ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૩

 

હવે મેકોલે ભારતના Education Board નો ચેરમેન બની ગયો હતો. તરતજ મેકોલેએ પોતાનું અભિયાન ગતિમાન કરી દીધું અને ભારતમાં મિશનરી સ્કૂલોની સ્થાપના થવા લાગી. મેકોલેનો ઉદ્દેશ્ય ભારતીયોને માત્ર બ્રિટનના દાસ બનાવવાનો ન હતો, પરંતુ બધા ભારતીયોને ખ્રિસ્તી બનાવવાનો પણ હતો.

મેકોલેનું આ અભિયાન ખુબ અઘરું હતું. મેકોલે ને એ વાત સમજતા વાર ન લાગી કે ભારતીય સમાજ માત્ર શિક્ષણના આધાર ઉપર નથી ટકી રહ્યો, પરંતુ તેની સમાજ વ્યવસ્થા જ એટલી મજબૂત છે કે જેને જરાસરખી હલાવવી પણ ખુબ અઘરી છે. પરાપૂર્વથી દેશના ગામડે ગામડે ૩૫% થી ૫૦% જેટલી જમીન ખુલી છોડવામાં આવતી હતી કે જેની માલિકી કોઈ એક વ્યક્તિની નહોતી, પરંતુ આખા ગામની તેના ઉપર સામુહિક માલિકી હતી. આ ભૂમિને ગોચરની ભૂમિ પણ કહેવામાં આવતી હતી. આ ભૂમિ ઉપર સામુહિક પ્રસંગ થતા હતા, ઔષધિઓ ઉગાડાતી હતી, ત્યોહારોની ઉજવણી થતી હતી, યાત્રીઓ માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી, જળાશય બનાવવામાં આવતા હતા, ગાયોને અને બીજા પાળીતા પશુઓને ત્યાં ચરાવવામાં આવતા હતા વગેરે. આ ભૂમિ ઉપર પાઠશાળા અને ગુરુકુળ પણ ચલાવવામાં આવતા હતા. આ રીતે એક ગામડું પોતાની રીતે સ્વયંસંચાલિત અને સ્વનિર્ભર હતું કે જેમાં આખા સમાજની આવશ્યકતાઓની પૂર્તિ કરવાનું સામર્થ્ય હતું. ભાગ્યે જ બહારથી કોઈ સંસાધનોની જરૂર પડતી.

આ ઉપરાંત, ગામની અંદર પણ સમાજ વ્યવસ્થા કૈંક એવી રીતે વિભાજીત હતી કે બધા માટે પોતાના અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે કોઈ ચિંતા રહેતી નહોતી. બધાના પોતાના કાર્યો સ્પષ્ટ રીતે વિભાજીત હતા કે જે એમણે જ કરવાના હતા. આજે જે આપણે વિવિધ ક્ષેત્રોમાં અનામતની વાત કરીએ છીએ, એ અનામત આપણા સમાજમાં પહેલેથી ખુબ વ્યવસ્થિત રીતે આપવામાં આવેલું હતું, અને એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે કોઈની સાથે અન્યાય કે પક્ષપાત ના થાય.

ગામમાં વિવિધ જ્ઞાતિઓ હતી અને સૌના પોતપોતાના સામાજિક નિયમો હતા કે જેનું પાલન બધાને કરવું પડતું. આ ઉપરાંત ગ્રામપંચાયતો પણ હતી કે જે ન્યાયાલયનું કામ કરતી. આ પ્રકારની વ્યવસ્થાને કારણે ગામડાઓમાં કોઈપણ પ્રકારના અપરાધોની ઘટના ખુબ જવલ્લે જ જોવા મળતી. આ રીતે કાયદો અને વ્યવસ્થા સુચારુ રીતે ચાલતી હતી.

આપણે ભાગ ૧ માં જોયું કે અંગ્રેજોના પોતાના સર્વેક્ષણ પ્રમાણે નિશાળોમાં શિક્ષણનું કાર્ય માત્ર બ્રામ્હણો જ કરે એવો કોઈ નિયમ નહોતો. પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરીને જો વ્યક્તિ ઉચ્ચ શિક્ષણ લઈને બીજાને શિક્ષા આપવાનું કામ કરવા માગતી હોય તો એના માટે માત્ર પોતાની જ જ્ઞાતિનું કામ કરવાનું કોઈ બંધન નહોતું. આ જ રીતે કોઈપણ જ્ઞાતિની વ્યક્તિ પોતાની રૂચી પ્રમાણે કોઈ પણ કામ કરી શક્તિ. પણ હા, તેમના માટે પોતાની જ્ઞાતિનું અનામત તો હમેશા ઉપલબ્ધ જ હતું! કેટલી સુંદર વ્યવસ્થા!

અત્યાર સુધી આપણે જે વાત કરી એ તો માત્ર એક જ ગામડાનું ઉદાહરણ હતું. આપણે કલ્પના કરી શકીએ છીએ કે ભારત દેશમાં આવા લાખો ગામડા હતા અને એ બધા સ્વયંસંચાલિત અને સ્વનિર્ભર હતા, અને છતાં એક જ હિંદુ સંસ્કૃતિને સહસ્ત્રો વર્ષોથી પોતાની અંદર કેળવીને આગળ વધી રહ્યો હતો. સંક્ષેપમાં કહું તો ભારતીય સમાજ પૂર્ણતઃ વિકેન્દ્રિત હતો કે જ્યાં કોઈ પણ એવો કેન્દ્રવર્તી પ્રદેશ કે વ્યવસ્થા નહોતી કે જેનાથી આ આખી સંસ્કૃતી ચાલી રહી હોય (કે જેમ આજે દિલ્લીની સરકાર છે અને કેન્દ્રીય ન્યાય પ્રણાલિકા છે). કદાચ એ જ કારણ હતું કે સહસ્ત્રો વર્ષોથી આપણી સંસ્કૃતિને કોઈ તોડી નથી શક્યું, અને આપણે સેંકડો વર્ષો સુધી એક પછી એક આક્રમાણોની સામે ટક્કર જીલીને અખંડિત રહી શક્યા.

જો ઈતિહાસનું અવલોકન કરવામાં આવે તો સ્પષ્ટ છે કે બીજા બધા સમાજો કોઈ એક સ્થાન કે વ્યવસ્થાની સાથે કેન્દ્રવર્તી રીતે જોડાયેલા હતા. આ જ કારણથી જે પણ વિદેશી આક્રમણકારો આવતા હતા એમના માટે માત્ર એટલું જ કામ રહી જતું હતું કે એ જે તે કેન્દ્રીય વ્યવસ્થાને તોડી પાડે, અને સમાજ પોતાની મેળે ધ્વસ્ત થઇ જતો હતો. ઉદાહરણ તરીકે, જો આજે કોઈ રીતે મક્કા, મદીના અને કુરાનનો નાશ કરી નાખવામાં આવે તો શું ઇસ્લામી સમાજનું અસ્તિત્વ રહી શકે? એ જ પ્રમાણે જો વેટિકન સીટી અને બાઈબલનો નાશ કરી દેવામાં આવે તો શું ખ્રિસ્તી સમાજ ટકી શકે? કદાપી નહિ. જયારે હિન્દુઓનો ના તો કોઈ કેન્દ્રીય ગ્રંથ છે અને ના તો કોઈ કેન્દ્રીય સ્થાન. આ હિન્દુઓની સૌથી મોટી શક્તિ છે કે જેના કારણે એ હજારો વર્ષોથી ટકી રહ્યો છે.

અંગ્રેજો આ વાત બરોબર સમજી ચુક્યા હતા. આ જ સંદર્ભમાં મેકોલેનો બ્રિટીશ સંસદમાં મુકેલો પ્રસ્તાવ ફરીથી વાંચો (ભાગ ૨). હવે તમને સમજાશે કે મેકોલે વાસ્તવમાં શું કહેવા માગતો હતો. મેકોલે પોતાના વિચારોથી સ્પષ્ટ હતો કે જો ભારતવાસીઓને ગુલામ બનાવવા હશે તો એમની પાસેથી એમની ઉચ્ચ સમાજ વ્યવસ્થા, સંસ્કૃતી અને શિક્ષણને છીનવવું પડશે. એ જાણતો હતો કે ઇતિહાસમાં હુંણ, શક, કુષાણ, યુનાન (સિકંદર), અને યવન (ઘોરી, બાબર, ગજનવી, મીર, મુઘલ) વગેરે જેવા અનેક આક્રમણકારોએ આક્રમણ કર્યા, પરંતુ એ બધા માત્ર અંશતઃ રીતે જ સફળ રહ્યા. એમની નિષ્ફળતાનું કારણ એક જ હતું, ભારતની મજબૂત અને વિકેન્દ્રિત સમાજ વ્યવસ્થા. એટલા માટે ભારતને જીતવા માટે એની સમાજ વ્યવસ્થા અને શિક્ષણને જ મીટાવવું જરૂરી હતું. અને એ જ કરવા આવ્યો હતો થોમસ મેકોલે.


આ મહાન વિકેન્દ્રિત ભારતીય વ્યવસ્થાને ધ્વસ્ત કરવા માટે મેકોલે પછી શું કરે છે? જોઈશું ભાગ ૪ માં.

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે