આવા તો અનેકો ઉદાહરણો છે....
૧૫. ગેરકાયદેસર રીતે પ્રધાનમંત્રી બનવું - સ્વતંત્રતા બાદ પ્રધાનમંત્રી નિશ્ચિત કરવા માટેની બનેલી ૧૨ સભ્યોની સમિતિમાંના દરેકે સરદાર પટેલ ને પ્રધાનમંત્રી બનાવવા માટે મત આપ્યો. પરંતુ નેહરુએ ગાંધીજી સાથે મળીને બધાને વિવશ કરી દીધા કે તેઓ નેહરુને પ્રધાનમંત્રી તરીકે સ્વીકારે.
૧૬. કાશ્મીર પ્રશ્નને ગેરકાયદેસર રીતે ઉલજાવી દેવો - વધુ ઊંડાઈમાં ના જતા માત્ર એ જાણી લો કે ધારા ૩૭૦ ને બળ આપવા વાળી ધારા ૩૫A ને નેહરુએ સંસદને કહ્યા વગર જ લાગુ કરી દીધેલી છે, જે સર્વથા અસંવૈધાનિક છે. ધારા ૩૭૦ લાવવા સામે પણ આંબેડકરનો વિરોધ હતો. પરંતુ નેહરુએ આ કલમ ઉમેરવા માટે તેમને ફરજ પાડી. માટે આજે આપણે કાશ્મીરની જે કોઈપણ સમસ્યા જોઈ રહ્યા છીએ તેનું મૂળ કારણ માત્ર ને માત્ર નેહરુ જ છે.
૧૭. સ્વયં પોતાને જ ભારત રત્ન આપી દેવું - નેહરુ એ કદાચ વિશ્વના એકમાત્ર એવા નેતા હશે કે જેમણે દેશનું સર્વોચ્ચ બિરુદ સ્વયં પોતાને જ આપી દીધું. તેઓએ પોતાને જ આ બિરુદ આપવા માટે ભારત રત્ન સમિતિને વિવશ કરી દીધી હતી. શું તમે ક્યારેય આનાથી મોટો દંભી અને તુઘલખ જોયો છે?
૧૮. નેહરુ એક અસહિષ્ણું નેતા - નેહરુ એક અત્યંત અસહિષ્ણું નેતા હતા. તેઓ પોતાના નિર્ણયો બીજા ઉપર થોપી દેવામાં માનતા હતા. પોતાનાથી વિરુદ્ધ વિચાર ધરાવનારાઓ માટે કોઈ સ્થાન હતું નહિ. કોઈ સભામાં જો કોઈ કાર્યકર્તાથી એક માઈક પણ સરખું ના સેટ થયું હોય તો તેને લાફો ચોડી દેતા હતા.
આર્થિક અંધતા
૧૯. અવસર ચુકી જવો - સ્વતંત્રતા બાદ આખા વિશ્વમાં ઔધ્યોગીકતાની એક બહુજ મોટી ક્રાંતિ ઉઠી હતી. પરંતુ નેહરુની આર્થિક અંધતાએ દેશને પાછળ રાખી દીધો. પરિણામસ્વરૂપ જયારે વિશ્વ ૧૨% ના વૃદ્ધિદર થી પ્રગતિ કરી રહ્યું હતું ત્યારે ભારત ૨% થી પણ ઓછા દરે વૃદ્ધિ કરી રહ્યું હતું અને લોકો ભૂખે મરી રહ્યા હતા.
૨૦. સામ્યવાદી વિચારધારા - એ વાત તો બધા જાણે છે કે નેહરુ સામ્યવાદી વિચારધારા વાળા વ્યક્તિ હતા. તેઓને ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓથી સદંતર ઘૃણા હતી. એકવાર જયારે જમશેદજી તાતાએ તેમને કહ્યું કે તેમની નીતિઓને કારણે તાતા કંપની નફો કરી શક્તિ નથી ત્યારે નેહરુએ મોં મચકોડીને તેમને કહ્યું કે તેમને "નફો" શબ્દથી સખત નફરત છે.
જો માત્ર ઉંધા કામ ના કરનાર પ્રધાનમંત્રી પણ આપણને મળી ગયો હોત તો આજે આપને ખુબ આગળ હોત.
હિંદુઓને પ્રતિ ઘૃણા
જો હું નેહરુનો આ સ્વભાવ પહેલા લખી દેત તો તેનો પ્રભાવ એટલો ના રહેત. પરંતુ અત્યાર સુધીમાં તમે એ વિચારતા થઇ ગયા હશો કે નેહરુ આવા શા માટે હતા? જો મને પૂછવામાં આવે તો હું કહીશ કે તેઓ આવા હતા કારણકે તેમને હિંદુઓ પ્રતિ, ભારતીયતા પ્રતિ અને ભારતીય સંસ્કૃતિ પ્રતિ ઘોર ઘૃણા હતી. અમુક ઉદાહરણો પ્રસ્તુત કરું છું...
૨૧. પોતાના હિંદુ હોવાથી લજ્જિત - ખુબ જાણીતી વાત છે કે નેહરુએ એકવાર કહ્યું હતું કે તેઓ "શૈક્ષણિક રીતે બ્રિટીશ, વિચારધારાથી એક વિશ્વનાગરિક (Internationalist), સભ્યતાથી એક મુસ્લિમ છે, અને એક અકસ્માતને કારણે તેઓ એક હિંદુ છે અને તે અકસ્માત તેમનો જન્મ છે." જેમકે આપણે જોયું, તેમના પોતાના પરિચયમાં હિન્દુત્વ તો છોડો, ક્યાંય ભારતીયતા પણ આવતી નથી. તેમની વિચારધારામાં દેશ અને સંસ્કૃતિ સાથે કોઈ જ લેવા દેવા નહોતું.
એકવાર તેમણે એમ પણ કહ્યું હતું કે "તમે મને ભલે ગધેડો કડી દો, પણ હિંદુ ના કહેતા".
૨૨. હિંદુ અને મુસ્લિમો પ્રત્યે નેહરુના વિચારો - જયારે કોઈએ નેહરુને પૂછ્યું કે જો બધા હિંદુઓ મુસ્લિમ બની જાય તો? તેના જવાબમાં તેમણે કહ્યું કે આમાં કોઈ વાંધો નથી. ત્યારે જ કોઈ બીજાએ પૂછ્યું કે જો બધા મુસ્લિમ હિંદુ થઇ જાય તો? આના જવાબમાં નેહરુએ તુરંત કહ્યું કે આમ થવું ના જોઈએ કારણકે તેનાથી દેશની વૈવિધ્યતા નષ્ટ થઇ જશે.
૨૩. સંઘ પર પ્રતિબંધ - હિંદુઓ માટે કામ કરી રહેલા એકમાત્ર સંગઠન "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ઉપર નેહરુએ બે બે વાર પ્રતિબંધ મૂકી દીધો હતો. એ પણ બિલકુલ નિરાધાર કારણોને લઈને.
૨૪. મૌલાના ને પ્રથમ શિક્ષણ મંત્રી બનાવવા - નેહરુ ઈચ્છતા હતા કે દેશનું ભવિષ્ય હિન્દુત્વના પાઠ ના ભણી શકે. માટે તેઓએ દેશના સૌથી પહેલા શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદને બનાવ્યા. આજે આપણે જાણીએ છીએ કે આપણે કેવો ઈતિહાસ ભણી રહ્યા છીએ. તેનો પ્રારંભ આ જ મૌલાનાએ કર્યો હતો.
૨૫. સંવિધાનમાં હિન્દુઓને અન્યાય - સંવિધાન બનાવતી વખતે મુસ્લિમોને પોતાનું પર્સનલ લો આપવામાં આવ્યું. પરંતુ હિન્દુઓના વારંવાર માંગણી કરવા છતાં તેમને સેક્યુલર સંવિધાન આપવામાં આવ્યું કે જેમાં હિંદુઓ માટે કઈ જ હતું નહિ. હતું તો માત્ર બીજા સંપ્રદાયો માટે પોતે સહન કરવાનું.
૨૬. હિન્દી ભાષાને નષ્ટ કરવાનો પ્રયાસ - નેહરુએ મોટા પ્રમાણમાં હિન્દી ભાષાને નષ્ટ કરવાનું અભિયાન ચલાવ્યું હતું. તેમણે ખુબ મોટી માત્રામાં હિન્દી ભાષામાં ઉર્દુ અને ફારસી શબ્દોની મિલાવત બળજબરીથી કરાવી. અમુક હદ સુધી આ પ્રયાસો સફળ પણ થયા. પરંતુ આગળ જતા હિંદુ વિચારકોએ આ અભિયાન ને ત્યાં જ રોકી દીધું.
આપણા "રાષ્ટ્રીય ચાચા" નેહરુના વિષયમાં ઘણું ઘણું લખી શકાય છે. ઉપર લખેલા એક એક વિષય ઉપર આખા આખા ખોજ્પત્રો લખી શકાય છે. અને જેમ કે મેં કહ્યું, હું તો કોઈ "નેહરુ વિશેષજ્ઞ" પણ નથી. જેમણે થોડો ઘણો પણ અભ્યાસ કર્યો છે તેઓ નેહરુ માટે અપાર ઘૃણા ધરાવે છે.
ધન્યવાદ __/\__
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો