હિન્દુઓની ઘટતી જતી જનસંખ્યાનો ઉપાય જો કાનૂન કે જનજાગૃતિ દ્વારા નથી થઈ શકતો, તો કઈ રીતે થઈ શકે? ભાગ 2
આ ભાગમાં આપણે જોઈશું કે હિન્દુઓની જનસંખ્યાની સમસ્યા કેટલી મોટી છે, શા માટે આ સમસ્યા છે, અને એનો ઉપાય શું છે.
આપણે આ શ્રેણીના ભાગ 1 માં જોયું કે વધુ જનસંખ્યા કોઈ સમસ્યા નથી, પણ ઓછી જનસંખ્યા ખરેખર એક બહુ મોટી સમસ્યા છે. હવે તમે કલ્પના કરો કે જો ભારતમાં જ હિન્દુઓની સંખ્યા ઓછી થઈ ગઈ તો પરિણામ શું આવી શકે!
શા માટે હિન્દુઓના જન્મદરને વધારવો અતિઆવશ્યક છે?
ભારતમાં વર્તમાન પરિસ્થિતિ અનુસાર 8 રાજ્ય અને 5 કેંદ્રાસાશીત પ્રદેશો પહેલાથી જ હિન્દુ અલ્પસંખ્યક બની ગયેલ છે. 8 રાજયોમાંથી 4 રાજ્યો એવા છે કે જ્યાં હિન્દુ અત્યારે 10% થી પણ ઓછા છે.
વર્ષ 2011 માં દેશવ્યાપી વસ્તીગણતરી થઈ. આ વસ્તીગણતરી પ્રમાણે હિન્દુઓનો જન્મદર 2001 ની સરખામણીમાં 2.64 થી ઘટીને 1.9 થઈ ગયો છે. આનો અર્થ એ થયો કે એક હિન્દુ દંપતિ એમના જીવનકાળમાં 2 થી પણ ઓછા બાળકો જણે છે. આનો સ્વાભાવિક અર્થ એ છે કે હિન્દુઓની સંખ્યા પ્રતિદિન ઘટતી જઈ રહી છે. અને આ તો 2011 ની વસ્તીગણતરીના આંકડા છે. અત્યાર સુધીમાં તો આ જન્મદર આનાથી પણ ઓછો થઈ ગયો હશે એવું આપણે માની શકીએ છીએ.
આનાથી વિપરીત, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની જનસંખ્યા વધી રહી છે. મુસ્લિમોનો જન્મદર 2001 ના 3.52 થી થોડો જ ઓછો થઈને 3.14 થયો છે. અર્થાત મુસ્લિમ દંપતિઓ પહેલેથી જ હિન્દુઓથી ક્યાંય આગળ હતા, અને આ દશ વર્ષોમાં એમની વિચારધારમાં હિન્દુઓની સરખામણીમાં કોઈ ખાસ ફેર પડ્યો નથી. ખ્રિસ્તીઓનો જન્મદર પણ 2011 માં 2.3 નો રહ્યો છે. આનો અર્થ છે કે આવનાર દશકોમાં હિન્દુઑ લઘુમતીમાં આવી જવાના છે.
યાદ રહે, ભારત દેશ કોઈ ભૂમિનો ટુકડો નથી. આ દેશ વિશ્વની સૌથી જૂની અને સૌથી ઉચ્ચ સભ્યતા છે. ભારતે જ વિશ્વને બર્બરતાયુક્ત જીવન છોડીને સુસંસ્કૃત અને અર્થપૂર્ણ જીવન જીવવાનું શીખવ્યું છે. અને આ બધુ સંભવ થયું છે માત્ર અને માત્ર હિન્દુ સંસ્કૃતિને કારણે જ. જો હિન્દુ નહીં રહે તો આ દેશ પણ નહીં રહે, આ વાત આપણે નિઃસંશય સમજી લેવી જોઈએ.
હિન્દુઓનો જન્મદર ના વધ્યો તો શું પરિણામો આવી શકે છે?
થોડા સમય માટે આપણે હિન્દુઓ અને અહિંદુઓ વચ્ચે સાંસ્કૃતિક ઘર્ષણની વાત ભૂલી જઈએ, અને એ વિચારીએ કે વર્તમાનમાં આ ઘટી ગયેલ જન્મદરના સામાજિક પરિણામો શું આવી શકે.
આપણે જાણીએ છીએ કે આજકાલ માત્ર એકજ સંતાન કરવાની જાણે ફેશન નીકળી પડી છે. જેને જુએ તે માત્ર એક જ સંતનથી ખુશ છે. પણ શું ક્યારેય એ વાતનો વિચાર કર્યો છે કે આ ગાંડપણનું પરિણામ શું આવી શકે છે?
ચાલો આપણે કલ્પના કરીએ કે આજથી ત્રણ પેઢી સુધી બધા હિન્દુઓ માત્ર એક જ સંતાન ઉત્પન્ન કરે છે. તો હવે તમે કલ્પના કરો કે આજથી ત્રણ પેઢી પછીનો સમાજ કેવો હશે?
એ સમાજમાં ના કોઈ ભાઈ હશે, ના બહેન, ના કાકા-કાકી, ના મામા-મામી, ના ફઈ-ફુવા, ના માસા-માસી, ના પિતરાઇ ભાઈ-બહેન, ના મોસાળીયા ભાઈ-બહેન... કઈ બહેન કયા ભાઈને રાખડી બંધશે? જો કોઈને પોતાના મનની વાત કરવી હોય તો એ કોની સાથે કરશે? દોસ્તોનો વ્યવહાર એક સીમા સુધી હોય છે. આવા સમયે માનસિક રોગો અનેકગણા વધી જશે.
એટલું જ નહીં, બધાની એકજ સંતાન હોવાને કારણે પ્રત્યેક ઘરમાં ઘરડાઓ વધુ અને યુવાનો ઓછા હશે. પત્નીના માતાપિતાને રાખવાનું દાયિત્વ પણ પતિ ઉપર જ હશે, કારણકે તે પણ પોતાના માતાપિતાની એકમાત્ર પુત્રી જ હશે ને. અને વળી એ પતિ-પત્નીના માતાપિતા પણ એકલા જ સંતાન હશે! એમની ઉપર પણ એમના માતા-પિતા અને સાસુ-સસરાની જવાબદારી હશે. ધારોકે કોઈ એક ઘરમાં 3 પેઢી એકસાથે રહે છે (જે વાસ્તવિક કલ્પના છે) તો આ હિસાબથી એક ઘરમાં એક યુવા દંપતિની ઉપર 12 ઘરડા, એક એમનું પોતાનું સંતાન, અને એ પોતે 2 - અર્થાત કુલ 15 વ્યક્તિઓના ભરણપોષણનું દાયિત્વ આવી જશે. આ પરિસ્થિતિમાં બંને દંપતિ ક્યારેય કમાઈ શકે નહીં. કોઈ એકને તો ઘર સાંભળ જ કરવી પડશે. આનો અર્થ એ થયો કે માત્ર એક કમાનર વ્યક્તિ ઉપર 15 વ્યક્તિઓનો બોજ! અને જો એ એક વ્યક્તિને કઈં થઈ ગયું તો આખે આખો પરિવાર જ અનાથ થઈ જશે. કેટલી ભયંકર કલ્પના છે આ!
મારા માનવા પ્રમાણે તો આવા સમાજમાં અત્યધિક માનસિક રોગો અને આત્મહત્યાઓ વધી જશે. અને વળી આવો સમાજ જ્યારે પોતાની જ સમસ્યાઓથી ઉપર ઉઠી નહીં શકે તો શું એ દેશ, સમાજ અને સંસ્કૃતિ માટે કઈં કરી શકશે?
અને આનાથી વિપરીત હશે અહિંદુ સમાજ કે જે પોતાના ઘર પરિવારના બળે માનસિક-શરીરીરક-આર્થિક રીતે વધુ શક્તિશાળી હશે. મોટા મોટા ઉદ્યોગ-વ્યવસાયો પણ એ જ કરી શકે કારણકે વ્યવસાય કરવામાં ઘરના વિશ્વાસપાત્ર લોકોનું હોવું આવશ્યક છે. અને આ પરિસ્થિતિમાં હિન્દુ યુવક-યુવતી બિચારા દયામણી પરિસ્થિતિમાં એમના ઉદ્યોગોમાં નોકરીઓ કરશે.
હિન્દુઓનો જન્મદર શા માટે ઘટી રહ્યો છે?
આ પ્રશ્નના ઉત્તરમાં લોકો કેટલીએ પ્રકારના તર્કો આપે છે. ચાલો આપણે આ બધા તર્કોની તપાસ કરીએ.
મોંઘવારી વધી ગઈ છે!
આ સર્વસામાન્ય તર્ક છે. પણ શું આ તર્ક વાસ્તવિકતા સાથે બંધ બેસે છે? ના જી. જો આ તર્ક સાચો હોત તો દરિદ્ર લોકોના ઓછા સંતાનો હોત અને સંપન્ન પરિવારોના વધુ. પણ પરિસ્થિતિ આનાથી બિલકુલ ઊલટી છે. જેમના પરિવાર અતિસંપન્ન છે એમને પણ માત્ર એકજ સંતાન હોવું એ અત્યારે સર્વસામાન્ય થઈ ગયું છે.
ખરેખર તો આજના યુવાનો પોતાના સુખમય અને વિલાસી જીવન માટે એકથી વધુ સંતાનો કરવા નથી માંગતા.
એકથી વધુ બાળકો સાચવવા મુશ્કેલ છે!
આ તર્ક પણ વાસ્તવિકતાથી વિપરીત છે. વધુ બાળકોની સરખામણીમાં બાળક જ્યારે એકલું હોય છે ત્યારે એને સંભાળવું વધારે અઘરું હોય છે. બાળકો એકબીજાને જોઈને જ શીખે છે. જ્યારે એમની આસપાસ બીજા બાળકો શીખવવા માટે નથી હોતા ત્યારે આ આખો ભાર મોટાઓ ઉપર આવી જાય છે, અને બાળકો મોટાઓથી એટલી સહજતાથી નથી શિખત જેટલા તેઓ તેમના સમાયુ બાળકો પાસેથી શીખે છે. ખરેખર તો જેટલા વધુ બાળકો હોય એટલો જ તેમનો ઉછેર સહેલો હોય છે, અને ઘર સંભાળવું પણ એટલું જ સહેલું હોય છે.
વધુ બાળકો કરવાથી સ્ત્રીઓનું શરીર નબળું પડી જાય છે!
અહીં હું ઍક વાત અવશ્ય કહીશ કે માત્ર એક બાળક કરવા માટે વિવશ કરવાનું કામ મોટેભાગે સ્ત્રીઓ જ કરતી હોય છે. એમની પાસે ઢગલો ભરીને બહનાઓની આખી સૂચિ હોય છે, જેમાંથી આ એક મુખ્ય બહાનું છે (આ લેખની મહિલા વાચકો જો આ વિષયમાં મારી સાથે વિવાદ કરવા ચાહે તો કરી શકે છે).
આ તર્ક એ સ્ત્રીઓ માટે વ્યાજબી કે જેની પ્રસૂતિ 30 વર્ષ કે એનાથી વધુ વર્ષની ઉમરે થાય છે. જો આનાથી ઓછી ઉમરે પ્રસૂતિ થઈ જાય તો સમસ્યાઓ થતી નથી.
તો જેમ આપણે જોયું, ઉપરોક્ત બધાજ તર્કો માત્ર બહનાઓ છે. વાસ્તવિક સમસ્યા નથી. હિન્દુઓનો જન્મદર ઘટવાનું કારણ કઇંક બીજું જ છે.
તો પછી જન્મદર ઘટવાનું વાસ્તવિક કારણ શું છે?
હિન્દુઓના જન્મદર ઘટવાનું વાસ્તવિક કારણ છે લગ્ન કરવાની ઉમરનું વધી જવું, અને એક વિલાસી વિવાહિત જીવન જીવવાની લાલસનું વધી જવું. એક સ્ત્રીનો સર્વાધિક પ્રજનનક્ષમ સમય હોય છે 18 થી 35 વર્ષની ઉમર. 35 વર્ષ પછી સ્ત્રીઓને અનેક સમસ્યાઓ થાય છે. અર્થતઃ એક સ્ત્રી માટે એના જીવનના 17 વર્ષ જ ઉપયુક્ત હોય છે પ્રજનન માટે (અહીં પ્રજનનનો અર્થ બાળક જણવા સાથે લેવો). આપણો સમાજ આમાંથી કેટલા વર્ષોનો ઉપયોગ કરે છે? મોટે ભાગે માત્ર 5 થી 7 વર્ષ.
આજકાલ વિવાહની આયુ પુરુષ માટે 28 થી 30 વર્ષની થઈ ગઈ છે, અને કન્યાઓ માટે 26 થી 28. અને વળી વિવાહ ઉપરાંત થોડો સમય સુધી વૈવાહિક જીવનનો આનંદ લેવાની સૌને ઈચ્છા હોય છે. અને એ સ્વાભાવિક પણ છે. પણ આનાથી સમસ્યા એ થાય છે કે સ્ત્રી પાસે માત્ર 3-4 વર્ષ રહી જાય છે સંતાનપ્રાપ્તિ માટે. હવે આ પરિસ્થિતિમાં ઘરઘરમાં એકજ સંતાન હોવું એ સ્વાભાવિક જ છે.
આ જ કારણ છે કે મુસ્લિમ પ્રજા હંમેશા વહેલમાં વહેલા લગ્ન કરવાનો આગ્રહ રાખે છે.
તો પછી આ સમસ્યાનો ઉકેલ શું છે?
આજકાલ સરકાર દ્વારા જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવાની ચર્ચા થઈ રહી છે. તર્ક એવો અપાય છે કે જો હિન્દુઓની જનસંખ્યા વધતી નથી તો કમસે કમ આ કાયદાથી અહિન્દુઓની સંખ્યા નિયંત્રણમાં રહેશે. પણ શું એવું વાસ્તવમાં થશે? ના જી!
ભારતમાં આપણો અનુભવ રહ્યો છે કે બધા નિયમ-કાનૂન હિન્દુઓ ઉપર જ લાગુ પડે છે. આ કાનૂન લાવવાથી હિન્દુઓને એક વધુ બહાનું મળી જશે અને તેઓ સહર્ષ આ નિયમનું પાલન કરશે. અને વળી જે હિન્દુઓ 2 થી વધુ બાળકો જણે છે એ પણ જણતા બંધ થઈ જશે. પણ અહિંદુ પ્રજા ઉપર આનો કોઈ પ્રભાવ નહીં પડે.
સમસ્યા એ છે કે આવો કાયદો આવી પણ જાય તો પણ અહિંદુ પ્રજા ઉપર આ લાગુ કોણ કરશે? મસ્જિદો ઉપર લાઉડ સ્પીકર ના લગાવવાનો આદેશ સ્વયં ઉચ્ચતમ ન્યાયાલય આપી ચૂક્યું છે, તો પણ લાઉડ સ્પીકર તો ચાલે જ છે ને? અમુક લોકો કહે છે કે 2 થી વધુ સંતાનો વાળાઓનો મતાધિકાર છીનવી લેવો જોઈએ. પણ ભારતમાં તો બાંગ્લાદેશી ઘૂસણખોરોને પણ મતાધિકાર મળી જાય છે. તો આ વધુ સંતાનો વાળાઓને કોણ રોકશે?
આનો અર્થ એ થયો કે આ સમસ્યાનું સમાધાન નિયમ-કાનૂનમાં નથી. કોઈને કોઈ રીતે હિન્દુઓનો જન્મદર જ વધારવો પડશે. પણ કઈ રીતે? હિન્દુ સમાજ કોઈના સમજાવવાથી સમજે એવો સમાજ તો છે નહીં. જો હોત, તો આજે જે સમસ્યાઓનો સામનો આપણે કરી રહ્યા છીએ એ ના કરતાં હોત.
તો પછી સમસ્યાનું સમાધાન શું છે?
આ સમસ્યાનું સમાધાન ભારતની શિક્ષણ નીતિમાં છુપાયેલું છે!
વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓના વિદ્યાભ્યાસનું માળખું એવું છે કે જો કઇંક સન્માનજનક ભણવું હોય તો કમસે કમ અનુસ્નાતક તો થવું જ પડે છે. અને અનુસ્નાતક કમસે કમ 24 વર્ષની ઉમરે જ થઈ શકાય છે. જો આનાથી વધુ આગળ ભણવું હોય તો ઉમર હજુ પણ વધી જાય છે. ભણ્યા ઉપરાંત તેણે પોતાની કારકિર્દી પણ ઘડવાની હોય છે, જેમાં વધુ 5 વર્ષ સુધીનો સમય સહજતાથી લાગી જાય છે. કન્યાઓ પણ 24 વર્ષ સુધી ભણીને સીધાજ લગ્ન કરવામાં શાણપણ માનતી નથી. તેણે પણ પોતાના ભણતર અનુસાર જીવનમાં કઇંક પ્રાપ્ત કરવું હોય છે. તો હવે સ્વાભાવિક જ છે કે વિવાહની આયુ બંને માટે 30 વર્ષની આસપાસ જ આવી જશે.
આનો ઉપાય શું છે? આનો ઉપાય એ છે કે શિક્ષા નીતિ બદલીને એવી જોગવાઈ કરવામાં આવે કે 21 વર્ષની આયુ ઉપર સ્નાતક થયા પછી સીધેસીધું કોઈ અનુસ્નાતક થવા માટે દાખલો ના લઈ શકે. અનુસ્નાતક થવા માટે વિદ્યાર્થીને કમસે કમ 3 વર્ષનો ક્ષેત્રીય અનુભવ હોવો આવશ્યક થઈ જાય. આનાથી લાભ એ થશે કે યુવક-યુવતીઓ પોતાની કારકિર્દીનું ઘડતર 3 વર્ષ વહેલા કરવા લાગશે અને જો જરૂરી હોય તો જ અનુસ્નાતક થવા માટે દાખલો લેશે. અને વળી તેમની પાસે વિવાહ બાદ પણ અનુસ્નાતક થવાનો વિકલ્પ રહેશે.
પણ શું આનાથી શિક્ષણની હાનિ નહીં થાય?
ના જી. આનાથી શિક્ષણનું પણ માત્ર ભલું જ થશે. આજના સમયમાં જો ઉદ્યોગપતિઓને પૂછવામાં આવે કે એમની સૌથી મોટી સમસ્યા કઈ છે, તો એમનું કહેવાનું થશે કે એમને વિશ્વવિદ્યાલયોથી જેવા કૌશલ વાળા લોકો જોઈએ છે એવા મળતા નથી. એમની ઉપર 2-3 વર્ષ સુધી રોકાણ કરવું પડે છે કે જેથી એ જે તે ક્ષેત્રમાં કામ કરવાને યોગ્ય બની શકે. તો જો અનુસ્નાતક થયા પછી પણ 3 વર્ષ ક્ષેત્રપ્રશિક્ષણ (ફિલ્ડ એક્સપિરિયન્સ) જ લેવાનું હોય તો સીધું જ સ્નાતક થયા પછી જ કેમ નહીં? અને જ્યારે એક વિદ્યાર્થી ક્ષેત્રપ્રશિક્ષણ લઈને અનુસ્નાતકનું ભણતર કરશે ત્યારે એનો એ વિષય માટે દ્રષ્ટિકોણ જ સાવ બદલી ગયો હશે.
યુવાવસ્થા મનુષ્યની શ્રેષ્ઠ અવસ્થા હોય છે. આ શ્રેષ્ઠ અવસ્થાનો શ્રેષ્ઠ ઉપયોગ વાસ્તવિક ધરાતલ પર થવો જોઈએ, ના કે અર્થહીન પુસ્તકો માટે.
વિશ્વની જેટલી પણ મોટી મોટી સત્તાઓ છે તેમણે સદૈવ વિદ્યાલયોથી વધુ ક્ષેત્રીય અનુભવ પર જ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારત માટે પણ એ જ ઉચિત છે કે પોતાના વિદ્યાર્થીઓને પોતાની યુવવસ્થાનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવાની તક મળે કે જેથી તેઓ પોતાના વૈવાહિક જીવન અને કારકિર્દીનું ઉચિત સંતુલન બનાવીને એક અર્થપૂર્ણ જીવન જીવી શકે.
ધન્યવાદ!
🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો