હિન્દુઓની ઘટતી જતી જનસંખ્યાનો ઉપાય જો કાનૂન કે જનજાગૃતિ દ્વારા નથી થઈ શકતો, તો કઈ રીતે થઈ શકે? ભાગ 1
શું જનસંખ્યા નિયંત્રણ કાયદો હિન્દુઓની ઘટતી જતી જનસંખ્યાનો ઉપાય હોઈ શકે? કાલે એક સમૂહમાં આ જ વિષય ઉપર ચર્ચા થઈ. આ વિશેના ઘણા બધા આયમો છે, માટે આની ઉપર એક વિસ્તૃત લેખ લખવાનું જ મેં ઉચિત સમજ્યું.
હિન્દુઓની ઘટતી જતી જનસંખ્યાનો મૂળ વિષય થોડી વાર આપણે બાજુમાં રાખી દઈએ, અને એ જોઈએ કે સૌથી પહેલા તો, શું આપણાં દેશમાં જનસંખ્યા નિયંત્રણ કરવાની કોઈ જરૂર છે કે નહીં? આ પ્રશ્નનો ઉત્તર હું આ લેખમાં આપીશ, અને પછી હિન્દુઓની જનસંખ્યા વધારવાના ઉપાય હું આના પછીના લેખ, ભાગ 2 માં આપીશ.
સર્વપ્રથમ તો, દેશની જનસંખ્યા, દેશ ઉપર ક્યારેય ભાર નથી હોતી. એ દેશના સંસાધન હોય છે. આટલા માટે જ અર્થશાષત્રની ભાષામાં તેમને "માનવ સંસાધન" કહેવામાં આવે છે. તો સ્વાભાવિક જ છે કે સંસાધન ક્યારેય સમસ્યા નથી હોતા. જેટલા વધુ સંસાધન, એટલી જ વધુ તકો. સમસ્યા તેમના યોગ્ય ઉપયોગની, યોગ્ય શિક્ષણની, અને ઉચિત તકો પ્રદાન કરવાની જ હોય છે. જો એક દેશ પોતાની પ્રજાને આ બધુ પ્રદાન કરી શકે છે, તો એમના માટે વધુ જનસંખ્યા એ સમસ્યા નહીં, પણ વરદાન હોય છે.
ચાલો આપણે જોઈએ અમુક ઉદાહરણો...
અમેરિકા ખંડની દક્ષિણમાં આવેલો દેશ, વેનેઝુએલા, એક પ્રાકૃતિક સંપદાઓથી ભરપૂર દેશ છે. દુનિયાના સૌથી વધુ કાચા તેલના ભંડારો આ દેશમાં ભરેલા પડ્યા છે. એમની જનસંખ્યા એમના દેશના ક્ષેત્રફળના પ્રમાણમાં ઓછી છે. ઉદાહરણ તરીકે, ભારતમાં પ્રતિ વર્ગ-કિલોમીટર 394.5 લોકો રહે છે. જ્યારે વેનેઝુએલામાં પ્રતિ વર્ગ-કિલોમીટર માત્ર 84.7 લોકો રહે છે. આનો અર્થ એ થયો કે અત્યધિક પ્રાકૃતિક સંસાધન અને એનો ઉપભોગ કરવા વાળા બહુ ઓછા લોકો. તો આદર્શ સ્થિતિમાં તો આનો અર્થ એ થવો જોઈએ કે વેનેઝુએલાના લોકો બહુ પૈસાદાર અને વૈભવશાળી જીવન જીવતા હશે. પણ શું એવું છે? જી નહીં! હજી થોડા સમય પહેલા જ એ દેશ દેવાળીઓ થઈ ગયો હતો, અને લોકો પાસે ખવાને અનાજ પણ નહોતું. કોમ્યુનિસ્ટ વિચારધારા વાળા aapvaશને એટલું કંગાળ સાશન કર્યું કે એ પ્રજા દાણા દાણા માટે તરસી ગઈ.
આખો આફ્રિકા ખંડ પ્રાકૃતિક સંપદાઓથી લથપથ છે. ફળદ્રુપ ભૂમિ, ખનીજના ભંડારો, હીરાની ખાણો... શું નથી એમની પાસે! અને વળી આફ્રિકી દેશોમાં જનસંખ્યા પણ એટલી ગીચ નથી. તો પણ, કોઈપણ આફ્રીકી દેશીની ગણના પ્રગતિશીલ કે વિકસિત દેશોમાં નથી થતી. મોટેભાગે આ દેશો અપરાધ અને નરસંહાર માટે જ જાણીતા છે.
હવે બીજી તરફ જોઈએ. ચીન, જાપાન અને સિંગાપોર વિશ્વમાં વિકસિત દેશોમાં ગણવામાં આવે છે. આમાંથી કોઈપણ દેશ પાસે કોઈ અસાધારણ પ્રાકૃતિક સંપદાઓ નથી. ત્રણેય દેશો પોતાના ખાદ્યાન્ન માટે પણ અન્ય દેશો ઉપર નિર્ભર છે. જાપાન અને સિંગાપોરમાં તો ખેતી માટે જમીન પણ ઉપલબ્ધ નથી. ચીન, જાપાન અને સિંગાપોરની પ્રતિ વર્ગ-કિલોમીટર જનસંખ્યા અનુક્રમે 943, 2900 અને 8337 છે (આ આંકડાઓ એરેબલ લેન્ડના હિસાબે લેવામાં આવ્યા છે). જેમ મૈં પહેલા કહ્યું, ભારતમાં પ્રતિ વર્ગ-કિલોમીટર 334 લોકો રહે છે, અને એરેબલ લેન્ડના હિસાબે 753 લોકો રહે છે. ભારત પાસે આ ત્રણેય દેશો કરતાં વધુ પ્રાકૃતિક સંપદાઑ છે. તો પણ આ ત્રણેય દેશોની ગણના ભારતથી વધુ વિકસિત દેશો તરીકે થાય છે.
આનો અર્થ સ્પષ્ટ છે કે વધુ જનસંખ્યા ક્યારેય સમસ્યા નથી હોતી. સમસ્યા હોય છે એમને માટે પર્યાપ્ત તકો ઊભી કરવાની.
પણ શું ઓછી જનસંખ્યા હોવું એ એક સમસ્યા હોઇ શકે છે? બિલકુલ હોઇ શકે છે. અને આ સમસ્યાથી દેશના ઘણા બધા વિકસિત દેશો આજે જજૂમી રહ્યા છે. ચાલો આપણે જોઈએ કે ઓછી જનસંખ્યા વાળા દેશોની શું પરિસ્થિતિ છે.
કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, યુરોપીય દેશો અને રશિયા એવા દેશો છે કે જેમની પ્રશાસનિક વ્યવસ્થા ઠીક છે, એમની પાસે પ્રજાને આપવા માટે અનેક તકો છે, તેમની પાસે (યુરોપીય દેશોને છોડીને) ખુબજ મોટા પ્રમાણમાં પ્રાકૃતિક સંપદાઓ પણ છે. જો એમની પાસે કોઈ એક વસ્તુ નથી, તો એ છે જનસંખ્યા! આ જ કારણ છે કે તેમને પોતાના દેશની પ્રગતિનું એન્જિન ચાલુ રાખવા માટે સતત વિદેશી લોકોને પોતાના દેશમાં "આયાત" કરવા પડી રહ્યા છે. કેનેડા અને ઓસ્ટ્રેલીયા જેવા દેશોની કર નીતિ જ એવી છે કે બહારથી આવેલા લોકો શ્રમ કરી કરીને સરકારને ટેક્સ જમા કરે, અને એ પૈસાથી એ પોતાના મૂળ નાગરિકોને સારી સુવિધાઓ મફતમાં અપાવે. આ દેશો જાણીજોઇને બીજા દેશોમાંથી ગેરકાયદેસર રીતે લોકોને આવવા દે છે, કે જેથી તેમના લોકોને સસ્તામાં મજૂરો ઉપલબ્ધ થઈ જાય, કે જેથી તેઓ દુનિયાના વધુ જનસંખ્યા ધરાવતા દેશો સાથે સ્પર્ધામાં ટકી શકે.
પણ આ દેશોની વિડંબણા આ ચતુર યુક્તિઓથી પૂરી થઈ જતી નથી. ઉલટાની વધી જાય છે. જેમ જેમ એ લોકો વિદેશી નાગરિકોને પોતાના દેશમાં બોલાવે છે, એમ એમ એમના દેશમાં વિદેશી મૂળના નાગરિકો પણ વધતા જાય છે. પછી આગળ જતાં, લોકશાહી હોવાના કારણે વિદેશી મૂળના લોકોનું વર્ચસ્વ વધી ગયું અને હવે એવો સમય આવી ગયો છે કે આવનાર 20 વર્ષોમાં આ દેશોમાં ત્યાંની મૂળ પ્રજા જ અલ્પસંખ્યક બની જશે. આ જ કારણ છે કે યુરોપ અને રશિયામાં વધુ બાળકો જણવા માટે સરકાર આર્થિક સહાય પણ કરે છે, પ્રોત્સાહન આપે છે, પણ આનાથી કોઈ ફેર પડી રહ્યો નથી. એમની જનસંખ્યા તો સતત ઘટી રહી છે. હવે એમની સમસ્યા એ છે કે આગળ જતાં એશિયાઈ દેશો, કે જેમની જનસંખ્યા વધુ છે, એ પોતે પણ વિકસિત થઈ રહ્યા છે, અને એમના લોકો તેમના દેશોમાં બહુમતમાં આવતા જાય છે. આનો અર્થ એ થયો કે એમણે જે દશકો સુધી આ પૃથ્વી ઉપર રાજ કર્યું, એ રાજનો હવે અંત નિકટ છે. ભવિષ્યમાં એ જ દેશો દુનિયા ઉપર રાજ કરશે કે જેમની જનસંખ્યા વધુ છે. વિશ્વના મહાન યુદ્ધોનો પણ એ જ નિષ્કર્ષ છે કે જે દેશ વધુ આહુતિ આપી શકે છે, એની જ અંતમાં વિજય થાય છે. આહુતિ દેવા માટે સૌથી પહેલા તો દેશમાં એટલી જનસંપદા હોવી જરૂરી છે!
સાઉદી આરબ પણ એક ખૂબ ઓછી જનસંખ્યા વાળો, અને ખુબજ પ્રાકૃતિક સંપદાઓ વાળો દેશ છે. તે એક રાજાશાહી દેશ છે. ત્યાં લોકશાહીની કોઈ પંચાત જ નથી. માટે તેઓ જેવો ચાહે તેવો કાયદો લાવી શકે છે. આનો લાભ ઉઠાવીને એમણે એવો નિયમ લાવ્યો કે જેમાં કોઈપણ વિદેશીને સાઉદી નાગરિકતા ના મળી શકે, કોઈ વિદેશી સાઉદીમાં સ્થાવર મિલકત ખરીદી ના શકે, કોઈ વિદેશી કોઈ સાઉદી કન્યા સાથે લગ્ન ના કરી શકે. સાઉદી રાજાએ આ કામ બહુ દૂરંદેશી વાપરીને કર્યું છે. આનાથી તેમણે એ સુનિશ્ચિત કર્યું કે વિદેશીઓના શ્રમનો બધો લાભ તો ઉઠાવી લેવો, પણ એમને કદી નાગરિકત્વના લાભ ના આપવા. આટલું કરવા છતાં પણ, જનસંખ્યા ઓછી હોવાના દુષ્પરિણામોથી એ ભાગી શક્યા નહીં. આજે તેમની પાસે પોતાની કહી શકાય એવી કોઈ સેના જ નથી. આટલી સમૃદ્ધિ અને વૈભવ વાળું જીવન છોડીને સેનામાં કોણ ભરતી થવાનું? આ જ કારણ છે કે આજે સાઉદીની સેનામાં પાકિસ્તાની, બાંગ્લાદેશી વગેરે સૈનિકો જ છે, અને શત્રુઓથી પોતાની રક્ષા કરવા માટે તેઓ અમેરિકાના સંરક્ષણ ઉપર નિર્ભર છે. આ તો એવી વાત છે કે તમે તમારી તિજોરીની સુરક્ષા ચોરોને હવાલે જ કરી દીધી! જ્યાં સુધી બધુ બરાબર ચાલે છે ત્યાં સુધી ઠીક છે, જ્યારે પરિસ્થિતિ બગડી ગઈ તો... જય રામજી કી...
તો આપણે જોયું કે ઓછી જનસંખ્યા હોવાનો અસલી અર્થ છે, કાળક્રમે દેશના અસ્તિત્વને જ દાવ ઉપર લગાવી દેવું.
હવે આવીએ આપણે ભારતની વાત ઉપર. ભારતમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જે વિકસિત રાજ્યો છે ત્યાં શ્રમિકોની ખુબજ માંગ છે. અને સતત આ માંગ વધતી જ જઈ રહી છે. સમસ્યા માત્ર અલ્પવિકસીત પ્રદેશોમાં જ છે. જો ભારતમાં જનસંખ્યા અને એમના માટે પુરવઠાની અપૂર્તિની કોઈ સમસ્યા હોત, તો બાંગ્લાદેશથી રોજેરોજ સેંકડોના હિસાબે લોકો ભારતમાં ઘૂસપેઠ ના કરી રહ્યા હોત. આ પણ એક બહુ મોટી શીખ છે કે જો ભારતમાં જનસંખ્યા, અને ખાસ કરીને હિન્દુ જનસંખ્યા ઘટી ગઈ તો પછી આપણાં પાડોશી દેશોમાંથી ઘૂસણખોરી કોઈ રોકી નહીં શકે, કારણકે ત્યારે તો એ એક અનિવાર્ય આવશ્યકતા બની ગઈ હશે.
ઘટતી જનસંખ્યાનો એક સીમિત ઉપાય એ પણ છે કે ઉત્પાદન વધુમાં વધુ યાંત્રિક પદ્ધતિથી કરવું - એટલે કે ઓટોમેશન. પરંતુ આની પણ એક સીમા છે. વિકસિત દેશોએ આ કામ પહેલેથી કરી રાખ્યું છે અને તો પણ ઘટી રહેલી જનસંખ્યાથી ઊભી થતી સમસ્યાઓથી એમનો કોઈ છુટકારો નથી. માટે કોઈપણ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો પણ, વધુ જનસંખ્યા એ કોઈ સમસ્યા નથી, પણ ઓછી જનસંખ્યા એ સાચે જ બહુ મોટી સમસ્યા છે.
હવે આ શ્રેણીના આગળના લેખમાં (ભાગ 2 માં) આપણે જોઈશું કે શા માટે હિન્દુઓની જનસંખ્યા ઓછી થઈ રહી છે, કેમ વધારવી જોઈએ, અને વધારવા માટેના ઉપાયો કયા છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો