શું હિન્દુઓના ઇતિહાસમાં ખરેખર બહુપત્ની પ્રથા હતી? શું રાજાઓની અનેક પત્નીઓ બહુપત્ની પ્રથાને કારણે હતી?

ઘણીવાર તમે હિન્દૂ વિરોધી માનસિકતા ધરાવતા લોકોને એવી ટીકા કરતા જોયા હશે કે મુસ્લિમોમાં ચાર પત્ની કરવાનો આદેશ છે તો હિંદુઓમાં પણ પુરાતન કાળના દરેક રાજાઓ એકથી વધુ પત્નીઓ જ ધરાવતા હતા. તો બહુપત્ની પ્રથા તો હિંદુઓમાં પણ હતી. તો ક્યા મોઢે અન્ય મઝહબોની ટીકા કરી રહ્યા છો? વાત દેખીતી રીતે તાર્કિક અને સાચી લાગે છે માટે આપણી પાસે કોઈ ઉત્તર હોતો નથી. પણ વાસ્તવમાં એવું છે નહિ! હિંદુઓમાં અકારણ એકથી વધુ પત્નીઓ કરવી વર્જિત છે. અમુક અપવાદોમાં અનુમતિ છે, પણ એ અપવાદો આપણે આગળ જોઈશું. 

સૌપ્રથમ તો હું મુસ્લિમ બહુપત્નીત્વ અને હિન્દૂ વિવાહ વ્યવસ્થાની સરખામણીને જ વખોડી કાઢું છું. શું તમે જાણો છો કે 'શાદી' એ મૂળ ફારસી શબ્દ છે કે જેનો અર્થ થાય છે 'વિલાસ', અને જો સાદી ભાષામાં કહીએ તો 'મોજ'! અને ઇસ્લામી સભ્યતામાં શાદી કરવાનો અર્થ છે એક 'અનુબંધ' (કોન્ટ્રાકટ) કરવો. આનો અર્થ થયો કે શાદી કરવી એટલે 'મોજ માણવાનો કોન્ટ્રાકટ' કરવો. ઇસ્લામમાં 'શાદી' ની કલ્પના માત્ર પુરુષના શારીરિક સુખ માટે જ કરવામાં આવી છે અને આ અનુબંધ ગમ્મે ત્યારે તૂટી શકે છે. એક વર્ષમાં પણ, અરે... એક દિવસમાં પણ તૂટી શકે છે! આજના આ આધુનિક યુગમાં પણ સીરિયા, જોર્ડન, લેબેનોન, યમન જેવા દેશોમાં યુદ્ધ વિસ્થાપિત લોકોની દીકરીઓ સાથે ત્યાંના ધનાઢ્ય લોકો એક-એક રાત માટે "શાદી" કરતા હોય છે. ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશી મુસ્લિમો અરબી શેખોને શાદી કરવા માટે પોતાની નાની-નાની દીકરીઓ રીતસર વેચતા હોય છે. અને 'શાદી' ની કલ્પના માત્ર શારીરિક સુખ સાથે જ સંકળાયેલ હોવાથી મુસ્લિમોમાં તલાક લેવાની પ્રક્રિયા પણ અત્યંત સરળ છે. માત્ર ત્રણ વાર 'તલાક' બોલવાથી તલાક થઇ જાય છે. તો આવો સમાજ મોજમજા માટે એકથી વધુ લગ્નનું અનુમોદન કરે એમાં કોઈ આશ્ચર્ય નથી.

શું આ જંગલી પ્રણાલીની તુલના હિન્દૂ લગ્ન સંસ્થા સાથે થઇ શકે? હિંદુઓમાં તો લગ્ન એ એક જન્મ નહિ, પણ જન્મજન્માંતરના સંબંધો છે. હિન્દૂ શાત્રોએ ગૃહસ્થાશ્રમમાં રહીને, સ્ત્રી-પુરુષે સાથે મળીને ધર્મમય જીવન જીવીને કઈ રીતે પોતાનું અને પોતાના જોડીદારનું કલ્યાણ કરવું, મૃત્યુ પછી પણ એમની ઉર્ધ્વગતિ કઈ રીતે કરવી એ વિષે ખુબજ ઊંડાણથી ઉપદેશો આપેલા છે. હિન્દૂ લગ્ન એ બે સ્ત્રી-પુરુષના શરીર વચ્ચે નહિ, પણ બે જીવાત્માઓ વચ્ચે અને બે પરિવારો વચ્ચેનો સંબંધ છે. માટે જે કોઈ વ્યક્તિ હિન્દૂ અને મુસ્લિમ લગ્ન સંસ્થાઓની સરખામણી કરે છે એ એક મહામૂર્ખ અને ઘોર અજ્ઞાની વ્યક્તિ છે. 

ઉદાહરણ તરીકે, સમગ્ર માનવજાતિનું અસલ સંવિધાન કે જેને આપણે મનુસ્મૃતિ તરીકે જાણીએ છીએ તેમાં મનુ ભગવાન પતિ-પત્નીના સંબંધ વિષે નીચે મુજબ કહે છે.

अन्योन्यस्याव्यभिचारो भवेदामरणान्तिकः। एषः धर्मः समासेन ज्ञेयः स्त्रीपुंसयोः परः॥ (9.101)    
 तथा नित्यं यतेयातां स्त्रीपुंसौ तु कृतक्रियौ। यथा नाभिचरेतां तौ वियुक्तौ इतरेतरम्॥ (102)

અર્થાત: (આ વિષયમાં ઘણી બધી વાતો વર્ણવ્યા પછી) ટૂંકમાં, પતિ અને પત્નીનો પ્રમુખ ધર્મ એ જ છે કે બંને સદા એવો પ્રયત્ન કરે કે બંને જીવનપર્યંત (એકબીજા પ્રત્યે) મર્યાદાનું ઉલ્લંઘન ના કરે અને પાર્થક્ય (છૂટાછેડા) ના થાય.

આ ઉપરાંત અથર્વ વેદમાં સ્ત્રી પુરુષના મધુર અને અતૂટ સંબંધો જળવાઈ રહે એ માટે વિસ્તૃત આદેશો આપેલા છે. કોઈ અન્ય લેખ દ્વારા હું એ વિષે વિસ્તારથી લખીશ.

આટલી સ્પષ્ટતા કર્યા પછી હું હિન્દૂ લગ્ન સંસ્થામાં બહુપત્નીત્વના વિષય ઉપર આવું છું. જેમ અગાઉ કહેવામાં આવ્યું તેમ હિન્દૂ ધર્મમાં અમુક અપવાદો માટે એકથી વધુ પત્ની કરવાની અનુમતિ છે. આમાંનો એક અપવાદ છે સંતાન પ્રાપ્તિ માટે એકથી વધુ પત્ની કરવી. શા માટે આ અપવાદ માટે એકથી વધુ લગ્ન કરવાની અનુમતિ છે? આ પ્રશ્નનો ઉત્તર વિજ્ઞાનમાં છે. આપણે આ વાત મુદ્દાસર જોઈશું.

  • પ્રકૃતિના દરેક પશુ-પક્ષીઓમાં અને જળચર પ્રાણીઓમાં એક વાતે સામ્ય છે. દરેક પ્રજાતિઓમાં સ્ત્રીલિંગ પ્રાણીઓનું પ્રમાણ પુલિંગ પ્રાણીઓ કરતા વધારે હોય છે. આનું કારણ એ છે કે પ્રકૃતિનું ચક્ર પ્રજનન દ્વારા ચાલુ રાખવા માટે સ્ત્રીલિંગ જ સક્ષમ છે. આમતો જોકે અત્યારે મનુષ્યોમાં સ્ત્રીલિંગ અને પુલિંગ વચ્ચેનો અનુપાત પુરુષોના પક્ષમાં વધારે છે, પણ એના ઘણા અલગ કારણો છે કે જેમાં હું અત્યારે જવા નથી માંગતો (માત્ર એટલું કહીશ કે ભ્રુણ હત્યા કરનાર માતા-પિતા મહાભયંકર નર્કને પામે છે. અને એમાં પણ સ્ત્રી ભ્રુણની હત્યા તો અત્યંત પતનકરી પાપ છે). પણ પરાપૂર્વથી મનુષ્યોમાં પણ પ્રકૃતિનો આ જ નિયમ લાગુ પડી રહ્યો છે કે સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતા વધુ જ હોય છે. જો તમે નિરીક્ષણ કર્યું હશે તો જણાશે કે જયારે ગર્ભવતિ સ્ત્રીને ગર્ભાવસ્થા દરમ્યાન કે પ્રસવ દરમ્યાન કોઈ સમસ્યા થાય તો જો સ્ત્રીશિશુ હશે તો તેના બચવાની શક્યતા પુરુષ શિશુ કરતા ઘણી વધુ હશે. આનું કારણ એ છે કે સ્ત્રી ભૃણની રક્ષા પ્રકૃતિ કરતી હોય છે કે જેથી પ્રકૃતિનું ચક્ર ચાલુ રહે. હવે સ્વાભાવિક રીતે જ જો પુરુષને સંતાન પ્રાપ્તિનો અધિકાર છે તો સ્ત્રીને પણ સંતાન પ્રાપ્તિનો અધિકાર છે. માટે સંતાન પ્રાપ્તિ હેતુ એક પુરુષ એકથી વધુ સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે. 
  • સામાન્ય રીતે પ્રજનન (બાળક જણવાની પ્રક્રિયા) ને લગતી સમસ્યાઓમાં પુરુષો કરતાં સ્ત્રીઓના પક્ષે ખામીઓ ઘણા વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. આનું કારણ એ છે કે તુલનની દ્રષ્ટિએ પુરુષોના જનનાંગોની રચના સ્ત્રીઓ કરતાં ક્યાંય વધુ સરળ અને માર્યાદિત હોય છે. જયારે સ્ત્રીઓના અંગોની રચના ખુબ જટિલ અને કોમળ હોય છે. ગર્ભાધાન થી લઈને બાળકને પોષણ આપવા સુધી સ્ત્રીઓના અંગો મુખ્ય ભાગ ભજવે છે. જો આ અંગોમાંથી કોઈપણ એકમાં પણ ખામી આવી જાય તો પ્રજનન ક્રિયા અટકી જાય છે. વળી સ્ત્રીઓની પ્રજનન ક્ષમતા તેના જીવનકાળના પ્રમાણમાં ખુબ ટૂંકા ગાળા માટે જ (17 થી 38 ની આયુ વચ્ચે) હોય છે. જયારે પુરુષ તરુણાવસ્થામાં પ્રવેશ્યા પછી લગભગ આજીવન સક્ષમ હોય છે. આ કારણથી સંતાન પ્રાપ્તિ એક સ્ત્રી દ્વારા ના થવાના સંજોગો વધુ હોઈ શકે છે.

આ રીતે સંતાન ના હોવાની સ્થિતિમાં, સંતાન પ્રાપ્તિ માટે, અને વંશ વૃદ્ધિ માટે કોઈ પુરુષ એકથી વધુ પત્ની કરે એ અપવાદ હિન્દૂ ધર્મએ સ્વીકાર્યો છે. પરંતુ એકવાર લગ્ન કર્યા પછી હેતુ માત્ર સંતાન પૂરતો જ માર્યાદિત નથી રહેતો. પતિ-પત્ની એ ગૃહસ્થાશ્રમના દરેક નિયમોનું પાલન કરીને ધર્મમય જીવન જીવવું આવશ્યક બની રહે છે. વેદોએ તો લગ્નબંધન તોડવા એ અશક્ય છે, એવું કહ્યું છે. આમ છતાં મનુસ્મૃતિ અમુક સંજોગોમાં પતિ તથા પત્નીને એકબીજાનો ત્યાગ કરવા માટે અનુમતિ આપે છે.

બીજા કયા અપવાદ છે?

બીજો અપવાદ છે ક્ષત્રિયો માટે. રાજાઓ અને ઉચ્ચ સ્થાન ધરાવતા બીજા ક્ષત્રિઓ માટે એકથી વધુ લગ્ન કરવા ઘણીવાર અનિવાર્ય હોય છે. લગભગ દરેક પૌરાણિક કથાઓમાં તમે જોયું હશે કે રાજાઓની હંમેશા એકથી વધુ રાણીઓ હશે. આના માટે નીચે મુજબ કારણો છે.

image credit britanica
  • અગાઉના રાજાઓ વિવિધ દેશો સાથે સંધિ કરવા માટે દીકરીની આપ-લે કરતા હતા. અત્યારના સમયમાં બે દેશો વચ્ચે સંધિઓ થાય છે, પરંતુ એ સંધિઓ ગમે ત્યારે તૂટી પણ જતી હોય છે. ચીન કે પાકિસ્તાન જેવા દેશો સાથે તો કોઈ સંધિની કોઈ ગંભીરતા હોતી નથી. જયારે હિન્દૂ પરંપરામાં લગ્ન એ અગાઉ કહ્યું તેમ બે પરિવારો વચ્ચેનો સંબંધ છે. અને રાજાનો પરિવાર એટલે આખું રાજ્ય. આમ જયારે દીકરીની આપ-લે થાય છે ત્યારે બે રાજ્યો વચ્ચે પાક્કા અને લાંબા ગાળાના સંબંધો બંધાય છે. હવે, જો રાજા એક જ લગ્ન કરી શકે તો એકથી વધુ રાજ્યો સાથે કઈ રીતે સંબંધ બાંધી શકે? માટે તે એકથી વધુ લગ્ન કરી શકે છે. આ તો થઇ પૌરાણિક કાળની. ઈ.પૂ. 350 માં ચાણક્ય ઋષિએ ચંદ્રગુપ્તના વિવાહ યુનાનની (વર્તમાન ગ્રીસની) રાજકુમારી હેલના સાથે કરીને બંને રાજ્યો વચ્ચે કાયમ માટે શાંતિ સ્થાપી હતી. 14મી થી 17મી સદી દરમ્યાન મહાન વિજયનગર સામ્રાજ્યના રાજાઓ વિવિધ દેશોના અનેક રાજાઓની દીકરીઓ સાથે લગ્ન કરીને કાયમી શાંતિના સંબંધો સ્થાપતા હતા (હવે એ વાત અલગ છે કે મુસ્લિમ આતતાયીઓના સમયમાં સ્ત્રીઓને મોજમજાની વસ્તુ સમજીને હારેલા રાજાઓ પાસેથી વહુ-દીકરીઓ છીનવી લઈને તેમને લજ્જિત કરવાનો પિશાચી આનંદ સુલ્તાનો માણતા હતા. પણ એ બધા વિવાહ નહોતા, 'શાદીઓ' હતી).
  • એક રાજા માટે પોતાના વંશને આગળ વધારવો એ એક અત્યંત મહત્વનો વિષય હતો. જો રાજા વંષહીન રહે તો રાજ્ય અસ્તવ્યસ્ત થઇ જાય અને અરાજકતા વ્યાપી જાય. આમ રાજ્યની સુરક્ષા અને સુચારૂતા માટે પણ રાજાએ સંતાન માટે માત્ર એક પત્ની ઉપર આધાર રાખવો પોસાય એમ નહોતું. અગાઉ કહ્યું તેમ સ્ત્રીઓની પ્રજનન ક્ષમતા અમુક આયુ સુધી જ માર્યાદિત હોય છે અને પ્રજોત્પતિ માટે અસક્ષમ હોવાની શક્યતા સ્ત્રીઓમાં વધુ હોય છે.
  • ભારતીય રાજાઓ પરાપૂર્વથી દરેક યુદ્ધમાં પોતે અગ્રેસર રહીને લડતા હતા. જો પોતે ના લડે તો પોતાના રાજકુમારો અને સેનાપતિઓ આગળ રહીને લડતા હતા (બીજી કોઈપણ સભ્યતામાં રાજા પોતે કયારેય લડવા જતો નહીં, અને જેઓ લડ્યા છે તેઓ રાજાઓ નહિ પણ કોઈ કબીલાના લૂંટારાઓ હતા). સ્વાભાવિક રીતે જ યુદ્ધમાં મૃત્ય થવાનું મોટું જોખમ હોય છે. ઉદાહરણ તરીકે સગર રાજાના 60 હજાર પુત્રો હતા કે જેઓ પૃથ્વી ખોદતાં ખોદતાં મૃત્યુ પામ્યા હતા (અને જયારે એ ખાડાઓમાં પાણી ભરાયું ત્યારે તેને 'સાગર' નામ આપવામાં આવ્યું કે જેને આપણે સમુદ્ર કે દરિયો તરીકે ઓળખીએ છીએ). સત્યનારાયણ કથામાં આવતા તુંગઘ્વજ રાજાને 100 પુત્રો હતા કે જે યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા અને સત્યનારાયણ ભગવાનની કૃપાથી પુનર્જીવિત થયા હતા. આવા તો સેંકડો પૌરાણિક અને મધ્યયુગીન ઉદાહરણો છે. આધુનિક ઇતિહાસમાં રાણી લક્ષ્મીબાઈને કોઈ સંતાન ના હોવાને કારણે તેનું રાજ્ય હડપી લેવાનો પ્રયત્ન અંગ્રેજોએ કર્યો હતો.

ઉપરોક્ત કારણોથી ક્ષત્રિયો માટે બહુપત્નીત્વ અપવાદ રૂપે સ્વિકાર્યું છે. અહીં પણ મૂળ ઉદ્દેશ સંતાન પ્રાપ્તિ અને પ્રજા કલ્યાણનો જ છે.

આ સિવાય આટલા સેંકડો શાસ્ત્રોમાંથી ક્યાંય પણ, કોઈપણ પુરુષને એકથી વધુ પત્ની હોવાનો ઉલ્લેખ નહિ મળી શકે. 

શું તમે શાસ્ત્રોમાં વર્ણવેલ કોઈ ઋષિ કે સામાન્ય વ્યક્તિને એકથી વધુ પત્ની હોય એવું ક્યારેય વાંચ્યું કે સાંભળ્યું છે? ક્યારેય નહિ સાંભળ્યું હોય! હા એક પ્રસંગ આવે છે કે જેમાં દક્ષ પ્રજાપતિ તેની 60 દીકરીઓને 7 ઋષિઓ સાથે પરણાવે છે. એમાંથી કશ્યપ ઋષિને 13 દીકરીઓ પરણાવે છે. પણ એમાં દક્ષ પ્રજાપતિનો ઉદ્દેશ શ્રુષ્ટિની રચના કરવાનો હતો. દક્ષ પ્રજાપતિ આ મૈથુની શ્રુષ્ટિના રચયિતા છે, એમણે તેમની શ્રુષ્ટિનો વ્યાપ વધારવા માટે પોતાની 60 દીકરીઓને ઉત્તમ 7 ઋષિઓ સાથે પરણાવી કે જેથી શ્રુષ્ટિ માટે કલ્યાણકારી પ્રજાની ઉત્પત્તિ થાય. આજે આપણા સૌના ગોત્ર આ જ ઋષિઓના નામે પડેલા છે.

તો અહીં સ્પષ્ટ થાય છે કે અમુક અપવાદોને બાદ કરતાં, હિન્દૂ ધર્મ બહુપત્નીત્વને માન્યતા આપતો નથી. આખા માનવ સમાજના આદર્શ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ પણ ક્ષત્રિય હોવા છતાં એક પત્ની જ કરવાના વ્રતધારી હતા. શ્રી રામનો જન્મ જ સમાજને આદર્શો બતાવવા માટે થયો હતો. આ ઉપરથી કહી શકાય કે સનાતન ધર્મ અમુક સંજોગોમાં બહુપત્નીત્વની અનુમતિ તો આપે છે, પણ અનુમોદન (encouragement) કરતો નથી. અહીં અનુમતિ અને અનુમોદન વચ્ચેનો તફાવત ખુબ સ્પષ્ટ રીતે સમજવાની, યાદ રાખવાની અને તેને જીવનમાં ઉતારવાની જરૂર છે.

વાત વાતમાં:

આજકાલ અત્યંત નિકૃષ્ટ વિચારધારા ધરાવતા આધુનિક સ્ત્રી-વાદીઓ (feminists), કે જેમને પ્રકૃતિ અને સમાજની દરેક વ્યવસ્થા સાથે સમસ્યા છે, અને જેઓ એક પુરુષત્વ વિહીન સ્ત્રી-પ્રધાન સમાજની માંગણીઓ કરતા હોય છે, તેમણે એ સમજવાની જરૂર છે કે પ્રકૃતિ અને વિજ્ઞાન સ્ત્રી-પ્રધાન સમાજનું સમર્થન કરતા નથી. કોઈપણ સમાજની વ્યવસ્થા તેનું ભવિષ્ય સુરક્ષિત રહે એ ખાસ ધ્યાનમાં રાખીને ઘડવામાં આવે છે. અને ભવિષ્ય સુરક્ષિત થાય છે બાહુબળની ક્ષમતા દ્વારા અને પ્રજોત્પતિ દ્વારા. માટે સ્ત્રી અથવા પુરુષ, બંનેમાંથી જે લિંગ એ સમાજને વધુ બાહુબળ અને પ્રજોત્પતિની વધુ ક્ષમતા આપી શકે, એ લિંગ જ એ સમાજનું પ્રધાન બને છે. હવે એ લિંગ કયું છે, એ તો ખાલી મગજના સ્ત્રી-વાદીઓ પણ સરળતાથી સમજી શકે એટલું સ્પષ્ટ છે.

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

જુના લેખો

વધુ બતાવો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે